બપોરની થોડીક વારની ઊંઘ બાળકોમાં ખુશાલી લાવવામાં તેમ જ તેમનું વર્તન અને શૈક્ષણિક દેખાવ સુધારવામાં મદદરૂપ થાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ ગ્રેડ - ૪, ૫ અને ૬નાં ૧૦થી ૧૨ વર્ષની વયના ૩૦૦૦ જેટલા બાળકો પર આ અભ્યાસ કર્યો હતો.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
કૂતરાં અને બિલાડી પાળવાનો શોખ ધરાવનારા લોકો પર આરોગ્યનું જોખમ થઈ શકે છે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જણાયું કે પાલતુ પશુ (પેટ્સ) રાખનારા લોકોને આંતરડાની બીમારી ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ થવાની શક્યતા વધુ છે. આ બીમારીમાં વ્યક્તિને પેટમાં દર્દ, ઉચાટ, મોશનમાં મુશ્કેલી અને ઝાડાની સમસ્યા હોઈ શકે છે. પેટ લવર્સને આ બીમારીનો ભોગ બનવાની સંભાવના સામાન્ય લોકો કરતાં દોઢ ગણી વધુ હોય છે. અમેરિકાની ઇસ્ટ ટેનેસી સ્ટેટ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ ૨,૮૮૩ દર્દીઓના મેડિકલ રેકોર્ડનો અભ્યાસ કર્યા બાદ આ તારણ કાઢ્યું છે.
અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ હેલ્થ ઇન્સ્યોરન્સના રાષ્ટ્રવ્યાપી ડેટાનો અભ્યાસ કર્યા બાદ તારણ રજૂ કર્યું છે કે જે બાળકોને પેટના ફ્લૂની રોટાવાઇરસ રસી મૂકાય છે તેમને ભવિષ્યમાં ટાઇપ-૧ ડાયાબિટીસ થવાની સંભાવના ઘણી ઘટી જાય છે.
શીતળાની સારવારમાં ઉપયોગી ઘરગથ્થુ ઉપચાર
વૃદ્ધાવસ્થામાં પ્રવેશેલા દરેક લોકો માટે સાંભળવાની સમસ્યા ઘણી સામાન્ય છે. ઉંમર વધતી જાય તેમ શ્રવણશક્તિમાં ધીમે ધીમે ઘટાડો થતો રહે તે અનિવાર્ય ગણાય છે. ઘણાં લોકો ધીમે ધીમે સંભળાવાનું ઓછું થાય તેની ફરિયાદ કરતા નથી અને સામસામે અથવા ટેલિફોન પર વાતચીત સારી રીતે કરતા રહે છે. આવી બહેરાશ શરૂ થવાની વય પણ અલગ અલગ હોઈ શકે છે. જોકે, એક અંદાજ અનુસાર ૬૫ વર્ષથી વધુ વયના ઓછામાં ઓછાં ૩૦ ટકા કે વધુ લોકોને હીઅરિંગ એઈડ (શ્રવણયંત્ર)ની જરૂર પડે તેવી બહેરાશ આવે છે અને ૮૦ વર્ષથી વધુ વયના આશરે ૫૦ ટકા લોકોને સાંભળવા અને વાતચીત કરવાની નોંધપાત્ર સમસ્યા થાય છે. બહેરાશ વૃદ્ધાવસ્થામાં જણાતી સૌથી સામાન્ય અક્ષમતાઓમાં એક છે.
તમારા સુંદર દેખાતાં દાંતનાં મૂળિયા અંદરથી ઢીલાં પડી ગયાં હોય ને પેઢાંમાં દુખાવો થતો હોય તો ચેતજો; કારણ કે તમને પાયોરિયા નામનો પેઢાંનો ગંભીર રોગ હોઈ શકે છે. આજકાલ યુવાવર્ગમાં વિશેષ જોવા મળતા આ રોગમાં દુખાવા વિના અચાનક દાંત પડી જાય છે.
ધૂમ્રપાન કરતા લોકોની તુલનાએ સ્થૂળતાથી પીડાતા લોકોમાં કેન્સરનું જોખમ વધારે હોય છે. આ દાવો કેન્સર રિસર્ચ યુકેના અભ્યાસમાં કરવામાં આવ્યો છે. વિજ્ઞાનીઓના મતે મેદસ્વીતાથી ૧૩ પ્રકારના કેન્સર થઈ શકે છે.
ઘણાં લોકોને અચાનક કોઇ કારણ વગર પેટમાં દુઃખાવો થતો હોય છે. ભૂખ ઓછી લાગતી હોય છે. અથવા તો જમ્યા બાદ લિવરના ભાગમાં દુખાવો થતો હોય છે. જો આવું થતું હોય તો ચેતવા જેવું છે. લિવર પેટમાં ડાબી તરફ પાંસળીઓની અંદરની તરફ હોય છે. તેની બાજુમાં જ ડાયફ્રામ હોય છે જે છાતી અને પેટના ભાગને અલગ કરે છે. લિવરનું વજન એકથી સવા કિલો જેટલું હોય છે. પુરુષોની સરખામણીએ મહિલાઓનું લિવર દસથી પંદર ટકા નાનું હોય છે.
કૂતરું કરડે તો તમે દાદીમાનું આ વૈદું અજમાવી શકો છો...
સંચળ પણ એક પ્રકારનું સોલ્ટ જ છે, પરંતુ એ સોલ્ટ કરતાં ઓછી તકલીફ આપે છે અને એના ખાસ રાસાયણિક બંધારણને કારણે નમક જેવી હાનિથી બચી શકાય છે. સંચળ અને સફેદ મીઠા બન્નેમાં સોડિયમ હોય છે, પણ સૌથી મહત્વની વાત એ કે સંચળમાં સોડિયમની માત્રા ઘણી ઓછી હોય છે. એને કારણે બ્લડપ્રેશર, કિડનીની તકલીફ ધરાવતા લોકો માટે નમકના બદલે સંચળ વાપરવું વધુ હિતકર છે. જેમને ખૂબ પસીનો થતો હોય અને ગરમીમાં હૃદયના ધબકારા વધી જતા હોય તેમને માટે સંચળ ઇઝ બેટર ઓપ્શન. માત્ર જેમને થાઇરોઇડની તકલીફ હોય એવા લોકો માટે સંચળ કરતાં આયોડાઈઝ્ડ નમક બહેતર ગણાય.
