હેલ્ધી લાઈફસ્ટાઈલ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી લઇને નાનીમોટી અનેક બીમારીઓનું જોખમ ઘટાડે છે. તમારું ભોજન, તમારા મિત્રો, સ્ટ્રેસને મેનેજ કરવાની ક્ષમતા લાઈફસ્ટાઈલનો ભાગ છે. હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે ક્યા પાંચ પરિબળો તમારે અપનાવવા જોઇએ તે માટે માટે વાંચો આગળ... તમે પણ સારી જીવનશૈલી અપનાવીને સદાબહાર સ્વાસ્થ્ય મેળવી શકો છો...
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
આજના ટેક્નોલોજીના યુગમાં ડિજિટલ સ્ક્રીન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. ઓફિસમાં ખંતથી કામ કરવું હોય, ફ્રી ટાઈમમાં સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવું હોય કે પછી મૂવી નાઇટ માણવી હોય, આપણું ધ્યાન સ્કીન પર કેન્દ્રિત રહે છે. સ્ક્રીનના આ લાંબા સમયના સંપર્કથી ઘણી વાર માથાનો દુખાવો અને આંખોમાં દુખાવો કે બળતરા થાય છે. ચાલો જાણીએ કે તમે આ ડિજિટલ દુનિયામાં તમારી આંખો પરનું દબાણ કેવી રીતે ઓછું કરી શકો છો...
માનવીના મગજનો તાગ મેળવવો મુશ્કેલ છે. તે કોમ્પ્યુટરને પણ મહાત કરી શકે છે. જોકે, વિચારોના પ્રોસેસિંગમાં તે ધીમું પડે છે. કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ વાંચન, લેખન અને રુબિક્સ ક્યૂબનો કોયડો ઉકેલવા જેવી વિચારપ્રક્રિયા દરમિયાન માનવ વર્તણૂકના ડેટાને તપાસી સચેત મગજમાં વિચારની ઝડપનું મૂલ્યાંકન કર્યું હતું.
હૃદય એટલે કે હાર્ટ શરીરનું સૌથી કોમળ અને મહત્વપૂર્ણ અંગ છે, જેના વિશે એક નવા અભ્યાસમાં કહ્યું છે કે હૃદય પાસે પોતાનું મગજ હોય છે. સ્વીડનની કેરોલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટ અને અમેરિકાના કોલંબિયા યુનિવર્સિટીના સ્ટડીમાં જાણવા મળે છે કે હૃદયનું એક નાનકડું મગજ હોય છે. તેનું પોતાનું તંત્રિકા તંત્ર હોય છે, જે દિલના ધબકારાને નિયંત્રિત કરે છે. કેરોલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટના ન્યૂરો-સાયન્સ વિભાગના ચીફ રિસર્ચર કોન્સ્ટેન્ટિનોસ એમ્પેડ્જસે કહ્યું કે આ ‘નાના મગજ’ની હૃદયના ધબકારા જાળવી રાખવામાં અને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા હોય છે.
કલ્પના કરો કે જ્યારે એક બીજને કોઈ ફળદ્રુપ જમીનમાં વાવવામાં આવે, પરંતુ તેને હવા કે પાણી ન મળે તો શું થશે? તે ઉગી તો જશે પરંતુ તેનો વિકાસ તંદુરસ્ત નહીં હોય. તન-મનનું પણ આવું જ છે. આરામદાયક જીવન (કમ્ફર્ટ ઝોન) સુરક્ષિત તો લાગે છે. પરંતુ તે આપણા વ્યક્તિગત વિકાસ અને તંદુરસ્તીને ધીમા પાડી દે છે. પડકારજનક પરિસ્થિતિઓ અને ગતિવિધિઓ આપણને નવું કૌશલ્ય શીખવાડવાની સાથે શારીરિક - માનસિક અને ભાવનાત્મક તંદુરસ્તીને મજબૂત બનાવે છે.
માનવીના મગજનો તાગ મેળવવો મુશ્કેલ છે. તે કોમ્પ્યુટરને પણ મહાત કરી શકે છે. જોકે, વિચારોના પ્રોસેસિંગમાં તે ધીમું પડે છે. કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ વાંચન, લેખન અને રુબિક્સ ક્યૂબનો કોયડો ઉકેલવા જેવી વિચારપ્રક્રિયા દરમિયાન માનવ વર્તણૂકના ડેટાને તપાસી સચેત મગજમાં વિચારની ઝડપનું મૂલ્યાંકન કર્યું હતું.
હૃદય એટલે કે હાર્ટ શરીરનું સૌથી કોમળ અને મહત્વપૂર્ણ અંગ છે, જેના વિશે એક નવા અભ્યાસમાં કહ્યું છે કે હૃદય પાસે પોતાનું મગજ હોય છે. સ્વીડનની કેરોલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટ અને અમેરિકાના કોલંબિયા યુનિવર્સિટીના સ્ટડીમાં જાણવા મળે છે કે હૃદયનું એક નાનકડું મગજ હોય છે.
શું તમને પૂરતી ઊંઘ લીધા બાદ પણ થાક લાગે છે? સતત આવું થવું નિરાશાજનક હોઈ શકે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સ્લીપ મેડિસિન એક્સપર્ટ ડો. શૈનન સુલિવન અનુસાર આ થાકનું કારણ જાણવું જરૂરી છે. તેના માટે ઊંઘની પેટર્ન, દવા અથવા આરોગ્ય માટેની કેટલીક સ્થિતિ પણ કારણ હોઈ શકે છે. ડો. શૈનનના મતે લાંબા સમય સુધી થાક હવે સામાન્ય થઈ ચૂક્યો છે. થાકના સ્રોતની ઓળખ તેમજ તેની સારવારની આગવી રીત છે. જે તમને વધુ સારો અહેસાસ કરાવે છે. થાક-સુસ્તીની સમસ્યા અને તેના ઉકેલ અંગે આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ.
સ્માર્ટફોન અને ટેક્નોલોજીના આ જમાનામાં લોકો ડિજિટલ ડિટોક્સ લઈ રહ્યા છે. જેમાં લોકો મર્યાદિત સમય માટે સોશિયલ મીડિયાથી દૂરી બનાવે છે, પણ એક્સપર્ટ્સ કહે છે કે આટલું માત્ર કરીને સોશિયલ મીડિયાની આદતથી છૂટવું સહેલું નથી. સોશિયલ મીડિયાની આ માયાજાળમાંથી બહાર નીકળવા માટે આપણે બીજો કોઈ રસ્તો શોધવો પડશે.
આરોગ્ય વિજ્ઞાનના ક્ષેત્રમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધી રહ્યો છે. ડોક્ટરો ટુંક સમયમાં જ MRI ઈમેજીસમાં બ્રેઈન ટ્યુમર્સનું નિશ્ચિત સ્થાન જાણવા AIનો ઉપયોગ કરતા થઈ જશે. અત્યાર સુધી બ્રેઈન ટ્યુમર્સનાં 150થી વધુ પ્રકાર ઓળખી લેવાયાં છે અને બધાં ટ્યુમર્સ બ્રેઈન કેન્સરમાં પરિણમતા નથી છતાં, તેમના સ્થાન મગજમાં હોવાના કારણે તેઓ જોખમી બની શકે છે.
