સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    પ્રાર્થના તણાવ ઘટાડીને માનસિ

    વર્તમાન સમયે દિવસેને દિવસે લોકોમાં માનસિક તણાવ વધતો જાય છે. ભાગદોડભરી જિંદગી અને સામાજિક જીવનના કારણે સ્ટ્રેસમાં વધારો થાય છે જેની સીધી જ અસર માનસિક સ્વાસ્થ્ય પર થાય છે, જે ગંભીર બીમારીઓનું કારણ બને છે. આ સમયે હાલમાં થયેલા એક સંશોધનનું તારણ સૂચવે છે કે નિયમિત પ્રાર્થના કરવાથી માનસિક તણાવમાં ઘટાડો થાય છે એટલું જ નહીં, તે માનસિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. 

    બીપીની દવા આપવાની પદ્ધતિ બદલા

    યુકેમાં હાથ ધરાયેલા એક સર્વે અનુસાર બ્લડ પ્રેશરની દવા આપવાની રીત બદલવામાં આવે તો હજારો દર્દીને હાર્ટ એટેકથી બચાવી શકાય એમ છે. 

    બેબી ફૂડ પ્રોડક્ટ્સ સુગરનું ઊ

    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ બેબી ફૂડ પ્રોડક્ટ્સમાં વધારાની સુગર પર પ્રતિબંધ મૂકવા હાકલ કરી છે. સંગઠને ચેતવણી ઉચ્ચારી છે કે બેબી ફૂડ પ્રોડક્ટ્સ તૈયાર કરતી કંપનીઓ માતા-પિતાઓને ગેરમાર્ગે દોરી રહી છે અને ઉત્પાદનોમાં વધારાની સુગર ભેળવી રહી છે, જે આરોગ્ય માટે નુકસાનકારક છે. 

    આશાવાદી લોકો દીર્ઘાયુષી હોય છે

    જીવનની ઉજળી બાજુએ જોવું જોઈએ તે હંમેશા એક સારી સલાહ રહી છે. હવે તો સંશોધકો પણ કહે છે કે હકીકતમાં આ સલાહનું પાલન કરવાથી તે તમારા જીવનને દીર્ઘાયુષ બનાવવામાં મદદરૂપ થઈ શકે. અભ્યાસમાં અમેરિકી શિક્ષણવિદોને જણાયું હતું કે ખૂબ આશાવાદ સાથે જીવતા લોકોને ‘વિશિષ્ટ દીર્ઘાયુષ્ય’ પ્રાપ્ત થવાની વધુ શક્યતા રહે છે.

    બાળપણમાં બુલિંગ એટલે કે બદમાશીનો ભોગ બનેલા યુવાઓના ડિપ્રેશનમાં જવાનું જોખમ વધારે રહે છે. એક તબીબી અભ્યાસમાં આ વાત જાણવા મળી છે. સંશોધકો માને છે કે આ યુવાઓમાં ડિપ્રેશનનું કારણ આનુવંશિક (જીનેટિક) પણ હોઈ શકે છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ શોધમાં ૩૩૨૫ ટીનેજરને સામેલ કર્યા હતા અને તેમને અપાયેલા પ્રશ્નોના જવાબોના આધારે તેમના મૂડ અને ભાવનાઓને સમજ્યા હતા. 

    વૈશ્વિક ફાર્મા જાયન્ટ કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સન અમેરિકામાં ૬,૦૦૦ કાનૂની ખટલાઓમાં સમાધાન પેટે એક બિલિયન યુએસ ડોલરનું વળતર ચૂકવવા ટેક્સાસ કોર્ટમાં સંમત થઈ છે. કંપનીએ તૈયાર કરેલા હિપપ્લાન્ટ ખામીયુક્ત હોવાથી તે આ વળતર ચૂકવવા તૈયાર થઇ છે. ૨૦૧૩માં કંપનીએ તેના ખામીયુક્ત હિપપ્લાન્ટ્સ બજારમાંથી પાછા ખેંચ્યા તે પહેલાં તેનો ઉપયોગ કરનારા અમેરિકી દર્દીઓએ આ વળતરના દાવા કર્યા હતા.

    હોસ્પિટલોમાં દર્દીઓને પીઠમાં છાલાં પડવાથી જંગી વળતર

    NHS હોસ્પિટલોમાં પથારીઓમાં દર્દીઓને પીઠમાં પડતાં છાલાં (BED SORES) ના લીધે જંગી વળતર ચુકવવું પડે છે. ગયા વર્ષે બેડસોરના દાવાઓમાં વળતર તરીકે ૧૦.૩ મિલિયન પાઉન્ડની વિક્રમી ચુકવણી કરવી પડી હતી. આ ઉપરાંત, કાનૂની ખર્ચ તરીકે વધારાના ૧૦.૫ મિલિયન પાઉન્ડ ચુકવવાના થયા હતા. આ કુલ રકમ સાપ્તાહિક ધોરણે આશરે ૪૦૦,૦૦૦ પાઉન્ડ થવા જાય છે.

    ઈંગ્લેન્ડમાં વર્ષે ૧.૫ બિલિયન સિગારેટ્સ ઓછી પીવાય છે

    સતત જાગરુકતા અભિયાનોનાં પરિણામે ઈંગ્લેન્ડમાં ધૂમ્રપાન કરનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેન્સર રિસર્ચ યુકે દ્વારા કરાયેલા અને જામા નેટવર્ક ઓપન જર્નલમાં પ્રકાશિત એક મોજણી અનુસાર ઈંગ્લેન્ડમાં ૨૦૧૧ પછી દર વર્ષે આશરે ૧.૫ બિલિયન અથવા તો મહિને ૧૧૮ મિલિયન સિગારેટ ઓછી પીવાય છે. આમ, ૨૦૧૧-૨૦૧૮ના ગાળામાં સરેરાશ વપરાશ ૨૫ ટકા જેટલો ઘટી ગયો છે.

    મહત્ત્વના પોષક તત્વથી વંચિત રહેતા શાકાહારી

    વેજન્સ અને વેજિટેરિયન્સ એટલે કે શાકાહારી લોકો મગજ માટે અત્યંત મહત્ત્વના પોષક તત્વ કોલીનથી વંચિત રહેતા હોવાની ચેતવણી ન્યૂટ્રીશનલ ઈન્સાઈટ, કન્સલ્ટન્સી કંપનીના ન્યૂટ્રીશનિસ્ટ એમા ડર્બીશાયરે આપી હતી.