શિયાળાની ઠંડીના દિવસોનું આગમન થાય એટલે ઘરના વડીલો મગફળી અને ગોળ ખાવાની સલાહ આપે. ખાસ તો બાળકોને મગફળી-ગોળ ખાવાની સલાહ અપાય છે. જોકે માત્ર બાળકોએ જ નહીં, યુવાનો અને વૃદ્ધોએ પણ ઠંડીના દિવસોમાં મગફળી અને ગોળ ચોક્કસ ખાવાં જોઇએ. જો તમે મગફળીને ગોળ સાથે ખાવા ન માંગતા હો તો રોજ બનતી દાળ અને ખીચડીમાં નાંખીને તેને ભોજનમાં સામેલ કરો, કેમ કે તે શરીર માટે ખૂબ જ લાભદાયી છે. તે શરીરને તંદુરસ્ત બનાવી રાખવાનું કાર્ય કરે છે. તે શરીરને કઈ રીતે ગુણકારી સાબિત થાય છે તે વિશે થોડી વાત કરી લઇએ.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
મેદસ્વિતા સાથે સંકળાયેલા એક સંશોધનનું તારણ જણાવે છે કે જે મહિલાઓ લીલીછમ હરિયાળીની ૩૦૦ મીટરની ત્રિજિયામાં રહે છે તેમનું વજન વધવાની કે સ્થૂળતાની સમસ્યા થવાની આશંકા પુરુષોની સરખામણીએ ઓછી હોય છે.
તમે ક્યારેક વડીલોને પૂછજો કે યુવાવસ્થામાં તેમની દિનચર્યા કેવી રહેતી હતી. ટીવી-મોબાઇલ, ઇન્ટરનેટ વગેરના સમયમાં તેમનો નિત્યક્રમ કેવો રહેતો હતો? જવાબમાં તેઓ સવારે પાંચ વાગવાથી લઇને રાત સુધીનું એવું રૂટિન જણાવશે કે આપણને નવાઇ લાગે કે આ લોકો એક દિવસમાં આટલાં બધાં કામ કઇ રીતે કરી લેતા હશે? બીજી બાજુ આપણી પેઢીના લોકો સાથે વાતચીત કરશો તો જણાશે કે તેમનો નિત્યક્રમ કેવો છે. સવારે ઊઠીને નાહીને તૈયાર થઇને ઓફિસ જવાનું અને ઓફિસથી આવીને થોડો સમય પરિવાર સાથે પસાર કરીને સૂઇ જવાનું. વીકેન્ડમાં મિત્રો અને પરિવાર સાથે સાંજે બહાર ફરી આવવાનું. બસ, તે સિવાય આપણી પાસે બીજી કોઇ પ્રવૃત્તિ કરવા માટે ભાગ્યે જ સમય બચતો હશે.
સ્વાસ્થ્ય સદાબહાર નિરામય રાખવા માટે લોકો જાતભાતના ઉપાયો અજમાવતા જોવા મળે છે, પરંતુ તાજેતરના એક સંશોધનનું તારણ એવું જણાવે છે કે જો તમને હાઇ બ્લ્ડપ્રેશરની તકલીફ હોય તો એક વાર મેરેથોન દોડમાં ભાગ લેશો તો પણ તેમાં રાહત જણાશે. એટલું જ નહીં, દોડવાથી ધમનીઓની કામગીરીમાં પણ સુધારો થાય છે. ખાસ કરીને ઉંમરલાયક માણસોના આરોગ્યમાં મેરેથોન સ્પર્ધામાં ભાગ લેવાથી સૌથી સકારાત્મક અસર જોવા મળી હતી. મેરેથોનમાં ભાગ લેનારાની બ્લડપ્રેશરની બીમારીમાં જોવા મળેલો ફાયદો ૬ મહિના સુધી વ્યાયામ કરવાથી થતા ફાયદા જેટલો હતો.
મેરેથોનની તાલીમ દરમિયાન બ્લડપ્રેશર હોવાનું જણાવનારા દોડવીરોને આ દોડ સ્પર્ધામાં ભાગ લીધા પછી ફાયદો થયો હતો એમ આ સ્ટડી સાથે સંકળાયેલા હાર્ટ સેન્ટર એન્ડ યુનિવર્સિટી કોલેજ - લંડનના શાર્લોટ મનિસ્ટીએ દાવો કર્યો હતો. જોકે ઉંમરલાયકોને બ્લડપ્રેશરમાં ફાયદો કેવી રીતે થાય છે તે તથ્ય જાણવા મળ્યું ન હતું.
ગત માર્ચ સુધીના એક વર્ષમાં ઈંગ્લેન્ડમાં વૃદ્ધોને કેર હેમ્સમાં રાખવાની કિંમતમાં ૪.૭ ટકાનો ધરખમ વધારો થયો છે. ૨૦૧૦ પછી આ સૌથી મોટો વધારો છે, જે ઈન્ફ્લેશન સપાટીથી ત્રણ ગણાથી વધુ છે. આંકડાઓ જોઈએ તો ગત વર્ષે ઈંગ્લેન્ડમાં કેર હોમનું સરેરાશ સાપ્તાહિક બિલ ૬૫૫ પાઉન્ડ તેમજ વેલ્સમાં ૬૧૩ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ૫૩૯ પાઉન્ડે પહોંચ્યુ હતું.
બ્રિટનમાં જીવલેણ કોરોનાવાઈરસથી ચેપગ્રસ્ત બે ડોક્ટરની સારવાર મેળવતા ઓછામાં ઓછાં ૧૫ દર્દીની યુદ્ધના ધોરણે શોધખોળ ચાલી રહી છે. એમ કહેવાય છે કે બ્રાઈટનના આ ડોક્ટરો સહિત ૧૧ બ્રિટિશરને બ્રાઈટનના ‘સુપર-સ્પ્રેડર’ સ્કાઉટ માસ્ટર બિઝનેસમેન સ્ટીફન વોલ્શ થકી ચેપ લાગ્યો હતો. હવે આ દર્દીઓ વધુ સેંકડો લોકોને ચેપગ્રસ્ત બનાવી શકે તેવી શંકા છે. ચીનના વુહાનથી ફેલાયેલા કોરોનાવાઈરસના કારણે વિશ્વમાં મોતનો આંકડો ૧,૦૦૦થી પણ વધી ગયો છે. દરમિયાન, યુકેના હેલ્થ વર્કર્સે ૧૧૦૦થી વધુ લોકોનું વાઈરસ સંબંધે પરીક્ષણ કરેલું છે અને બ્રિટિશ એરવેઝની ચીન જતી અને આવતી ફ્લાઈટ્સ એપ્રિલ સુધી રદ કરી દેવાઈ છે.
ચીનમાં જીવલેણ વુહાન કોરોનાવાઈરસથી મૃતકોની સંખ્યા ૫૦૦થી વધુ છે અને વિશ્વના આશરે ૩૦ દેશમાં ચેપગ્રસ્તોની સંખ્યા ૨૫,૦૦૦થી વધુ છે ત્યારે બ્રિટિશ વિજ્ઞાનીઓએ વિશ્વના કરોડો લોકોને આ વાઈરસ સામે બચાવવાની રસી શોધવાની સ્પર્ધામાં સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે. આગામી સપ્તાહે પ્રાણીઓ પર રસીની ટ્રાયલ શરૂ કરાવાની છે. જોકે, ભંડોળ મળે તો માનવીઓ પરની ટ્રાયલ સમરમાં શરૂ કરવાનો ઈરાદો ઈમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધકોની ટીમે જાહેર કર્યો છે. ડોક્ટર્સને ભય છે કે જો રસીનું સમયસર નહિ થાય તો અનામી કોરોનાવાઈરસ સમગ્ર વિશ્વને લપેટમાં લઈ લેશે.
યુકેમાં જનરલ પ્રેક્ટિશનર્સની અછતને નજરમાં રાખી સરકાર દ્વારા નવી બોનસ યોજના ઘડવામાં આવી છે. જે ટ્રેઈની ડોક્ટર્સ આવી અછત હેઠળના વિસ્તારોમાં સ્થળાંતર કરે તેમને ૨૦,૦૦૦ પાઉન્ડનું બોનસ અપાશે. આ યોજના ૧.૫ બિલિયન પાઉન્ડના જીપી કોન્ટ્રાક્ટનો હિસ્સો બની રહેશે, જે અન્વયે મિનિસ્ટર્સ વર્ષ ૨૦૨૪ સુધીમાં વધુ ૫૦ મિલિયન એપોઈન્ટમેન્ટ્સ આપી શકવાની આશા ધરાવે છે.
અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના એક સ્ટડીના ડેટા પરથી વિજ્ઞાનીઓએ તારવ્યું છે કે જે લોકો અઠવાડિયામાં કમસે કમ અઢી કલાક એટલે કે ૧૫૦ મિનિટ કસરત કરે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારુ રહે છે અને તેમને સ્મૃતિભ્રંશ એટલે કે ભૂલી જવાની બીમારી થતી નથી. જે લોકો કસરત કરવાના આળસુ છે એમના માટે હળવી કસરત શરીરને સ્વસ્થ રાખવાનો શ્રેષ્ઠ ઉપાય બની શકે એમ છે.
