સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    ખુશહાલ અને સુખી દંપતીઓ લાંબુ આ...

    ખુશહાલ અને સુખી દંપતીઓ લાંબુ આયુષ્ય ભોગવે છે તેવું એક નવા અધ્યયનમાં જણાવાયું છે. નવા અભ્યાસમાં માલૂમ પડયું કે જે દંપતીઓનું લગ્નજીવન સુખી છે અને તેઓ પારસ્પરિક પ્રેમ ધરાવે છે તેમનું લગ્નજીવન લાંબું ચાલે છે. સાથે સાથે જ આ અભ્યાસમાં એમ પણ જણાવાયું છે કે જે લોકોનું લગ્નજીવન તંગદિલીભર્યું અને કંકાસયુક્ત છે તેના આયુષ્યમાં ઘટાડો જોવા મળે છે. અભ્યાસ કરનાર સંશોધકો એવું માની રહ્યાં છે કે જે લોકો તેમના જીવનસાથીથી સંતુષ્ટ છે તેઓ પોતાની જાતને સક્રિય જીવનશૈલી જીવવા તરફ દોરી જાય છે. જ્યારે હતાશ જીવનસાથી સાથે રહેવાથી વ્યક્તિને બિનતંદુરસ્ત ટેવો પડી જાય છે. સહિયારું સંતોષી જીવન લોકોનું જીવન આસાન બનાવે છે.

    હેલ્થ ટિપ્સઃ નાળિયેરના અનેક ફ

    નાળિયેર જમીનથી ૧૦થી ૧૫ ફીટ ઉપર ઝાડની ડાળી પર ઊગે છે અને એનો દરેક ભાગ આપણને ઉપયોગી થાય છે. પાણી, નાળિયેર કે બાદમાં એના છોતરાં - બધું જ ઉપયોગી છે. આથી જ હિન્દુ ધર્મ પરંપરામાં તેનું વિશેષ સ્થાન જોવા મળે છે. સૂકા નાળિયેરને અપાયેલું શ્રીફળ નામ જ તેનું આગવું મહત્ત્વ સૂચવે છે. આજે આપણે નાળિયેર વિશે થોડી વધુ માહિતી મેળવીએ.

    ઝેરી હવાથી એન્જિયોપ્લાસ્ટી ક

    હવામાં પ્રદૂષણના સ્પાઇક્સનું સ્તર જ્યારે વધે છે ત્યારે ઇમર્જન્સી હાર્ટ એટેકેની સારવાર લેનારાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યાનું તારણ પોલેન્ડના તબીબોએ રજૂ કર્યું છે. પોલેન્ડના કાકવોની હોસ્પિટલમાં લગભગ ૧૬ હજાર દર્દીઓ પર હાથ ધરાયેલી સર્જરીમાં તબીબી સંશોધકોને એક વાત સમાન જણાઇ હતી.

    હેલ્થ ટિપ્સઃ હૃદયને તંદુરસ્ત

    હૃદય એ શરીરનો મહત્ત્વનો ભાગ છે. આજકાલ અપૌષ્ટિક ખોરાકને લીધે ઘણા લોકો નાની ઉંમરમાં જ હૃદયની બીમારીનો ભોગ બને છે. હૃદયની બીમારી એટલા માટે ગંભીર છે કે તે રોગ વકરીને ગંભીર ન બને ત્યાં સુધી રોગીને તેની જાણ થતી નથી. આથી જ હૃદયરોગથી બચવા નાની નાની બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે આપણે જાણીશું હૃદયસંબંધી તકલીફોમાં રાહત મેળવવા કેવા પગલાં લેવા જરૂરી છે.

    સોશિયલ મીડિયાના સતત ઉપયોગથી ત

    સોશિયલ મીડિયાના કાયમી ઉપયોગથી અને ફેસબુક તેમજ વોટ્સ એપ જેવી જુદી જુદી સાઇટ્સ અને એપના સતત સર્ફિંગથી વ્યક્તિને તેનું વ્યસન થઈ જાય છે. જો આ સાઇટ્સ એકાદ દિવસ પણ જોવા ન મળે તો તે તણાવમાં આવી જાય છે. આમ ફેસબુક અને વોટ્સએપનું વિષચક્ર વ્યક્તિમાં સ્ટ્રેસ સર્જે છે અને તે કાયમ માટે તેની બંધાણી બની જાય છે. નિષ્ણાતો હાથ ધરેલા અભ્યાસમાં આ હકીકત જાણવા મળી છે.

    હેલ્થ ટિપ્સઃ દવાઓની એલર્જી અન

    ભારત હોય કે બ્રિટન એલોપેથિક દવાઓ વિશે ખૂબ જ ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. તે બહુ ભારે હોય છે, ગરમ પડે, રિએક્શનો આવે, વગેરે વગેરે. જોકે એ પણ સત્ય હકીકત છે કે આ જ દવાઓ અત્યારે વિશ્વમાં જાત જાતની બીમારીઓનું નિવારણ કરી રહી છે. ઈમરજન્સીમાં તો એલોપેથિક સારવારનો કોઈ વિકલ્પ જ નથી. આમ દવા ખરાબ નથી, પરંતુ તેના સેવનમાં નિયત બાબતોની કાળજી ન લેવાતા તે નુકસાનકારક સાબિત થાયછે. એલોપેથિક દવામાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે ડોક્ટરની સલાહ મુજબ જ સારવાર ચાલુ રાખવી જોઇએ નહીં તો તે બેધારી તલવારનું કામ કરી શકે છે. દવાઓની આડઅસરો એટલે શું? જે તે રોગની સારવાર માટે અપાતી દવા સંબંધિત બીમારી તો મટાડે છે, પણ સાથોસાથ તે બીજી વધારાની નુકસાનકારક અસરો દર્શાવે છે. આ આડઅસરો મુખ્યત્વે બે પ્રકારની જોવા મળે છે.

    વિશ્વ પર મંડરાઇ રહ્યાાે છે વાઇ...

    સમસ્ત વિશ્વ પર હાલમાં એક નવો જ ખતરો મંડરાઇ રહ્યો છે. આખી દુનિયા પર હવામાં ફેલાતાં ખતરનાક વાઇરસનું જોખમ ઉભું થયું છે. આ વાઇરસ ૩૬ કલાકની અંદર દુનિયાભરમાં ૮ કરોડથી પણ વધારે લોકો માનવજિંદગી ભરખી જવા માટે સક્ષમ છે.