સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    ઓટિઝમને ઓળખો અને અટકાવો!...

    શું તમારું બાળક અન્ય બાળકો કરતાં કંઇક વધારે જ શાંત છે? શું તે તમારો અવાજ સાંભળવા છતાં જવાબ આપતું નથી? શું તે નોર્મલ બાળક કરતાં સાવ અલગ રીતે રમે છે? જો તમારા બાળકમાં પણ આ લક્ષણો હોય તો શક્ય છે કે તે ઓટિઝમથી પીડિત હોય. પણ આ ઓટિઝમ છે શું?

    93 વર્ષના વૃદ્ધ કે 93 વર્ષના યુવા

    વધતી ઉંમરને કાબૂ કરવા વૈજ્ઞાનિકો વર્ષોથી અવનવા સંશોધન કરી રહ્યા છે. બોટોક્સ ઈન્જેક્શન સહિત સારવારની કેટલીક પદ્ધતિઓ છે જેની મદદથી વ્યક્તિ પોતાની વધેલી ઉંમર છૂપાવી શકે છે. જોકે આ દુનિયામાં એક વ્યક્તિ એવી છે જે ઉંમરની દૃષ્ટિએ તો વૃદ્ધ છે, પરંતુ શરીરે યુવાન છે!

    હેલ્થ ટિપ્સઃ શું તમારું શુગર લ...

    શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધવા પાછળ એક મુખ્ય કારણ તમારી ખરાબ લાઈફસ્ટાઈલ છે. ઘણી વાર લોકોને બ્લડ શુગરની સમસ્યાનો સામનો કરવો પડે છે કારણે કે તેમની લાઇફસ્ટાઈલ ખૂબ જ ખરાબ હોય છે તો આજે એવી જ કેટલીક ટેવો વિશે જાણીએ કે જેમને છોડી કે બદલીને તમે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખી શકો છો.

    ટેટૂઝ સ્ટાઈલની સાથે કેન્સરનુ

    આધુનિક યુગમાં યુવા પેઢી માટે ટેટૂ અથવા છૂંદણાનો ક્રેઝ ચરમસીમાએ છે. સ્ટાઇલિશ અને કૂલ દેખાવા માટે શરીરમાં અલગ-અલગ જગ્યાએ પર ટેટૂ કરાવવાની ફેશન છે. ટેટૂની લોકપ્રિયતા એટલી વધી છે કે 20 ટકા યુરોપિયન્સ અને 30 ટકા અમેરિકન્સ ટેટૂ કરાવે છે અને સંખ્યા વધી રહી છે. જોકે, ટેટૂ કરાવવું જોખમી પણ હોઈ શકે છે. 

    વધતી ઉંમરની શરીર પર આ રીતે થાય

    વધતી ઉંમરની સૌથી વધુ અસર ત્વચા, તંદુરસ્તી અને ક્ષમતા પર પડે છે. અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના જણાવ્યા મુજબ, 30ની વય પછી શરીર અને મગજ બંનેમાં પરિવર્તન થવા લાગે છે. ઉંમર વધવાની સાથે શરીર નબળું પડવા લાગે છે. અનેક પ્રકારની આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. જેમાં હાડકાં નબળાં થવા, ટેસ્ટોસ્ટેરોનનું સ્તર અને મેટાબોલિઝમમાં ઘટાડો, હૃદય નબળું પડવું અને સ્થૂળતા મુખ્ય છે.

    હેલ્થ ટિપ્સઃ વર્કઆઉટથી પણ વધુ...

    અજાણ્યા સ્થળોની મુલાકાત મનને ખુશ કરી દેનારી કે પછી ચોંકાવી દેનારી વસ્તુઓથી મળતી ખુશી નર્વસ સિસ્ટમને શાંત કરે છે, ઈફ્લેમેશન ઘટે છે અને સામૂહિકતાની ભાવના પેદા કરે છે. બર્કલે ખાતેની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર ડેચર કેલ્ટનરના અનુસાર આ પ્રકારની વોકને ‘ઓ વોક’ કહે છે. ‘ઓ વોક’ કરનારા લોકોમાં ઉત્સાહ વધુ હોય છે. તેઓ વધુ સકારાત્મકતાનો અનુભવ કરે છે.

    સુંઘવાની શક્તિ નબળી પડે તે હાર...

    વિશ્વમાં આશરે 64 મિલિયન લોકોનું હૃદય બેસી જાય છે એટલે કે હાર્ટ ફેઈલ થાય છે. હાર્ટ બેસી જવું કે હાર્ટ ફેઈલ એવી મેડિકલ કંડિશન છે જેમાં હૃદય સમગ્ર શરીરમાં પૂરતા ફોર્સથી લોહીનું પમ્પિંગ કરી શકતું નથી. 

    ઊંઘની ક્વોલિટી પર અસર કરતાં પર...

    ઊંઘ એ આપણા જીવનના સૌથી મહત્ત્વના પાસાંઓમાંથી એક છે, છતાં તેને ઘણી વાર અવગણવામાં આવે છે. કેટલાક લોકો કોઈપણ સંજોગોમાં ઘસઘસાટ સૂઇ શકે છે તો કેટલાક લોકોની નીંદર સામાન્ય અવાજ કે હલનચલનના અણસાર માત્રથી ખોરવાઇ જાય છે. આમ, વ્યક્તિની ઊંઘની પેટર્ન અલગ અલગ હોય છે. ઊંઘની ગુણવત્તા પણ અનેક પરિબળોની અસર થાય છે. આ પરિબળો ક્યા છે તે આજે આપણે જાણીએ...

    હેલ્થ ટિપ્સઃ પ્રોટીનનો બેસ્ટ

    પ્રોટીન મેળવવા માટે દાળ મહત્ત્વનો સ્ત્રોત હોવાનું સાબિત થયું છે. શરીર માટે પ્રોટીન બહુ મહત્ત્વનો હોય છે. શાકાહારીઓ વિવિધ પ્રકારની દાળમાંથી તે મેળવતા હોય છે. દાળ શરીર માટે અનેક રીતે ઉપયોગી છે. જેમ કે, દાળ ખાવાથી કેન્સર જેવી ઘાતક બીમારીથી બચી શકાય છે.

    રાત્રે વધારે ગરમીથી સ્ટ્રોક્

    વિશ્વભરમાં તાપમાન વધી રહ્યું છે. રાત્રે વધુ ગરમી અને દિવસભર ઉષ્ણતામાન વધારે હોય તેવા સંજોગોમાં વયોવૃદ્ધ લોકો અને ખાસ કરીને સ્ત્રીઓને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જતું હોવાનું યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રસિદ્ધ નવા અભ્યાસમાં જણાવાયું છે.