સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    હાડકાંને સ્વસ્થ-તંદુરસ્ત રાખ

    હાડકાં અને સાંધાઓની તંદુરસ્તી સંપૂર્ણ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. જોકે મોટા ભાગના લોકો તેના પર પૂરતું ધ્યાન આપતા નથી. યુનિવર્સિટી ઓફ ટેક્સાસના ઓર્થોપેડિક સર્જન ડો. ડેવિડ શો કહે છે કે કિશોરાવસ્થા પછી હાડકાંની ઘનતા ઓછી થવા લાગે છે. આનાથી ઓસ્ટિયોપોરોસિસ અને ફ્રેક્ચરનું જોખમ વધે છે. આવું થાય ત્યારે તેને સક્રિય કરી શકાતું નથી. વ્યક્તિ આવન-જાવન કે વર્કઆઉટ પણ કરી શકતી નથી. અને ધીમે ધીમે હૃદયની તંદુરસ્તી અને મેટાબોલીઝમ બગડવા લાગે છે.

    દૂધ અને કેલ્શિયમથી ભરપૂર ખોરા

    વિશ્વભરમાં અનેક પ્રકારના કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. વર્ષ 2022માં આશરે 1.9 મિલિયન લોકોને કોલોરેક્ટલ અથવા આંતરડાનાં કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતું જે તેને સૌથી સામાન્ય કેન્સરોમાં ત્રીજો ક્રમ આપે છે. બોવેલ કેન્સર યુકે ખાતે રિસર્ચ એન્ડ એક્સ્ટર્નલ એફેર્સ ડાયરેક્ટર લિસા વિલ્ડે PhDના જણાવ્યા મુજબ યુકેમાં દર 12 મિનિટે એક વ્યક્તિને આંતરડાના કેન્સરનું નિદાન થાય છે જેનાથી તે દેશમાં ચોથા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર બન્યું છે.

    હેલ્થ ટિપ્સઃ રાત્રે સૂતાં પહે

    ભારતીય રસોડામાં વપરાતી એલચી વર્ષોથી તેના સ્વાદ અને સ્વાસ્થ્ય લાભ માટે જાણીતી છે. એલચી ભોજન અને મીઠાઈનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યને પણ જબરદસ્ત ફાયદા કરે છે. એલચી એવો મસાલો છે જે તેની સુગંધ સાથે સ્વાસ્થ્યવર્ધક ફાયદા માટે જાણીતો છે. એલચી મેટાબોલિઝમને સક્રિય કરે છે. એલચીના નાનકડા બીમાં જે ગુણ હોય છે તે શરીરને મોટા ફાયદા કરે છે. રાત્રે સૂતાં પહેલા જો બે એલચી ચાવીને ખાવાથી શરીરને અનેક લાભ થાય છે. તો ચાલો જાણીએ એલચીના ફાયદા...

    પુરુષોએ પ્રોસ્ટેટ કેન્સરના વ

    યુકેમાં પ્રોસ્ટેટ કેન્સરે સૌથી સામાન્ય કેન્સર તરીકે બ્રેસ્ટ કેન્સરનું સ્થાન છીનવી લીધું છે. ઈમ્પિરિયલ કોલેજ લંડનમાં યુરોલોજીના વડા અને વિશ્વમાં પ્રોસ્ટેટ કેન્સરના સંશોધનમાં પ્રખ્યાત પ્રોફેસર હાશિમ અહમદના જણવ્યા અનુસાર વેળાસર નિદાન થાય તો સાધ્ય ગણાતા પ્રોસ્ટેટ કેન્સરથી યુકેમાં દર વર્ષે આશરે 12000થી વધુ લોકોના મોત થાય છે. વર્ષ 2023માં 55,000 લોકોને આ કેન્સર હોવાનું નિદાન કરાયું હતું તેની પાછળ કોવિડના ગાળામાં સૌથી ઓછાં નિદાન તેમજ મહામારી પછી NHS ઈંગ્લેન્ડ અને પ્રોસ્ટેટ કેન્સર યુકે દ્વારા અત્યંત સફળ અભિયાન કારણભૂત છે. તેઓ કહે છે કે પ્રોસ્ટેટ કેન્સરનો વિચાર પણ ન કરવો, તેની ચર્ચાને પણ અવગણવી તે પુરુષોની સૌથી મોટી ભૂલ છે. પુરુષોએ તેના વિશે સક્રિયપણે વિચારવું જોઈએ અને GP પાસે જઈ પ્રોસ્ટેટ કેન્સર માટે ટેસ્ટ કરાવવાના નિર્ણયમાં આગળ વધવું જોઈએ.

    શું તમે જાણો છો કે મોટા ભાગના કિસ્સામાં બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાનું કારણ અયોગ્ય ખાનપાન છે? આપણે સહુ જાણીએ છે કે શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે. ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ.

    પેટના બેક્ટેરિયા એંક્ઝાઈટીની...

    વિશ્વમાં આશરે 4 ટકા લોકો એંક્ઝાઈટી ડિસઓર્ડર અથવા તો કોઈ પણ બાબતે ચિંતાગ્રસ્ત થનારા લોકો રહે છે. આ એક માનસિક આરોગ્ય સમસ્યા છે જેની સારવાર વાતચીત થેરાપી, લાઈફસ્ટાઈલમાં બદલાવ અને દવાઓ થકી કરાય છે. એંક્ઝાઈટીની સારવાર માટે હાલ ઉપયોગમાં લેવાતા ઔષધો બધાને કામ લાગતા નથી.

    ભોજનને હંમેશા આનંદ સાથે જમો, મ

    શરીર પર જોવા મળતા સોજા માટે અનેકવિધ કારણો જવાબદાર હોય છે, પણ આનું એક મહત્ત્વનું કારણ નકારાત્મક ભાવના પણ છે. લાંબા ગાળે આ જ કારણ નાનીમોટી બીમારી નોંતરે છે. ફંક્શનલ મેડિકલ એક્સપર્ટ અને હોલિવૂડ સેલિબ્રિટી એડવાઈઝર ડો. વિલ કોલના અનુસાર ગર્ભાવસ્થા દરમિયાન આપણા આંતરડા અને મગજ બન્ને ભ્રૂણમાં એક જ પેશીમાંથી બને છે અને તે ગટ-બ્રેન એક્સિસના માધ્યમથી આજીવન જોડાયેલા રહે છે. 

    હેલ્થ ટિપ્સઃ આ બીમારીથી પીડાત

    દહીંનો ઉપયોગ ભારતીય ઘરોમાં લગભગ રોજ થતો હોય છે. દહીંમાં વિટામીન-બી, વિટામીન બી12, પોટેશિયમ, મેગ્નેશિયમ ભરપૂર હોય છે. તેના નિયમિત સેવનથી સ્વાસ્થ્યને અદ્ભૂત ફાયદા થાય છે. રોજ એક વાટકી દહીં ખાવાથી શરીર અને સ્કીન બન્નેને ફાયદો થાય છે. જોકે દહીં શરીર માટે ફાયદાકારક હોવા છતાં કેટલાક માટે હાનિકારક સાબિત થઈ શકે છે. અમુક તકલીફ સમયે દહીંના સેવનથી પાચન સહિતની તકલીફો થઈ શકે છે. તો ચાલો, જાણીએ કોણે દહીંનું સેવન ટાળવું જોઈએ.

    વય વધવા સાથે કોષો પણ શક્તિ ગુમ

    આપણા શરીરમાં દરેક કોષ તેની કામગીરી કરવા માટે NAD (Nicotinamide Adenine Dinucleotide ) નામે ઓળખાતા મહત્ત્વના મોલેક્યુલ પર આધાર રાખે છે. નોર્વેની યુનિવર્સિટી ઓફ બર્જેનના વિજ્ઞાનીઓએ તાજેતરમાં શોધી કાઢ્યું છે કે આપણા સેલ્યુલર પાવરહાઉસીસ ગણાતા માઈટોકોન્ડ્રીઆ (mitochondria) આ મહત્ત્વના ઊર્જાસ્રોતના ભંડાર તરીકે કાર્ય કરે છે. જોકે, આપણી વય વધવા સાથે આ ભંડાર પણ ખાલી થવા લાગે છે. 

    સવારે 45 મિનિટ તાજી હવામાં વિતા

    દુનિયાભરમાં ફેફસાંના કેન્સરના કેસ સતત વધી રહ્યા છે. ઇંડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના અંદાજ અનુસાર એક દસકામાં ફેફસાંના કેન્સરના કેસમાં સાત ગણો વધારો થયો છે. આટલું જ નહીં, દુનિયાભરમાં કેન્સર સાથે સંબંધિત મૃત્યુનું મુખ્ય કારણ ફેફસાંનું કેન્સર જ છે. આ માટે સ્મોકિંગ અને તમાકુના સેવન ઉપરાંત અન્ય કારણો પણ જવાબદાર છે. 2019ના આવેલા એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં ફેફસાંના કેન્સરથી મરનારા લોકોમાં ત્રણ લાખ નોન-સ્મોકર હતા. આનું કારણ તપાસતાં ખબર પડી કે ફેફસાંના કેન્સર માટે પ્રદૂષણ પણ મોટું કારણ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ફેફસાંના કેન્સર સાથે જોડાયેલા 45 ટકા કેસ ત્યારે સામે આવે છે જ્યારે તે આખા શરીરમાં ફેલાઈ જાય છે. પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતીયોને આ બીમારી લગભગ 10 વર્ષ વહેલી આવે છે.