સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    બ્લડ પ્રેશરમાં વધઘટ બૌદ્ધિક પ

    બ્લડ પ્રેશરમાં સતત વધારોઘટાડો શ્વેત લોકોમાં વિચારવાની નબળી પ્રક્રિયા સાથે સંકળાયેલો હોવાનું અગાઉના અભ્યાસોમાં જણાવાયું હતું પરંતુ, નવા અભ્યાસ અનુસાર તેનાથી શ્વેત અને અશ્વેત લોકો પ્રભાવિત થઈ શકે છે. જર્નલ ન્યૂરોલોજીમાં પ્રસિદ્ધ અભ્યાસના તારણોએ જણાવ્યું હતું કે આવી વધઘટ વૃદ્ધ અશ્વેત પુરુષોની વિચારપ્રક્રિયાને વધુ પ્રભાવિત કરે છે.

    પેરાસીટામોલના વધુ પડતા સેવનથ

    સામાન્ય રીતે તાવ વખતે લેવામાં આવતી પેરાસીટામોલ દવા 65 વર્ષ કે તેથી વધુ વયના લોકોમાં ગેસ, હૃદય અને કિડની સંબંધિત જટિલતાઓનું જોખમ વધારી શકે છે. નોટિંગહામ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરાયેલા રિસર્ચના તારણ અનુસાર પેરાસીટામોલના ઉપયોગથી પેપ્ટિક અલ્સરને કારણે રક્તસ્રાવનું જોખમ 24 ટકા જ્યારે નીચલા જઠરના માર્ગમાં રક્તસ્રાવનું જોખમ 36 ટકા વધી જાય છે.

    ચેતતા રે’જો, ચાની સાથે માઈક્રો...

    વિશ્વમાં વધતાં પ્લાસ્ટિકના દૂષણની સાથે જ માનવીના શરીરમાં માઈક્રોપ્લાસ્ટિક્સનો ખતરો વધ્યો છે. ચા લોકપ્રિય પીણું છે પરંતુ, ચાની બનાવટમાં વપરાતી ટીબેગ્સ શરીર માટે ખતરનાક બની શકે છે. 

    જો બીપી - હૃદયરોગ કે વધુ વજનની સ...

    તાપમાનનો પારો જેમ-જેમ નીચે ઉતરતો જાય છે તેમ તેમ ફ્લૂના કેસ વધવા લાગે છે. ગળામાં ખરાશ, નાક બંધ થવી, તાવ, શરીરનો દુ:ખાવો અને થાક જેવા લક્ષણ દેખાવા લાગે છે. મોટાભાગના લોકો એક સપ્તાહમાં સાજા થઈ જાય છે, પરંતુ કેટલાક માટે ફ્લૂ ગંભીર બીમારી બની શકે છે. હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ આવી જાય છે.

    હેલ્થ ટિપ્સઃ શિયાળામાં સાંધા

    શિયાળામાં મોટેભાગે સાંધામાં દુઃખાવો અને તેમની મૂવમેન્ટમાં સમસ્યા થવા લાગે છે. સંધિવા, સાંધાની નબળાઈ કે જૂની ઈજામાં આ સમસ્યા વધુ થાય છે. જોકે, યોગ્ય સંભાળ અને જીવનશૈલીમાં થોડા ફેરફાર કરીને આ સમસ્યા ઘટાડી શકાય છે. 

    ઠંડીમાં તંદુરસ્તી જાળવવા ખાણ

    વિન્ટરના આ ઠંડાગાર દિવસોમાં એક તરફ શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વધુ ઊર્જા વપરાય છે, અને બીજી તરફ શારીરિક ગતિવિધિઓ ઘટી જાય છે. પરિણામે મેટાબોલિઝમ ધીમું પડે છે, અને રોગપ્રતિકાર શક્તિ પણ ઘટે છે. આ સ્થિતિમાં તંદુરસ્ત રહેવા માટે ખાણી-પીણીમાં પરિવર્તન અત્યંત જરૂરી છે.

    હેલ્થ ટિપ્સઃ રોજ કિસમિસ ખાશો ત...

    શિયાળાની ઋતુમાં દરેક વ્યક્તિએ દરરોજ કિસમિસનું સેવન કરવું જોઈએ. કિસમિસનું સેવન કરવાથી તમને પાંચ અદભૂત ફાયદા મળશે. કિસમિસ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ભારતીય ઘરોમાં કિસમિસનો ઉપયોગ કરીને ખીર, હલવો, લાડુ વગેરે સાથે થાય છે. આ સિવાય ઘણા લોકો સવારે ઉઠ્યા પછી સીધા ખાલી પેટ કિસમિસ ખાય છે. 

    શરબતી પીણાં કરતાં પેસ્ટ્રી જે

    ખાંડ ધરાવતાં ડ્રિન્ક્સની સરખામણીએ પેસ્ટ્રીઝ જેવી મીઠાઈ (ટ્રીટ્સ) આરોગ્યને ઓછું નુકસાન કરે છે અને મધ્યમ પ્રમાણમાં લેવાય તો સારું પણ ગણાય છે. સ્વીડનમાં સંશોધકોએ જર્નલ ‘ફ્રન્ટિયર્સ ઈન પબ્લિક હેલ્થ’માં પ્રસિદ્ધ અભ્યાસમાં જણાવ્યું છે કે ટ્રીટ્સનાં વધુ વપરાશ અને કાર્ડિયોવાસ્કુલર રોગોના જોખમ વચ્ચે કોઈ સંબંધ નથી. 

    વજન ઘટાડવામાં અવરોધરૂપ 5 મુખ્ય...

    પ્રતિષ્ઠિત મેગેઝિન ‘ફોર્બ્સ’એ 2024ના પ્રારંભે કરેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે, લગભગ 34 ટકા લોકો નવા વર્ષે વજન ઘટાડવાનો સંકલ્પ લે છે, જેમાંથી 80 ટકા લોકો તેને પૂરો કરી શકતા નથી. અભ્યાસમાં જોવા મળ્યું કે, કેટલાક એવા કારણો છે જેમાં સુધારો ન થવાને કારણે વજન ઘટાડવું મુશ્કેલ હોય છે કે ફરીથી વધી જાય છે. જેમ કે - જો તમે ખૂબ જ ઝડપથી વજન ઘટાડવાનો પ્રયાસ કરો છો તો તેના ફરીથી વધવાની સંભાવના વધુ રહે છે. આવો, આજે જાણીએ વજન ઘટાડવામાં અવરોધરૂપ આવા જ પાંચ મુખ્ય કારણો અને તેમાં સુધારાની રીત અંગે...

    હેલ્થ ટિપ્સઃ HMPV વાઇરસઃ ગભરાવાની...

    કોવિડ-19 મહામારીનાં પાંચ વર્ષ બાદ ચીનમાં હવે હ્યુમન મેટાપ્યુમોવાઈરસ (HMPV) નામનો નવો વાઈરસ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ આ વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હોસ્પિટલો અને સ્મશાનોમાં ભીડના દાવા સામે આવ્યા છે, આમાંથી કેટલું સાચું અને ખોટું તે ઉપરવાળો જાણે. આરોગ્ય સત્તાવાળાઓ આ ભેદી પ્રકારના ન્યુમોનિયા પર દેખરેખ રાખી રહ્યા છે. એક સામાન્ય વ્યક્તિ તરીકે જાણવા જેવી માહિતી અહીં સવાલ-જવાબ રૂપે રજૂ કરી છે.