આયુષ્યના 60 વર્ષ પૂરા કર્યા પછી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. વહેલી તકે જો તેની સારવાર કરવામાં ન આવે તો તે ગંભીર પણ બની શકે છે. આથી જ વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મોટી શારીરિક સમસ્યા ટાળવા માટે સમય સમય પર વડીલોએ તેમનું હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
શરીરની કામગીરી વ્યવસ્થિત ચાલતી રહે અને મગજની તંદુરસ્તી માટે આયર્ન અથવા લોહતત્વ મહત્ત્વની ખનિજ છે જે હોર્મોન્સ અને બોન મેરોના ઉત્પાદનમાં મદદ સાથે રોગ પ્રતિકાર શક્તિને પણ મજબૂત બનાવે છે. શરીરમાં આયર્નનું શોષણ થવું જરૂરી છે અને તેમાં વિટામીન C ધરાવતા ફળો અને ખાસ કરીને તો નારંગીનું વિશેષ મહત્ત્વ છે.
મોટા ભાગના લોકો ખાંડ, મીઠું, આલ્કોહોલ-વાઈન અને કોફીનો ઉપયોગ કરતા જ હોય છે પરંતુ, આપણા શરીર પર તેની વાસ્તવિક અસરથી આપણે અજાણ હોઈએ છીએ. આમ પણ, કોઈ ખાદ્યપદાર્થ જરૂરી માત્રામાં લેવાય તો જ તેની સારી અસર જોવાં મળે છે અને વધુ માત્રામાં તે હાનિકારક અને જોખમી બને છે. ખાંડ, મીઠું, આલ્કોહોલ -વાઈન અને કોફી બાબતે પણ આ સાચું જ છે.
ઘણી વખત શરીરમાં ખુજલી કે ખંજવાળ આવતી હોય છે અને પાછળથી તકલીફ થશે તે જાણવા છતાં આપણે ખંજવાળવાની અદમ્ય ઈચ્છાને રોકી શકતા નથી. જોકે, યુનિવર્સિટી ઓફ પીટ્સબર્ગના ડેનિયલ કેપ્લાને ‘જર્નલ સાયન્સ’માં પ્રસિદ્ધ અભ્યાસમાં જણાવ્યા મુજબ લગભગ દરેક પ્રાણીઓ ખંજવાળે છે. આથી, તેનો ઉત્ક્રાંતિ લાભ હોઈ શકે છે.
શું તમે જાણો છો કે વયસ્ક વ્યક્તિના ચહેરા પર દેખાતા કેટલાક સંકેત ગંભીર આરોગ્ય સમસ્યા તરફ ઈશારો કરે છે? જેમ કે, આંખોની નીચે સતત સોજો હાઇપર થાઇરોડિઝમ કે કિડનીની સમસ્યાનો સંકેત હોઇ શકે છે. કિડની સારી રીતે કામ ન કરતી હોય તો શરીરનાં તરલ પદાર્થ એકત્રિત થવા લાગે છે, જેના કારણે આ સોજો આવે છે. આ જ રીતે ફાટેલા હોઠ, ખાસ કરીને મોઢાના ખૂણા પર, વિટામિનની ઉણપનો સંકેત હોઇ શકે છે. જ્યારે આંખોની નીચે કાળા કુંડાળા બનવા એ ઊંઘનો અભાવ કે તમારા શરીરમાં પોષણની ઉણપનો સંકેત હોઇ શકે છે. ચહેરા પરના અન્ય સંકેતોને પણ ઓળખીને યોગ્ય સમયે ઇલાજ કરી લેવામાં આવે તો આરોગ્ય સંબંધિત ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે.
સ્ટ્રેસ (તણાવ)માં સૌથી પહેલી સલાહ સામાન્યએ જ હોય છે કે ઊંડો શ્વાસ લો. હાર્વર્ડ હેલ્થના અનુસાર જો શ્વાસોને નિયંત્રિત રીતે લેવામાં આવે તો તેનાથી માનસિક અને શારીરિક આરોગ્યના અનેક ફાયદા થાય છે. જો એક મિનિટમાં માત્ર 6 વાર શ્વાસ લેવામાં આવે તો તે શરીરને ઝડપથી શાંત થવામાં મદદ કરે છે. યુવાન વ્યક્તિ એક મિનિટમાં 12થી 16વાર શ્વાસ લે છે.
સ્ટ્રોક વિશ્વભરમાં 100 મિલિયનથી વધુ લોકોને અસર કરે છે અને દર વર્ષે આશરે 6.7 મિલિયન લોકો સ્ટ્રોકથી મોતને ભેટે છે. કોઈ વ્યક્તિના સ્ટ્રોકના જોખમને જાણવા રક્ત પરીક્ષણ, અલ્ટ્રાસાઉન્ડ સ્કેન્સ કે MRIજેવી પ્રોસીજર્સ ઉપયોગમાં લેવાય છે જે સામાન્યપણે ભારે ખર્ચાળ, વધુ સમય લેનારી અને વાઢકાપ સાથેની હોઈ શકે છે.
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં 40 વર્ષ વયની વ્યક્તિ ઈતિહાસ રચ્યો છે. આ વ્યક્તિના શરીરમાં કૃત્રિમ હૃદય બેસાડાયું છે અને તે કૃત્રિમ હૃદય સાથે 100 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ હવે ઘરે પહોંચ્યો છે. એડવાન્સ્ડ હાર્ટ ફેઇલ્યોર બાદ આ પ્રકારના કૃત્રિમ હૃદયનું ઇમ્પ્લાન્ટ કરાવનાર વિશ્વમાં આ માત્ર છઠ્ઠી વ્યક્તિ છે. ગયા વર્ષે અમેરિકામાં પાંચ કૃત્રિમ હાર્ટ ઇમ્પ્લાન્ટ કરાયા હતા.
દરરોજ અખબારોમાં, રેડિયોમાં કે ટીવી પર જાતભાતની જાહેરખબર જોવા મળે છે, જેમાં જણાવાયું હોય છે કે ‘શું આપને આપના રોજિંદા ખોરાકમાંથી ફલાણાં-ઢીંકણા વિટામિન્સ કે મિનરલ્સ કે પોષકતત્વો પૂરતાં પ્રમાણમાં મળી રહે છે?’ આ પછી જાહેરાત આપનારાએ જ જવાબમાં સમજાવ્યું હોય છે કે તમે ગમેતેટલી કાળજી લો તમારા ભોજનમાં આ ફલાણાં-ઢીંકણા પોષકતત્વોનો અભાવ રહેવાનો જ છે, આ માટે તમારે (અમારી બ્રાન્ડના) ફલાણાં-ઢીંકણા વિટામિન્સ સપ્લિમેન્ટ્સનું સેવન કરવું જોઇએ જેથી તમારા શરીરને જરૂરી કે મિનરલ્સ કે પોષકતત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે. તમારા તન-મનના વિકાસ માટે, સારા સ્વાસ્થય માટે આ જરૂરી છે, નહીં તો શરીરને નુકસન થઇ શકે છે વગેરે વગેરે...
સ્ટ્રેસ (તણાવ)માં સૌથી પહેલી સલાહ સામાન્યએ જ હોય છે કે ઊંડો શ્વાસ લો. હાર્વર્ડ હેલ્થના અનુસાર જો શ્વાસોને નિયંત્રિત રીતે લેવામાં આવે તો તેનાથી માનસિક અને શારીરિક આરોગ્યના અનેક ફાયદા થાય છે. જો એક મિનિટમાં માત્ર 6 વાર શ્વાસ લેવામાં આવે તો તે શરીરને ઝડપથી શાંત થવામાં મદદ કરે છે. યુવાન વ્યક્તિ એક મિનિટમાં 12થી 16વાર શ્વાસ લે છે.
