સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    સ્માર્ટવોચ અને ફિટનેસ ટ્રેકર

    આજકાલ સ્માર્ટવોચ અને ફિટનેસ ટ્રેકર્સ પહેરવાનો વાયરો વાયો છે. આમાં કશું જ ખોટું નથી કારણકે તેનાથી સમય અને આપણા આરોગ્યની સંભાળ બરાબર લેવાય છે કે નહિ તેની જાણકારી મળે છે. 

    હેલ્થ ટિપ્સઃ બાળકોને શાંત કરવ

    કેટલીક વખત બાળકો રડે છે ત્યારે પેરેન્ટસ તેમને શાંત કરવા માટે મોબાઇલ અથવા તો ટેબ્લેટ પકડાવી દે છે. આના કારણે બાળકો શાંત તો તરત થઇ જાય છે પરંતુ ભવિષ્યમાં આનાં ગંભીર પરિણામો સામે આવી શકે છે. હકીકતમાં નવ વર્ષની વય પૂર્ણ થયા બાદ આ પ્રકારનાં બાળકો જ્યારે બહારના સમાજનાં અન્ય બાળકોની સાથે સંપર્કમાં આવે છે ત્યારે વધારે સ્ક્રીન ટાઈમની ટેવના લીધે બીજા સાથે જલદી મિત્રતા કરી શકતાં નથી.

    એલર્જીના સંકેતો ઓળખો અને તેને...

    ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીના ત્રણ મહિના એલર્જીની સીઝન કહેવાય છે. સામાન્યપણે જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ કેટલાક બિનહાનિકારક પદાર્થોને ખતરો સમજીને પ્રતિક્રિયા આપે છે તેના પરિણામે એલર્જી થાય છે. આ મહિનામાં એલર્જી વધુ થવાનું કારણ પરાગરજની માત્રા વધુ હોય છે. શરીર તેને હાનિકારક તત્વ સમજે છે. રોગપ્રતિકારક શક્તિ લડવા માટે હિસ્ટમાઇન નામનું કેમિકલ રિલીઝ કરે છે. તે ઉપરાંત ધૂળના કણો ફૂગ પ્રદૂષણ, પાલતુ જાનવરોના સંપર્કમાં આવવાથી પણ આપણી ઇમ્યુન સિસ્ટમ આ રીતે જ પ્રતિક્રિયા આપે છે. આજે જાણીએ કે ક્યા અંગોમાં એલર્જીના લક્ષણ જોવા મળી શકે છે અને તેની સારવાર શું છે? આપણા શરીરમાં આ રીતે એલર્જીના લક્ષણો નજરે પડે છે.

    એનર્જી ડ્રિન્ક્સ તમારી ઊંઘ હર

    આજકાલ લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં એનર્જી ડ્રિન્ક્સ પીવાનો વાવર છે. આ ડ્રિન્ક્સના સેવનથી એનર્જી કે તાકાત મળે છે કે કેમ તે અલગ ચર્ચાનો વિષય છે પરંતુ, તેનાથી તેમની ઊંઘ હરામ થાય છે તે નિશ્ચિત છે. ‘BMJ ઓપન’ જર્નલમાં પ્રસિદ્ધ નોર્વેજિયન અભ્યાસ અનુસાર એનર્જી ડ્રિન્ક્સ પીવાથી ઊંઘની ક્વોલિટી બગડે છે.

    નિયમિત મેડિકલ ટેસ્ટથી ડાયાબિ

    દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. આ સંજોગોમાં 20 વર્ષની ઉમરને માઈલ સ્ટોન ગણીને દર 10 વર્ષે સમયાંતરે કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવી લેવામાં આવે તો ભવિષ્યમાં કેન્સર, ડાયાબિટીસ, હાર્ટએટેક જેવી બીમારીઓથી બચી શકાય છે કે તેનો ખતરો ઘટાડી શકાય છે.

    હેલ્થ ટિપ્સઃ એકલવાયાપણુંઃ મદ

    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક ફોર્મ્યુલા નથી, જે દરેક પર એક સમાન રીતે લાગુ થાય.

    સુગર અને અનિદ્રાની સમસ્યા પણ દ...

    ડેન્ટિસ્ટનું કામ માત્ર દાંતોની સારવાર કરવાનું જ હોવાની સામાન્ય માન્યતા છે. પરંતુ હકીકત એ છે કે ડેન્ટિસ્ટ જરૂરી ચેકઅપ બાદ માત્ર મોં જ નહીં, પરંતુ અન્ય બીમારીઓ અંગે પણ તમને એલર્ટ કરી શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર 100થી વધુ બીમારીઓ એવી છે, જેના લક્ષણો સૌથી પહેલા મોમાં જોવા મળે છે. ડેન્ટિસ્ટ દાંતો, પેઢા, જીભ, તાળવું, હોંઠ, જડબું, ચહેરો અને ગરદનની તપાસથી શરીરની અન્ય સમસ્યાઓ અંગે પણ જાણી શકે છે. 

    હેલ્થ ટિપ્સઃ સપ્તાહમાં માત્ર

    શરીરને ચુસ્ત-દુરસ્ત રાખવા માટે લોકો દરરોજ કસરત કરે છે પરંતુ ‘વીકએન્ડ વોરિયર્સ’ને પણ તેટલો જ ફાયદો મળી શકે છે જેટલો રોજ કસરતવાળો લોકોને મળે છે. વીકએન્ડ વોરિયર્સ એવા લોકો છે જેઓ અઠવાડિયામાં 1-2 દિવસ કસરત કરે છે (જેમ કે, શનિવાર-રવિવાર). જાપાનમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ કસરત કરવાથી હૃદયની હેલ્થ સ્વસ્થ રહે છે. એકંદરે વીકએન્ડ વોરિયર્સ 200થી વધુ રોગોના જોખમને ઘટાડી શકે છે. આવો, આજે જાણીએ તેના વિશે.

    ચ્યૂઇંગમ ચાવનારા પેટમાં માઈક

    શું તમે પણ ચ્યૂઇંગમ ચાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ચોંકાવનારું તારણ આપ્યું છે કે ચ્યૂઈંગમ ચાવવાથી આપણા મોંઢામાં ખુબ જ નાના પ્લાસ્ટિકના કણ અથવા માઈક્રોપ્લાસ્ટિક જાય છે. તે ચ્યૂઇંગમના ગમમાંથી નીકળીને લાળની સાથે ભળીને સીધી પેટમાં પહોંચે છે.

    ઉંમરના એક પડાવ પછી સારી ઊંઘ મા

    સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી નથી. માત્ર 2 ટકા લોકો જ એવા છે જે 8થી 10 કલાકની ઊંઘ લે છે. આ નિષ્કર્ષ ત્રણ વર્ષ સુધી 39 હજાર લોકો પર કરાયેલા સંશોધનમાં જોવા મળ્યો છે. વાસ્તવિક્તા એ છે કે યુવાન વ્યક્તિએ ઓછામાં ઓછા 7 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. સારી ઊંઘ માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે, ઊંમર મુજબ કેટલી ઊંઘ જોઈએ. તેના અવરોધોને કેવી રીતે દૂર કરી શકાય.