સરગવાની શિંગનું સ્વાદિષ્ટ શાક તો બધાએ ખાધું હશે, એનો સ્વાદ લગભગ બધાને પસંદ પડ્યો હશે. પણ સરગવાની શિંગની અંદરનો ગર ખાધા પછી તેના છોતરાં કાઢવાનું ભાગ્યે જ કોઇને પસંદ પડ્યું હશે. જોકે સરગવાની શિંગમાં કેટલાક પોષક તત્વો રહેલા છે તે જાણશો તો ગમવા - ન ગમવાનું બધું ગૌણ બની જશે. સરગવાની શિંગ કેટલી પૌષ્ટિક છે અને તેના કેટલા ફાયદા તે જાણતાં પહેલાં સરગવાની શિંગ વનસ્પતિના ક્યા મૂળ - કુળની છે તે પાયાની જાણકારી મેળવીએ.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
સંતુલન જાળવવું એવી પ્રક્રિયા છે જેની આપણે ખાસ દરકાર કરતા નથી. આપણે જીવનનાં 50 કે 60ના દાયકામાં આવીએ ત્યારે કદાચ જાણ થાય કે શરીરની સમતુલા બરાબર જળવાતી નથી. વૃદ્ધાવસ્થા આવે તેમ શરીરમાં સ્નાયુઓનો જથ્થો, સ્થિતિસ્થાપકતા, ધીમી અનૈચ્છિક પ્રતિક્રિયા અને નબળી થતી દૃષ્ટિ, ચોક્કસ તબીબી સમસ્યાઓ સહિતના ફેરફારો જોવા મળે છે જે આપણાં શારીરિક સંતુલનને અસર કરે છે. સંતુલન નબળું થવાથી પડી જવાનું વધે છે જેનાથી માથા સહિત અન્ય અંગોમાં ઈજા, ફ્રેક્ચર્સ થઈ શકે છે.
માત્ર 20 મિલી બ્લડ સેમ્પલથી કેન્સરનું આગોતરું નિદાન?! હા... માત્ર 20 એમએલ લોહીથી જુદા જુદા આઠ જાતના કેન્સરના ખતરાનું આગોતરું નિદાન કરતો ટેસ્ટ હવે ભારતમાં લોન્ચ થઇ ગયો છે. જિનોમિક્સ આધારિત આ ટેસ્ટ એક સાથે આઠ પ્રકારના કેન્સરની સંભાવના દરદીમાં છે કે નહીં તેની આગોતરા ચેતવણી આપી શકે છે.
વર્તમાન યુગ મોબાઈલ અને સ્માર્ટ સેલફોન્સનો છે જેના વિના માનવીનું જીવન લગભગ અટકી જ જાય છે. વિશ્વમાં માનવીઓ વચ્ચે નહિ પરંતુ, સેલફોન્સનો સંપર્ક અગણિત રીતે વધતો રહે છે. આ સંજોગોમાં સેલફોન્સથી કોલ અને કાર્ડિયોવાસ્કુલર જોખમ વચ્ચે કડી સ્થાપિત કરતા એક અભ્યાસ અનુસાર ઓછાં કોલ્સ કરનારાની સરખામણીએ સૌથી વધુ કોલ્સ કરનારાઓને કાર્ડિયોવાસ્કુલર હુમલાનો શિકાર બનવાનું જોખમ 21 ટકા વધી જાય છે.
વિશ્વભરમાં લાખો લોકો ડાયાબિટીસથી પીડાય છે અને નિદાન ન થયું હોય તેવા લોકોની સંખ્યા પણ લાખોમાં થવા જાય છે. આમ જોઈએ તો ડાયાબિટીસ કોઈ રોગ નથી પરંતુ, જીવનશૈલીનું વિષમ પરિણામ છે જે સ્થૂળતા, હૃદયરોગ, સ્ટ્રોક સહિત અન્ય જીવલેણ રોગોને લાવે છે.
ડાયાબિટીસથી પીડાતા પેશન્ટ્સમાં ફ્લુ તેમજ અન્ય ઈન્ફેક્શન્સનું જોખમ ઘટાડવામાં વેઈટ લોસ થેરાપીઝ મહત્ત્વની ભૂમિકા ધરાવતી હોવાનું નવા અભ્યાસના તારણો જણાવે છે.
આપણે સહુ જાણીએ છીએ કે માનવશરીર કલાકો સુધી એક જ સ્થિતિમાં રહેવા માટે બન્યું નથી, પરંતુ કમ્પ્યુટર, ફોન કે બીજા ગેઝેટ્સના ઉપયોગ દરમિયાન આપણે કલાકો એક જ સ્થિતિમાં રહીએ છીએ. પરિણામે માંસપેશીઓ અને સાંધા કડક થવા લાગે છે. પરિણામે ગરદન જકડાઈ જવી, કાંડા અને શરીરમાં દુઃખાવા જેવી સમસ્યાઓ થાય છે. જમીન પરથી સામાન ઊંચકવામાં મુશ્કેલી પડવા લાગે છે.
સારાં આરોગ્ય માટે પાણી જરૂરી છે. શરીરના 50થી 60 ટકા હિસ્સામાં પાણી હોય છે અને તે પ્રમાણને જાળવવું મહત્ત્વનું છે. આમ તો, તમારે દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ તેવી વાસ્તવિક ભલામણ કરાતી નથી પરંતુ, પાણી, અન્ય પીણાં અને ખોરાક થઈને રોજ કેટલું પ્રવાહી લેવું જોઈએ તેની ભલામણ અવશ્ય કરાય છે.
વોકિંગને સૌથી સારી એક્સરસાઈઝ માનવામાં આવે છે, જે દરેક ઉંમરના લોકો માટે સરળ છે. પરંતુ શું તમે જાણો છો કે ચાલવાના પણ અલગ-અલગ પ્રકાર છે? જેમાંથી પ્રત્યેક પ્રકાર આપણા સ્વાસ્થ્યને લાભ આપે છે. જેમાં હૃદયને સ્વસ્થ રાખવાથી લઈને માનસિક સ્વાસ્થ્ય સુધારવા સુધીના લાભ મળી રહે છે. તમે જે પ્રકારનું વોકિંગ પસંદ કરો છો, તમને તે પ્રકારનો સ્વાસ્થ્ય લાભ મળી રહે છે. અહીં છ પ્રકારના વોકિંગ અંગે જાણકારી આપવામાં આવી છે અને એ પણ જણાવાયું છે કે આ પ્રકાર કોના માટે વધુ લાભદાયક છે.
છેવટે કેન્સરને હરાવવાનો સમય આવી ગયો છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે કેન્સર નાબૂદ કરવા માટે દુનિયાની પહેલી વેક્સિન બનાવી લીધી છે. તેને રશિયામાં આવતા વર્ષથી વિનામૂલ્યે અપાશે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર આન્દ્રેઈ કાપ્રિનના મતે આ એમઆરએનએ વેક્સિન છે. જે તમામ પ્રી-ક્લિનિકલ પરીક્ષણોમાં પાસ થઇ ચૂકી છે. તેણે કેન્સર સેલ્સને વધતાં રોકવા ઉપરાંત મેટાસ્ટેટિસ સ્તર સુધી પહોંચવાથી રોકવાની ક્ષમતા દર્શાવી છે. રશિયા એઆઈની મદદથી કેન્સરની પર્સનલાઈઝ્ડ રસી પણ બનાવી રહ્યું છે, જે માત્ર એક કલાકમાં તૈયાર થઇ જશે.
