જિંદગીના મોટાભાગના વર્ષો અર્થોપાર્જન અર્થે વીતાવ્યા બાદ નિવૃત્તિનું જીવન જીવી રહેલા બહુમતી વડીલોને મૂંઝવણ રહેતી હોય છે સમય કેવી રીતે પસાર કરવો. સંતાનો તેમની લાઈફમાં સેટ હોય, નોકરી-ધંધાની કોઇ ચિંતા ના હોય, જીવનમાં કોઈ જવાબદારી રહી ના હોય ત્યારે જીવનને વ્યસ્ત કેવી રીતે રાખવું એ લાખ રૂપિયાનો પ્રશ્ન બની જાય છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
ફણગાવેલા મગને ખૂબ જ આરોગ્યપ્રદ ખોરાક માનવામાં આવે છે. તેના સેવન થકી તમારા શરીરને ઘણા બધા પોષક તત્ત્વ મળી રહે છે. ફણગાવેલા મગમાંથી પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, ઝિંક, આયર્ન, મિનરલ, એન્ટિઓક્સિડેન્ટ, કોપર, કેલરી, વિટામિન એ – બી - બી2 - બી5 - બી6 – સી - ઇ મળી રહે છે.
અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના એક સ્ટડીના ડેટા પરથી વિજ્ઞાનીઓએ નિષ્કર્ષ કાઢ્યો છે કે જે લોકો અઠવાડિયામાં કમસે કમ અઢી કલાક એટલે કે 150 મિનિટ કસરત કરે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.
માનવી સામાજિક પ્રાણી છે અને તેને એકલાં રહેવું ગમતું નથી. આમ છતાં, સંજોગો અને બીમારીના કારણે તેણે એકલતાનો સામનો કરવો ત્યારે ભારે તકલીફ સહન કરવાની થાય છે. ભીડમાં પણ તેને એકલતા અનુભવાય છે. લોકો એકલતા અનુભવે તેના ઘણા કારણ હોઈ શકે છે, કેટલાંક આંતરિક અને કેટલાંક કારણ બાહ્ય હોય છે.
આપણા શરીરમાં રહેલી થાઇરોઇડ ગ્રંથીઓ જ્યારે પૂરતા પ્રમાણમાં હોર્મોનનું ઉત્સર્જન ન કરે તો તેને હાઈપોથાઈરોઈડિઝમ કહે છે. તેનાથી મેટાબોલિઝમ ધીમું પડે છે અને આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓ પેદા થાય છે. તેને મેનેજ કરવા માટે તબીબી માર્ગદર્શનમાં દવાઓ ખાવી પડે છે. જોકે, અહીં દર્શાવેલા પાંચ પ્રકારના ફૂડને તમે ભોજનમાં ઘટાડશો તો થાઈરોડને મેનેજ કરવામાં ઘણી મદદ મળશે. આ ઉપરાંત સંતુલિત ભોજન, કસરતની સાથે જો ખુદને પૂરતા હાઈડ્રેટ રાખશો તો તે પણ થાઇરોઇડને સરળતાથી મેનેજ કરવામાં ઉપયોગી બનશે.
એલોવેરા જેલ એવી પ્રાકૃતિક ઔષધિ છે જે ઓરલ હેલ્થને પણ સુધારે છે. એલોવેરા જેલનો ઉપયોગ ત્વચા અને વાળને ફાયદો કરે છે તે જ રીતે દાંતની સફાઈ પણ કરે છે. એલોવેરા જેલને જો ટૂથપેસ્ટ તરીકે ઉપયોગમાં લ્યો છો તે તેનાથી દાંતને ફાયદો થવાની સાથે ઓરલ હેલ્થ પણ સુધરે છે. એલોવેરા જેલમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ સેપ્ટિક ગુણ હોય છે, જે મોંના બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે અને દાંત તેમજ પેઢાની સમસ્યા મટાડે છે. આ જેલનો ઉપયોગ તમે પ્રાકૃતિક ટૂથપેસ્ટ તરીકે ઉપયોગ કરી શકો છો.
વિટામીન B3 અથવા નીઆસીન આપણા શરીર માટે આવશ્યક બી વિટામીન ગ્રૂપનું એક વિટામીન છે. નીઆસીન ખોરાકને શક્તિમાં ફેરવવા અને નર્વસ સિસ્ટમને સપોર્ટની કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેની ઉણપ જીવલેણ કુપોષણ ઉપજાવે છે.
ગરમીના દિવસોમાં માથાના દુખાવાની સમસ્યા પણ વધી જતી હોય છે. ખાસ તો જે લોકોને માઇગ્રેન હોય તેમના માટે માથાનો દુખાવો સૌથી મોટી સમસ્યા હોય છે. જ્યારે માઈગ્રેનનો દુખાવો શરૂ થાય છે તો તે અસહ્ય થઈ જાય છે. આયુર્વેદ અનુસાર જ્યારે શરીરમાં વાયુ અને પિત્ત દોષ અસંતુલિત થઈ જાય છે તો માઈગ્રેનનો દુખાવો થાય છે.
આર્થરાઇટિંસને મેનેજ કરવામાં કસરતની ભૂમિકા મહત્ત્વની છે. તેનાથી દુઃખાવો ઘટવાની સાથે સાંધાની કામગીરી પણ સુધરે છે. કસરત આપણા શરીરની માંસપેશીઓ મજબૂત બનાવે છે અને સાંધાને સ્થિતિસ્થાપક રહેવામાં મદદ કરે છે. નિયમિત શારીકિક ગતિવિધિ સાંધાની આજુબાજુની માંસપેશીઓને મજબૂત કરે છે. નિયમિત વોક, સાઇકલિંગ જેવી ગતિવિધીઓ તંદુરસ્તી માટે જરૂરી છે. આર્થરાઇટિસને કારણે થતાં સોજા અને દુખાવાને મેનેજ કરવામાં આ ચાર કસરત ખૂબ જ અસરકારક છે.
વિમાનમાં શરાબ પીવાનું સામાન્ય ગણાય છે ત્યારે નવો અભ્યાસ કહે છે કે ફ્લાઈટમાં આલ્કોહોલ પીધા પછી સૂઈ જવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને હૃદયના ધબકારાં વધી જાય છે. જે પ્રવાસીને તબીબી સમસ્યાઓ હોય તેમના માટે ફ્લાઈંગ, ડ્રિન્કિંગ અને સ્લિપીંગની આવી પરિસ્થિતિ જોખમી બની શકે છે.
