વય ભલે વધતી રહે, પણ તન અને મન તંદુરસ્ત રહે તે જરૂરી છે. શરીરને સ્વસ્થ રાખવાના તો આપણે અનેક ઉપાય જાણીએ છીએ, પણ મન - દિમાગને સચેત રાખવા માટે થોડા હટકે પ્રયાસ જરૂરી છે. આપણે કેટલીક બાબતે કાળજી લઇને સમજવા-વિચારવાની ક્ષમતામાં થતો ઘટાડો, ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવી બીમારીઓથી બચી શકીએ છીએ. મગજને તંદુરસ્ત રાખવા માટે ડાયેટમાં વિવિધ રંગોના સિઝનલ ફળ અને શાકભાજી ખાવાની સાથે નિયમિત કસરત જરૂરી છે. આ ઉપરાંત, વિજ્ઞાન આધારિત આ ત્રણ ઉપાય મગજને તેજ અને તરોતાજા રાખવામાં મદદગાર બને છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
વિશ્વમાં આશરે 537 મિલિયન વયસ્કો ડાયાબિટીસથી પીડાય છે અને તેમાંથી 98 ટકાને ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે. આ પ્રકારના ડાયાબિટીસમાં મુખ્ય કારણ ઈન્સ્યુલિન સેન્સિટિવિટી અને ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય છે.
જો તમે યુવાનીમાં વધતી ઉમર અંગે નકારાત્મક વિચારો ધરાવો છો તો ઉંમર વધતાં જ તેનાં અનેક દુષ્પ્રભાવ જોવા મળી શકે છે. યેલ યુનિવર્સિટીના એક અભ્યાસના તારણ અનુસાર, જે લોકો 20, 30 અને 40 વર્ષની વયે જ એજિંગ અંગે નકારાત્મક માનસિકતા ધરાવે છે તેમની યાદશક્તિમાં 60ની વય સુધી 30 ટકા જેટલો ઘટાડો થઈ જાય છે. એ સાચું કે, સમયની સાથે માનવીની શારીરિક અને માનસિક કુશળતાઓ ઘટે છે, પરંતુ સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે કોઈ સ્કિલ પર જો સતત કામ કરવામાં આવે તો તે લાંબા સમય સુધી ટકી રહે છે.
ભારે વર્કઆઉટ કરવામાં આવે ત્યારે ભૂખમાં ઘટાડો થઈ શકે છે અને અને સ્ત્રીઓમાં આનું પ્રમાણ વધારે રહે છે. આપણા શરીરમાં ભૂખ અને ભોજનની ઈચ્છા પર નિયંત્રણ રાખવાનું કામ ઘ્રેલિન (Ghrelin) હોર્મોન કરે છે. આ હોર્મોન વધુ પ્રમાણમાં ઝરતું હોય ત્યારે ભૂખ પર કાબુ રહેતો નથી અને વજન ઘટાડવામાં ભારે મુશ્કેલી સર્જાય છે.
પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મજબૂત હોય છે. બંને વચ્ચેના સારા ટ્યૂનિંગ અને પ્રેમ એકબીજાને અનેક અવરોધોથી દૂર રાખે છે. ડેનિશ સંશોધકોના મતે, જો આમાંથી એક પણ સાથી સાથ છોડે તો બીજાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. મેડિકલ સાયન્સની ભાષામાં આ સ્થિતિને ‘વિડોહૂડ ઈફેક્ટ’ કહેવાય છે. આમાં, એકલા રહી ગયેલા પાર્ટનરને જીવવામાં મુશ્કેલી આવે છે.
શિયાળાની સાથે જ લગ્નસરાની સિઝન પણ શરૂ થઈ જાય છે. લગ્નો દરમિયાન રોજિંદી દિનચર્યા અને ખાણી-પીણીની શૈલી બદલાઈ જતી હોય છે. જો ડાયાબિટીસ હોય તો વધી જવાનું જોખમ વધી જાય છે. જોકે કેટલીક સરળ રીતો અપનાવીને તમે તંદુરસ્તી જાળવવાની સાથે લગ્નનો આનંદ લઈ શકો છો.
મોબાઈલ ફોન્સથી વિકિરણો ફેલાય છે અને તેનાથી કેન્સર થાય છે તેવા વાદવિવાદ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના નવા રીવ્યૂમાં જણાવાયું છે કે મોબાઈલ ફોનથી બ્રેઈન કેન્સર થવાના કોઈ પુરાવા નથી.
ભોજનમાં ફાઈબર અથવા તો રેષાંના પ્રમાણ વધુ લેવા બાબતે કાયમ ભાર મુકાય છે. સામાન્ય માન્યતા એવી છે કે, ભોજનમાં પુરતું ફાઈબર લેવાંથી કબજિયાતની સમસ્યા થતી નથી.
ઉંમર વધવાની સાથે મગજની સાંમજસ્ય બેસાડવાની ક્ષમતા ઘટવા લાગે છે. યાદશક્તિ સંબંધિત બીમારી જેમ કે ડિમેન્શિયા વગેરેનું જોખમ વધે છે. મેડિકલ જર્નલ ‘લાન્સેટ’માં પ્રકાશિત એક સંશોધનના તારણ મુજબ જો વધતી ઉમરે સાંભળવાની ક્ષમતાને સારી રાખવામાં આવે તો મગજની સાંમજસ્ય બેસાડવાની ક્ષમતામાં થતા ઘટાડાને 50 ટકા સુધી ઓછી કરી શકાય છે.
વર્તમાન યુગમાં બધી સગવડ હાથવગી થઈ રહી છે ત્યારે લોકો આરામ ફરમાવતા હોય તેમ વધી રહ્યું છે. જોકે, આરોગ્યની ચિંતા કરનારા લોકો આરામની જગ્યાએ કસરત કરવા પર વધુ ભાર રાખે છે. આમ છતાં, આવા લોકો પણ હૃદયરોગનો શિકાર બની રહ્યા છે. બેઠાડું જીવન, લાંબો સમય બેસી રહેવું અને હૃદયની તંદુરસ્તી વચ્ચે મજબૂત કડીઓ હોવાનું સ્થાપિત થયેલું છે ત્યારે જર્નલ JACCમાં પ્રકાશિત નવા અભ્યાસમાં સ્પષ્ટ કરાયું છે કે દિવસમાં 10 કલાક અથવા તેથી વધુ સમય બેસી રહેવાથી હાર્ટ ફેઈલ્યોરનું જોખમ વધી જાય છે. જે લોકો નિયમિત કસરત કરતા હોય તેમના માટે પણ આ ચેતવણી સાચી છે.
