ડિમેન્શિયા થવાનાં ઘણાં બધા કારણો હોઈ શકે છે. મોટા ભાગના લોકોમાં ડિમેન્શિયા થવાનું મુખ્ય કારણ અલ્ઝાઇમર્સ રોગ અથવા વાસ્કયુલર ડિમેન્શિયા હોય છે. અલ્ઝાઇમર્સ થવાનું ચોક્કસ કારણ તો જાણી શકાયું નથી, પણ પદ્ધતિસરની તાલીમ દ્વારા દર્દીને ફાયદો થાય છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
આર્થરાઈટિસ એક એવી સ્થિતિ છે, જેમાં સાંધામાં સોજો અને દુખાવો થાય છે. આમ તો આ તકલીફ કોઈ પણ ઉમરે થઈ શકે છે, પરંતુ વૃદ્ધોમાં તે વિશેષ જોવા મળે છે.
ચોમાસાના દિવસોમાં વધી ગયેલો ભેજ પાચનતંત્રને અસર કરે છે. તેનાથી પાચન નબળું પડે છે, ઉપરાંત મસાલેદાર, તેલવાળા અને પ્રોસેસ્ડ ફૂડ પાચનને વધુ નબળું બનાવે છે, જેના લીધી એસિડિટીની સમસ્યા વધે છે. આ ઉપરાંત, તણાવ, કસરતનો અભાવ, અપૂરતી ઊંઘ પણ આ સમસ્યા વધારે છે. યોગાસનની પ્રેક્ટિસ તણાવ ઘટાડીને પાચન સુધારે છે અને એસિડિટીનાં લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે. કેટલીક યોગ મુદ્રાઓ પાચન સંબંધિત અંગોને સીધા ટારગેટ કરે છે. આથી એસિડિટીથી બચાવ માટે આ બે યોગાસન કરી શકાય.
ડિમેન્શીઆ અથવા સ્મૃતિભ્રંશ થવામાં કોલેસ્ટરોલનું ઊંચું પ્રમાણ અને દૃષ્ટિની નબળાઈની પણ ભૂમિકા હોવાનું સંશોધકો માની રહ્યા છે. ડિમેન્શીઆના અટકાવ, દખલ અને સંભાળ વિશેના ધ લાન્સેટ કમિશન અનુસાર વિશ્વભરમાં 40થી વધુ વયના લોકોમાં ડિમેન્શીઆ થવા માટે સામાન્યપણે ઊંચા કોલેસ્ટરોલ અને સાંભળવામાં ખામી સંકળાયેલાં હોય છે.
તકમરિયાંનો દાણો નાનો હોય છે, પણ પોષક તત્વોથી ભરપુર હોય છે. ગરમીના દિવસોમાં તેનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે, તો પાચન સંબંધી તકલીફોમાં પણ રાહત થાય છે. એક સંશોધનના અનુસાર, તકમરિયાંમાં સીમિત માત્રામાં કેલરી હોય છે. આ સાથે પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી અને ફાઇબરનો એક ઉત્તમ સ્ત્રોત છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ સમાયેલું હોય છે. આ સઘળા પોષકતત્વોને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
જો તમને પથારીમાં પડ્યા પછી ઊંઘ આવવામાં 20 મિનિટ કરતાં વધુ સમય લાગે છે તો તે ઓછી ઊંઘ, સ્લીપ ડિસ્ટર્બન્સ કે ખરાબ ઊંઘનો સંકેત હોઈ શકે છે. આથી ઉલ્ટું જો તમે પથારીમાં પડતાંની સાથે જ સુઈ જાઓ છો તો આ ઊંઘ પૂરી ન થવાનો સંકેત છે. પથારીમાં ગયા પછી ઊંઘ આવવામાં લાગતા સમયને સ્લીપ લેટેન્સી કહે છે. 10થી 20 મિનિટમાં આવી જતી ઊંઘ આવી જાય તો તે આદર્શ છે.
એક નવા અભ્યાસનું તારણ કહે છે કે બાળકોને નાની વયે મગફળી કે તેની બનાવટો પીનટ બટર, સૂપ વગેરે ખવડાવવાથી તેઓ મોટા થાય છે ત્યારે તેમનામાં એલર્જીનું જોખમ ઓછું રહે છે.
વ્યક્તિ ભલે કોઇ પણ વયની હોય, પણ તેની ખુશીને અનેક ફેક્ટર પ્રભાવિત કરતા હોય છે તે હકીકત છે. જેમ કે, વાતાવરણ, સંબંધો, સ્વજનોનાં વાણી-વર્તન વગેરે વગેરે. અલબત્ત, આ બધા તો બાહ્ય પરિબળો થયા, અને તે વ્યક્તિના નિયંત્રણમાં નથી હોતાં. પરંતુ આપણી ખુશીમાં મહત્ત્વની ભૂમિકા ભજવતું એક પરિબળ એવું છે જે આપણી અંદર જ છે. ‘ખુશીનાં હોર્મોન’ કે ન્યૂરોટ્રાન્સમીટર તરીકે ઓળખાતું આ પરિબળ એવું છે તેનું નિયંત્રણ આપણા હાથમાં છે.
આયુર્વેદમાં ગોળને દવા માનવામાં આવે છે, એક એવી દવા (!) જે મીઠીમધુરી છે અને ભાગ્યે જ કોઇને નાપસંદ છે. ખાસ કરીને જો તમે ઠંડીમાં રાત્રે જમ્યા પછી ગોળ ખાવાનું રાખો છો તો તે શરીર માટે અમૃત જેવું કામ કરે છે.
ગત થોડા દાયકાઓમાં વિજ્ઞાનીઓએ પૂરતા પુરાવા આપ્યા છે કે સેચ્યુરેટેડ-સંતૃપ્ત ચરબીનું વધુ પ્રમાણ ધરાવતો ખોરાક હૃદયરોગને આમંત્રણ આપે છે. સંતૃપ્ત ચરબી લગભગ જીવલેણ અરીધમીઆ (હૃદયના અનિયમિત ધબકારા) ઉપરાંત, ડાયાબિટીસ અને એથેરોસ્ક્લેરોસિસ જેવી સમસ્યાઓ સાથે પણ સંકળાયેલી છે.
