સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    હેલ્થ ટિપ્સઃ લાંબો થાક તમારી પ...

    આપણે સહુ આગની ચેતવણીનો સંકેત આપતા સ્મોક એલાર્મની કામગીરીથી પરિચિત છીએ. આગનો અણસાર મળતાં જ જે રીતે સ્મોક એલાર્મ વાગવા લાગે છે, એ જ રીતે થાકી જવાથી આપણું શરીર પણ અનેક પ્રકારના સંકેત આપે છે. મેડિકલ એક્સપર્ટ્સના મતે, મોટાભાગના લોકો આ સંકેતો તરફ જલ્દી ધ્યાન આપતા નથી. લોકોને આવા સંકેત નજરઅંદાજ કરવાની જાણે કે ટેવ પડી ગઈ છે. નિષ્ણાતો કહે છે કે, જ્યારે થાક લાંબા સમય સુધી રહે છે તો તે શરીર પર ભારે પડવા લાગે છે. તેની અસર આપણા વ્યવહાર, ભાવનાઓ અને શારીરિક ક્રિયાઓ પર પણ થવા લાગે છે. આથી આપણે શારીરિક અને ભાવનાત્મક રીતે કેવું અનુભવી રહ્યા છીએ તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

    આ 4 ઉપાય થકી તમે રોગપ્રતિકાર શક

    કોરોનાકાળ પછી તમે કંઈક વધુ જ બીમાર પડી રહ્યા છો એવું તમને લાગે છે? જો જવાબ હા હોય તો તમારી ધારણા ખોટી નથી. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ કોરોના કાળ પછી વિશ્વના અનેક દેશોમાં લગભગ 13 પ્રકારની ચેપી બીમારીઓ વધી છે. જેમાં સામાન્ય શરદી-ખાંસીથી માંડીને અછબડા, ટીબી અને કોલેરાનો સમાવેશ થાય છે.

    બ્લીડિંગના ઓછાં જોખમ સાથેની એ

    ઘણી દવાઓ તત્કાળ ફાયદો કરે છે પરંતુ, તેના જોખમો પણ રહેલા છે. એન્ટિકોએગ્યુલન્ટ્સ અથવા તકો લોહીને પાતળું રાખતી દવાઓનું ગ્રૂપ ગંઠાયેલા લોહી-ક્લોટ્સનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે પરંતુ, તીવ્ર બ્લીડિંગ થવાનું ચોક્કસ જોખમ પણ રહેલું છે. 

    તમને ઇન્ટરનેટનું વ્યસન તો નથી વળગ્યુંને?

    ઇન્ટરનેટે આખી દુનિયા બદલી નાંખી છે. ઇન્ટરનેટના માધ્યમથી તમે ઘેરબેઠાં બિલનું પેમેન્ટ કરી શકો છો, ટ્રેન કે પ્લેનની ટિકિટ બુક કરાવી શકો છો, બેન્ક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં સીધા જ પૈસા ટ્રાન્સફર કરી શકો છો, દેશ-વિદેશની ચીજોને કમ્પ્યુટર પરદે નિહાળીને ઓનલાઇન શોપિંગ કરી શકો છો, હજારો માઇલ દૂર બેઠેલા મિત્રો સાથે જાણે આમનેસામને બેઠા હો તેમ વાત પણ કરી શકો છો અને દુનિયાના કોઇ પણ ખૂણામાં બનેલી ઘટનાની ખબરો પણ પળભરમાં મેળવી શકો છો. ઇન્ટરનેટના આવા તો ઘણા ફાયદા છે, માહિતીના અઢળક ખજાનાને તમે ઇન્ટરનેટના માધ્યમથી પામી શકો છો.

    બિલનું પેમેન્ટ હોય કે મનીટ્રાન્સફર કે પછી ટિકિટબુકિંગ ચપટી વગાડતાં અનેક કામ કરી આપતાં ઇન્ટરનેટના ફાયદા તો ઘણા બધા છે, પણ કોઇ તમને કહે કે આ ઇન્ટરનેટ જેટલું લાભકારક છે એટલું જ નુકસાનકારક છે તો?!

    હેલ્ધી રહેવા માટે 2+2+2+2નો મંત્ર

    લાઇફસ્ટાઇલ સુધારવી છે એવું નક્કી કર્યા પછી શું કરવું એ ન સમજાતું હોય તો મોટામોટા દાવા કરતા ટ્રેન્ડી ડાયેટના રવાડે ચડવાને બદલે રોજ દિવસમાં બે શાક, બે ફળ, બે લીટર પાણી અને દિવસમાં બે ટાઇમ 30 મિનિટનો વોક ઉમેરી દો. સ્વાસ્થ્ય જાળવવાનો આ સિમ્પલ અને સરળ ફંડા તમને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે એ નિષ્ણાત પાસેથી જાણીએ...

    મિશન હેલ્થ-અમદાવાદ દ્વારા કેન

    કેન્યાસ્થિત વિવિધ સંસ્થાઓના આમંત્રણને માન આપી મિશન હેલ્થ-અમદાવાદ દ્વારા જુલાઈ 2024માં કેન્યાના નૈરોબી, એલ્ડોરેટ અને કીસુમુ ખાતે ‘વેલનેસ સેમિનાર’ તથા નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.

    માતા-પિતાની સ્મોકિંગની  આદતથી...

    છેલ્લા એક દાયકામાં બાળકોમાં અસ્થમાના કેસમાં વધારો થયો છે. ભારતમાં હાલમાં લગભગ 4 ટકા બાળકો અસ્થમાથી પીડિત છે. અસ્થમા એક પ્રકારની એલર્જી છે. આ એલર્જી પરાગ, ધૂળ, પ્રાણીઓની બારિક રુંવાટી, ગંધ, ધુમાડો, ખાદ્ય પદાર્થો વગેરેને કારણે થઈ શકે છે. આ એલર્જીને લીધે શ્વાસનળી સાંકડી થઈ જાય છે, જેના કારણે છાતી જકડાવાની અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થાય છે. 

    હેલ્થ ટિપ્સઃ થોડા વર્ષોમાં જ 100...

    તમે મેટ્રો ટ્રેન, પાર્ક કે જાહેર સ્થળોએ લોકોને કાનમાં ઈયરફોન લગાવીને આસપાસના વાતાવરણથી સંપૂર્ણપણે બેખબર થઈને પોતાની દુનિયામાં મસ્ત થઈને રહેતા જોયા હશે. ઘણી વાર તેમની આસપાસ શું થાય છે તેનો પણ અવાજ તેમને સંભળાતો નથી. જે તેમના ઇયરફોન, ઇયરબડ્સ અથવા અન્ય લિસનિંગ ડિવાઈસને કારણે થાય છે. પરંતુ વિચારો કે આવનારા સમયમાં જો લોકો ખરેખર બહેરા થઈ જાય તો? 

    આ દવાઓ કોફી સાથે લેવાથી નુકસાન...

    અમેરિકન્સ સહિત મોટા ભાગના લોકોની સવાર ગરમાગરમ કોફી પીવા સાથે પડે છે. કોફી પીને લોકો સીધા બાથરૂમ તરફ દોડે છે. આ કોફીમાં રહેલા તત્વ કેફિનની સીધી અસર છે. અભ્યાસો કહે છે કે કોફીથી તમારું જઠર ઉત્તેજિત થાય છે અને ખોરાકને પાચનતંત્રમાંથી પસાર થવાનો જે સમય લાગે તેને બદલી નાખે છે. જોકે, સવારની કોફીનો કપ તમે રોજ સવારે જે દવાઓ લેતા હો તેને પણ પ્રતિક્રિયા થકી પ્રભાવિત કરે છે તેમજ તમારા લોહીમાં તેનું શોષણ કેટલી ઝડપે થાય તેને પણ બદલી નાખે છે.