સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    હેલ્થ ટિપ્સઃ શરીરને સ્વચ્છ રા

    મનુષ્યના શરીરમાં ૬૦થી ૬૫ ટકા પાણી હોય છે. તમારે ૨૪ કલાકમાં ૧૦થી ૧૨ ગ્લાસ એટલે કે અઢીથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ જ. હા વધારે પીઓ તો ચોક્કસ નુકસાન થાય. પૂરતું પાણી શા માટે પીવું જોઇએ? 

    ૧૧ વર્ષ પથારીમાં રહ્યાો, ડોક્ટ...

    અમેરિકામાં ૧૧ વર્ષ સુધી પથારી પર પડ્યા પડ્યા પોતાની જ સારવાર કરી હોવાનો એક વિદ્યાર્થીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. તમામ ડોક્ટરોએ તેની સારવાર કરવાથી હાથ ઊંચા કરી લીધા તો આ યુવાને પોતે જ મેડિકલ રિસર્ચ વાંચી વાંચીને પોતાનું ઓપરેશન કરાવ્યું અને સાજો પણ થઈ ગયો.

    લોકો ફેશન માટે શરીરના વિવિધ ભાગ પર ટેટુ ચિતરાવે છે, પરંતુ વૈજ્ઞાનિકોએ એવું ઇ ટેટુ વિકસાવ્યું છે, જે વ્યક્તિને હાર્ટ એટક અંગે ચેતવણી આપશે. સાથોસાથ હાર્ટ એટેક સંબંધિત તમામ પાસાંઓ પર પણ નજર રાખશે. આ અનોખા ઇ ટેટૂને અમેરિકાની ટેકસાસ યૂનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કર્યું છે. જે ઇસીજી (ઇલેકટ્રો કાર્ડિયોગ્રામ) અને એસસીજી (સીજમો કાર્ડિયોગ્રાફી)ને સ્કેન કરીને વ્યક્તિના હૃદય અંગેનો ડેટા તૈયાર કરશે, જેનાથી તાત્કાલિક સારવાર માટે પણ મદદ મળશે.

    બાળપણમાં બુલિંગ એટલે કે બદમાશીનો ભોગ બનેલા યુવાઓના ડિપ્રેશનમાં જવાનું જોખમ વધારે રહે છે. એક તબીબી અભ્યાસમાં આ વાત જાણવા મળી છે. સંશોધકો માને છે કે આ યુવાઓમાં ડિપ્રેશનનું કારણ આનુવંશિક (જીનેટિક) પણ હોઈ શકે છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ શોધમાં ૩૩૨૫ ટીનેજરને સામેલ કર્યા હતા અને તેમને અપાયેલા પ્રશ્નોના જવાબોના આધારે તેમના મૂડ અને ભાવનાઓને સમજ્યા હતા. 

    હીઅરિંગ એઈડથી ફાયદો છતાં ઓછાં...

    એક સંશોધન અનુસાર પાછલી જિંદગીમાં હીઅરિંગ એઈડ (શ્રવણયંત્ર)નો ઉપયોગ મગજને વૃદ્ધ થવાનું મંદ બનાવે અને ડિમેન્શિયા-સ્મૃતિભ્રંશ સામે રક્ષણ આપે છે. સંશોધનના તારણો જણાવે છે કે જે લોકો સાંભળવાની વયસંબંધી સમસ્યા માટે હીઅરિંગ એઈડનો ઉપયોગ કરે છે તેઓ શ્રવણયંત્રનો ઉપયોગ નહિ કરનારાની સરખામણીએ માનસિક કામગીરી વધુ સારી રીતે કરી શકે છે. શ્રવણયંત્ર લગાવનારાઓના મગજ તે લોકો સરેરાશ આઠ વર્ષ યુવાન હોય તે રીતે કામગીરી કરતા જણાય છે. 

    લોહીનું દુર્લભ D- ગ્રૂપ ધરાવતી

    સામાન્યપણે વિશ્વમાં લોકો આઠ પ્રકારના બ્લડ ગ્રૂપમાં વહેંચાયેલા હોય છે. જોકે, કોર્નવોલના પેન્ઝાન્સનાં બાવન વર્ષનાં રક્તદાતા સ્યૂ ઓલ્ડ્સ અતિ વિશિષ્ટD - (D dash) ગ્રૂપનું રક્ત ધરાવે છે, જે બ્રિટનમાં એક માત્ર તેમનાં શરીરમાં જ વહે છે. સમગ્ર વિશ્વમાં આ ગ્રૂપનું લોહી ધરાવતી ૧૧૦ વ્યક્તિ છે, અને તેમાંથી ૮૮ જાપાનમાં વસે છે. સ્યૂએ અત્યાર સુધીમાં ૪૬ વખત રક્તદાન કર્યું છે અને તેના થકી એક બાળકી સહિત અસંખ્ય લોકોને નવજીવન સાંપડ્યું છે.

    સુપરફૂડ્સ ખાઓ, સ્વસ્થ રહો...

    સુપરફૂડ્સ એટલે શરીર માટે લાભકારક એવા ખાદ્ય પદાર્થો જે પોષક દ્રવ્યો કે ફાયટોકેમિકલ તત્વોથી ભરપૂર હોય, જે ચોક્કસ પ્રકારના આરોગ્યપ્રદ લાભો ધરાવતો હોય, જેની કોઈ નકારાત્મક અસર શરીર પર ના થતી હોય અથવા તો ખૂબ ઓછી થતી હોય તેમ જ જે સેચ્યુરેટેડ ફેટ્સ જેવા નુકસાનકારક તત્વો ખૂબ ઓછા પ્રમાણમાં ધરાવતો હોય. આવો, આજે આપણે આવાં જ કેટલાંક સુપર ફૂડ્સ વિશે જાણીએ...

    હેલ્થ ટિપ્સઃ દેશી-વિદેશી મકાઈ

    ચોમાસામાં ભરપૂર ખવાતી દેશી - વિદેશી મકાઈ ખૂબ પૌષ્ટિક છે. તેમાં ફોસ્ફરસ, મેગેંનિઝ, કોપર, ઝિંક, આયર્ન અને સિલેનિયમ સારા પ્રમાણમાં છે. તેમાં થોડા પ્રમાણમાં પોટેશિયમ પણ છે. તદુપરાંત, વિટામિન - બી પણ સારા એવા પ્રમાણમાં હોય છે. પીળી (અમેરિકન) મકાઈમાં વિટામિન - એ ભરપૂર છે. તેમાં લ્યુટીન પણ છે, જે આંખો અને હૃદય માટે લાભકારક છે. મકાઈનો ઉપયોગ ભોજનમાં શાક તરીકે કરી શકાય, પણ એનો સૌથી વધુ ઉપયોગ કાં તો બપોરે નાસ્તામાં વધારે થાય છે, જેને આપણે પોપકોર્ન તરીકે પણ ઓળખીએ છીએ. જોકે એ ન ભૂલવું જોઇએ કે, આ પોપકોર્ન બનાવવામાં હંમેશા વધારે પડતા ચીઝ અને બટર વપરાય છે, જે ટાળવું જોઇએ.