સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    તબીબી સિદ્ધિઃ  મૃત હૃદયને ચેતન...

    ડયુક યુનિવર્સિટી હોસ્પિટલ અમેરિકાની એવી પ્રથમ હોસ્પિટલ બની છે જેણે મૃત જાહેર કરાયેલા હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય. ડોક્ટરોએ મૃત જાહેર કરાયેલા હૃદયમાં ફક્ત પ્રાણ જ નથી ફૂંક્યા પણ તેનું એક વયસ્કમાં ટ્રાન્સપ્લાન્ટ પણ કર્યું છે. આ હૃદયનું એક પૂર્વ સૈનિકમાં આરોપણ કર્યું છે અને તેના સ્વાસ્થ્યમાં ઝડપભેર સુધારો થઇ રહ્યો છે. ડ્યુક યુનિવર્સિટી હોસ્પિટલ અમેરિકાની ટોચની પાંચ પસંદગીની હોસ્પિટલમાં સ્થાન ધરાવે છે, જેને ડોનેટ કરાયેલા હૃદયને ટ્રાન્સપ્લાન્ટ કરવાની મંજૂરી છે. આ નવું ડિવાઇસ શરીરના અંગોમાં ઉષ્ણ અને ઓક્સિજનયુક્ત લોહીનો સંચાર કરવામાં સક્ષમ છે અને હાલમાં તેની ક્લિનિક્લ ટ્રાયલ ચાલી રહી છે.

    એક અભ્યાસના તારણ અનુસાર બ્રિટનમાં વસતી મહિલાઓથી લગભગ અડધોઅડધ જ્યાં સુધી ૩૦ વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી પરિવાર માંડતી નથી અને ત્યાં સુધી મોટાભાગની મહિલાઓ નિઃસંતાન રહે છે.

    હેલ્થ ટિપ્સઃ વધતી વયે હાડકાં

    જે ઉંમરલાયક વ્યક્તિઓએ જિંદગીમાં કોઈ પણ જાતની કસરત કે શ્રમ કર્યો નથી, આખો દિવસ બેસી રહ્યા છે કે સૂઈ જ રહ્યા છે તેમના હાડકાં નબળા પડી જવાનું સૌથી વધુ જોખમ હોય છે. યોગ્ય કસરતને અભાવે હાડકાંનું બંધારણ બરોબર ન થવાના કારણે પણ થોડુંક જ ચાલવાતી વ્યક્તિ પડી જાય છે. આવી વ્યક્તિઓએ શું કાળજી રાખવી જોઇએ?

    જોગિંગ કરો છો, પણ સાચી રીત જાણો...

    જો તમે પણ સેલિબ્રિટીસમાંથી પ્રેરણા લઈને આવતા વર્ષે યોજાનારી મેરેથોનમાં ભાગ લેવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે બે કારણસર જોગિંગની સાચી રીત જાણી લેવી હિતાવહ છે.

    શિયાળામાં આયુર્વેદિક ઉપચારોથ...

    શિયાળાની ઋતુમાં ઘણા લોકોને હાથ - પગ ઠંડા પડી જાય છે અને ઝણઝણાટી તથા પીડા અનુભવવા સાથે ભૂરા, સફેદ અને લાલ પણ પડી જાય છે. આ સ્થિતિ રેનોડ્સ ફીનોમિનન (Raynaud’s phenomenon) તરીકે ઓળખાય છે જેમાં રક્તવાહિનીઓ સંકોચાય છે ને આંગળી સુધી લોહીનો પુરવઠો પહોંચતો ઘટે છે. આનું મુખ્ય કારણ ‘આમ’ વિષો લોહીની નાની નળીઓમાં જમા થવાથી તે સાંકડી બને છે અથવા વાત (વાયુ)નો પ્રકોપ વધી જાય છે. આ સ્થિતિ જીનેટિક પણ હોય છે જે વારસાગત આવી શકે છે.

    દરરોજ એક ગ્લાસ શરાબ કે બિયર કે

     દરરોજ રાત્રે એક ગ્લાસ શરાબ કે એક બિયર પીવાથી તમને કેન્સર થવાનું જોખમ પાંચ ટકા વધી જાય છે. જાપાનમાં ૧.૨ લાખ વધુ લોકો પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓછી માત્રામાં પણ નિયમિત શરાબ પીવાથી નોંધપાત્ર રીતે કેન્સરનું જોખમ વધી જાય છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે જે લોકો જીવનમાં ક્યારેય શરાબ પીતા નથી તેમને કોઈ પણ પ્રકારનો રોગ થવાની સંભાવના સૌથી ઓછી હોય છે. પાંચ વર્ષ સુધી દરરોજના બે ડ્રિન્કસ લેવાથી પણ કેન્સર થવાનું જોખમ એટલું જ હોય છે જેટલું જોખમ એક દાયકા સુધી એક ડ્રિન્કસ શરાબ પીવાથી હોય છે. એક ડ્રિન્ક એટલે ૧૮૦ મિલિલિટર શરાબ અથવા ૫૦૦ એમએલ બિયર.

    દીર્ઘાયુષ માટે મહિનામાં એક વાર થીએટર કે મ્યુઝિયમ જરુર જાઓ

    કામના બોજા હેઠળ તણાઈને જીવન જીવવાથી જીવન અકાળે ટુંકાઈ જાય છે.યુનિવર્સિટી કોલેજ લંડનના એક અભ્યાસ મુજબ મહિનામાં એક વખત થીએટર, આર્ટ ગેલેરી, કોન્સર્ટ્સ અથવા મ્યુઝિયમની મુલાકાત લઈ કળાને માણવાથી આગામી ૧૨ વર્ષમાં અકાળે મોતનું જોખમ ૩૧ ટકા જેટલું ઘટી જાય છે. આવી નિયમિત મુલાકાતો જીવનને દીર્ઘ બનાવે છે. ઈંગ્લેન્ડમાં ૫૦થી વધુ વયના ૬૭૧૦ લોકોના સર્વેમાં તેમને આરામદાયી પ્રવૃત્તિ વિશે પ્રશ્નો કરાયા હતા.