રાજકોટના ૫૬ વર્ષીય બિઝનેસમેન મનોજ મલાનીને બ્લડ પ્રેશર વધી જતા, આવેલ બ્રેઈન સ્ટ્રોક બાદ તેઓનું ડાબું અંગ લકવાગ્રસ્ત બન્યું હતું, અને તેઓ પથારીગ્રસ્ત બન્યા હતા.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
શું તમારું બાળક અન્ય બાળકો કરતાં કંઇક વધારે જ શાંત છે? શું તે તમારો અવાજ સાંભળવા છતાં જવાબ આપતું નથી? શું તે નોર્મલ બાળક કરતાં સાવ અલગ રીતે રમે છે? જો તમારા બાળકમાં પણ આ લક્ષણો હોય તો શક્ય છે કે તે ઓટિઝમથી પીડિત હોય. પણ આ ઓટિઝમ છે શું?
આપણી કહેવત ભાદરવામાં ઉગતા ભીંડાને તાજા તાજાં ખાવાનું કહે છે પરંતુ, હવે તો ભીંડા બારેમાસ મળે છે. ઘણાં લોકો ભીંડા ચીકણા હોવાથી ખાવાનું ટાળે છે પરંતુ, તેમાં વિટામીન્સ, મિનરલ્સ, ફાઈબર, પ્રોટીન અને બહુ થોડી ચરબી પણ હોવાથી આરોગ્ય માટે તેને ખાવા જરૂરી છે.
વિશ્વભરમાં પ્લાસ્ટિક્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે ત્યારે માનવીના આરોગ્ય પર તેની અસર થવી સ્વાભાવિક છે. માનવ લોહીમાં મળી આવતાં માઈક્રોપ્લાસ્ટિક્સ હૃદય માટે જોખમી ગણાય છે ત્યારે સંશોધકો કાર્ડિઓવાસ્કુલર સિસ્ટમ પર તેની કેવી અસર થાય છે તે સમજી રહ્યા છે.
દરેક વ્યક્તિ યોગની રુપાંતરકારી ક્ષમતાનો આશરો લઈ શકે છે. જીવનના સાત દાયકા સાથેની વ્યક્તિઓ પણ મુદ્રાઓ અને પ્રેશર પોઈન્ટ્સના અભ્યાસ થકી રુધિરાભિસરણ અને સમગ્રતયા આરોગ્યલાભ મેળવી શકે છે. ગોલ્ડન ટુર્સમાં ડાયરેક્ટર કમુબહેન પલાણના બાળકો યુનિવર્સિટીમાં અભ્યાસાર્થે ગયા ત્યારથી અચાનક જ તેમની યોગયાત્રાનો આરંભ થયો હતો. લંડનમાં બાબા રામદેવના યોગસત્રમાં હાજરી આપવાં સાથે તેમનામાં પ્રેરણાનો સંચાર થયો અને યોગશિક્ષકની શ્રેષ્ઠતાએ તેમાં પ્રાણ પૂર્યાં. આજે તેઓ ઉત્સાહ અને કૌશલ્ય સાથે મિત્રો, તમામ વય અને પશ્ચાદભૂ સાથેના ખાનગી જૂથોને યોગનો અભ્યાસ કરાવી રહ્યાં છે. શક્ય તેટલા વધુ લોકોને યોગના લાભની જાણકારી મળતી રહે તે માટે કમુબહેન હંમેશાં જ્ઞાન વહેંચવાં તત્પર રહે છે.
તન અને મનનું સંતુલન એટલે યોગ. યોગ એ પ્રાચીન ભારતની એક બહુમૂલ્ય ભેટ છે. જે મન અને શરીર વચ્ચે સદ્દભાવ લાવવાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યોગની લોકપ્રિયતા આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ વધારે છે.
હાઇપર ટેન્શન એ આજની ભાગદોડભરી જિંદગીની આડપેદાશ છે. દુનિયાના દરેક દેશમાં દરેક વ્યક્તિને આ સમસ્યા પજવે છે. આમાં પણ ખાસ તો મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. એનું પહેલું કારણ એ છે કે મહિલાઓ વધારે સંવેદનશીલ હોય છે. બીજું, એને ટેન્શન ખુબ હોય છે. એટલા માટે મહિલાઓને હાઇપર ટેન્શનની સમસ્યા વધારે પજવે છે. માટે ચાલો, આજે આપણે એનાથી બચવાના ઉપાય જાણીએ…
આપણી કહેવત ભાદરવામાં ઉગતા ભીંડાને તાજા તાજાં ખાવાનું કહે છે પરંતુ, હવે તો ભીંડા બારેમાસ મળે છે. ઘણાં લોકો ભીંડા ચીકણા હોવાથી ખાવાનું ટાળે છે પરંતુ, તેમાં વિટામીન્સ, મિનરલ્સ, ફાઈબર, પ્રોટીન અને બહુ થોડી ચરબી પણ હોવાથી આરોગ્ય માટે તેને ખાવા જરૂરી છે.
ફિઝીયોથેરાપી હાડકાં, સાંધા, નાજુક ટિસ્યુઝને અસર કરતી વિવિધ ઈજાઓ, બીમારીઓ અને વિકલાંગતા-અક્ષમતાઓ તેમજ સ્ટ્રોક અને મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી ન્યૂરોલોજિકલ કંડિશન્સમાંથી સાજા થવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. આમ છતાં, ફિઝીયોથેરાપી ટેક્નિક્સ તમારા હલનચલન અને કામગીરીને પુનઃસ્થાપિત કરીને તમારા સમગ્રતયા આરોગ્ય અને સ્વાસ્થ્યને વધારી તમે વધુ સક્રિય અને સ્વતંત્ર બની રહો તેમાં મદદ કરી શકે છે.