કેટલાક પુખ્ત વયના લોકોને બપોરના સમયે ઝપકી આવી જતી હોય છે. નિષ્ણાતો કહે છે કે બપોરની સમયની આ નાનકડી ઊંઘ વ્યકિતમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. અઠવાડિયામાં બે વાર સ્નૂઝ એટલે કે બપોરની ઊંઘ લેનારા વ્યક્તિઓમાં હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ ઘટી જાય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જેમણે સપ્તાહમાં બે વાર બપોરે ઊંઘ લીધી હતી તેવી વ્યક્તિઓમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ૪૮ ટકા ઘટી ગયું હતું.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
ગરમીના દિવસો આવે કે તરત જ લોકોના ઘરમાં શરબતના શીશા આવી જાય છે. તૈયાર ફ્રૂટ-પાઉડર્સ અને શરબતનાં સિરપ બસ તૈયાર પાણીમાં નાખીને પી જાઓ અને જો એટલી પણ મહેનત ન કરવી હોય તો તૈયાર સોડાવાળા કે સોડા વગરના કોલ્ડ ડ્રિન્ક્સ બજારમાં અઢળક મળે છે! પરંતુ ગરમીના દિવસોમાં આ પીણાંઓ હેલ્ધી ગણાય ખરાં? બિલકુલ નહીં.
કોઈ સમયે ફળોનું જ્યૂસ સંતુલિત બ્રેકફાસ્ટનો ભાગ હતા પણ હાલ તેની સ્થિતિ ઠીક નથી. અમેરિકી પીડિયાટ્રિક્સ એકેડમી (એપીએ)ની ભલામણો બાદ જ્યૂસમાં શુગર અને ચિંતા વ્યક્ત થવા લાગી છે.
બાળકો સંબંધિત બીમારીઓના ઘરગથ્થુ ઉપચારો
કોઇ પણ વસ્તુમાં જીરું નાખીએ એટલે તેનો સ્વાદ અને સુગંધ બંને લાજવાબ બની જતાં હોય છે. એટલે જ જીરુંનો ઉપયોગ વઘાર કરવામાં થાય છે, તો સાથેસાથે છાશમાં પણ લોકો જીરું પાઉડર નાખતાં હોય છે. અરે, ઘણાં ઘરમાં તો લીંબુ શરબતમાં પણ જીરું પાઉડર નાખવામાં આવે છે. શેકેલા જીરુંને ક્રશ કરીને તમે જીરું પાઉડર બનાવીને જમવાની વાનગીને ટેસ્ટી બનાવી શકો છો. જોકે જીરું માત્ર સ્વાદ માટે જ છે એવું નથી, તે શરીર માટે પણ એટલું જ ગુણકારી છે. શરીરને જીરુંથી ઘણાં ફાયદા થાય છે.
કાર્ડિયોવાસ્ક્યુલર રિકવરીમાં દવાઓ કરતાં પોતાની માલિકીનો શ્વાન વધુ અસરકારક નીવડી શકે તેમ અભ્યાસમાં જણાયું હતું. અભ્યાસમાં એકલવાયા પરંતુ, પાળેલા શ્વાન સાથે રહેતા હૃદયરોગના દર્દીઓમાં મૃત્યુદર પાલતુ પ્રાણી વિના રહેતાં લોકોની સરખામણીએ ૩૩ ટકા ઓછો જણાયો હતો. ‘સરક્યુલેશનઃ કાર્ડિયોવાસ્ક્યુલર ક્વોલિટી એન્ડ આઉટકમ્સ’માં પ્રસિદ્ધ અભ્યાસને સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનો ભોગ બનેલા ૩૦૦,૦૦૦થી વધુ સ્વીડીશ લોકો વિશેની માહિતી અને નેશનલ ડોગ રજિસ્ટરના ડેટા સાથે સાંકળવામાં આવ્યો હતો.
અમેરિકાની આરોગ્ય નિયંત્રક સંસ્થાએ ઓનલાઇન ખરીદેલી જ્હોન્સન એન્ડ જ્હોન્સનના બેબી પાઉડરની બોટલમાં એસ્બેસ્ટોસની હાજરી મળી આવતાં કંપનીએ અમેરિકામાં બેબી પાઉડરની ૩૩,૦૦૦ બોટલ પરત મંગાવતો આદેશ કર્યો છે. આ નિર્ણયથી જ્હોન્સન એન્ડ જ્હોન્સનના શેરમાં છ ટકાનો તીવ્ર કડાકો બોલી ગયો હતો.
એક સમયે ગરીબી અને ભૂખમરાથી જાણીતા આફ્રિકાના દેશોના લોકો હવે મેદસ્વીપણાની સમસ્યાનો ભોગ બન્યા છે. વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહેલી ઓબેસિટીની સમસ્યા ધરાવતા ટોપ-૨૦ દેશોમાં ૮ આફ્રિકાના છે. આ દેશોમાં લિબિયા, ઇજિપ્ત, સાઉથ આફ્રિકા, અલ્જીરિયા, ટયુનિશિયા, નામિબિયા, બોત્સવાના અને ઝીમ્બાબ્વેનો સમાવેશ થાય છે. લિબિયા અને ઇજિપ્ત સૌથી વધુ ૩૦ ટકા લોકો ઓબેસિટી ધરાવે છે જયારે દક્ષિણ આફ્રિકામાં ૨૮.૩ ટકા ઓવરવેઇટ છે.
જર્મનીની લ્યુબેક યુનિવર્સિટીમાં હાલમાં કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ખરાબ ડીએનએને કારણે થતી બીમારીને ભારતીય આહાર માત આપી શકે છે. સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું કે બીમારીનું મુખ્ય કારણ ગણાતા ડીએનએમાં માત્ર તેના ઘટક કોષો જ નહીં, બલકે આહાર પણ વિશેષ સ્થાન ધરાવે છે. આપણો ખોરાક બીમારી પણ પેદા કરી શકે છે અને બીમારી પર લગામ પણ લાદી શકે છે.
આપણાં ગરમ મસાલાનાં લગભગ બધાં જ દ્રવ્યો સુગંધીદાર છે. જેમાં ‘જાયફળ’નું આગવું સ્થાન છે. એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ જાયફળનો મીઠાઈ અને પાકોની બનાવટમાં આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ. ઘરગથ્થુ ઔષધ ઉપરાંત બાળકોને આપવાના ઘસારા તરીકે પણ જાયફળ વર્ષોથી પ્રયોજાય છે. સુગંધની જેમ આ જાયફળના ઔષધીય ગુણો પણ ઘણા વિશિષ્ટ છે.
