સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    એપોઈન્ટ્મેન્ટ્સમાં વિલંબથી ગ્લુકોમાના ૩૫,૦૦૦થી વધુ દર્દીને દૃષ્ટિ ગુમાવવાનું જોખમ

    NHSમાં એપોઈન્ટ્મેન્ટ્સમાં વિલંબના કારણે ગ્લુકોમાના ૩૫,૦૦૦થી વધુ દર્દીને દૃષ્ટિ ગુમાવવી પડે તેવું જોખમ નડી શકે છે. સમગ્ર ઈંગ્લેન્ડમાં પાંચ લાખથી વધુ લોકો આંખના રોગ ગ્લુકોમાની સ્થિતિથી પીડાય છે અને તેના માટે નિયમિત દેખરેખ રાખવી મહત્ત્વની બની રહે છે. પુરાવાઓ અનુસાર દર મહિને ૨૨ દર્દી કાયમી અથવા તીવ્રપણે દૃષ્ટિ ગુમાવે છે. NHSના ૪૦થી વધુ ટ્રસ્ટે વેઈટિંગનો સમય વધુ રહેતો હોવાના રિપોર્ટ્સ પણ આપ્યા છે.

    શિયાળામાં આયુર્વેદિક ઉપચારોથ...

    કોઈ પણ પ્રકારના ચેપનો સામનો કરવા માટે રોગ પ્રતિકાર શક્તિને વધારવી અતિ મહત્ત્વપૂર્ણ અને આવશ્યક છે. ફ્લુ એક પ્રકારનો વાઈરલ ચેપ-ઈન્ફેક્શન છે અને તે ઘણું ચેપી છે. ડોક્ટરો તેને ઈન્ફિલુએન્ઝા કહે છે અને તેના લક્ષણોમાં ભારે શારીરિક પીડા, સ્નાયુઓમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, ભારે શરદી અને નીંગળતા નાક સાથે ભારે તાવ, ઠંડી ચડવી, ઉબકાં આવવાં અને ઉલટીનો પણ સમાવેશ થાય છે. સામાન્યપણે, પાંચ દિવસ પછી તેમાંથી સાજા થઈ જવાય છે અને ઘણી વખત સાત દિવસ પણ લાગે છે.

    વિશ્વની પહેલી જનીન ડિઝાઇનર બે

    વિશ્વની પહેલી જનીન ડિઝાઇનર બેબી પેદા કરનારા વિજ્ઞાનીને ચીનની એક અદાલતે ગેરકાયદે મેડિસિન પ્રેક્ટિસના આરોપસર ત્રણ વર્ષ કેદની સજા ફટકારી છે. કોર્ટે જણાવ્યું હતું કે જિનાન કૂઇ અને તેમના સાથીઓએ જનીન એડિટીંગ માટે નૈતિક મૂલ્યોને નેવે મૂકીને એઇડસગ્રસ્ત પુરુષની પસંદગી કરી હતી. આ પ્રયોગમાં બે મહિલાઓએ ત્રણ જનીન એડિટેડ સંતાનોને જન્મ આપ્યો હતો. 

    બગીચાઓની નજીક વસવાટથી સરેરાશ

    બગીચાની નજીક રહેતાં લોકોનું સ્વાસ્થ્ય વધારે સારું હોય છે અને તેમનું સરેરાશ આયુષ્ય પણ થોડુંક વધી જાય છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંશોધકોની એક ટીમ દ્વારા બગીચાની નજીક અને દૂર રહેનારા લોકો ઉપર સંશોધન કરાયું હતું. તેમને જણાયું હતું કે બગીચાની નજીક રહેતાં લોકોની વહેલા મૃત્યુ થવાની શક્યતાઓ અત્યંત ઘટી જાય છે. 

    હેલ્થ ટિપ્સઃ તુલસીઃ તન-મનને લા...

    તુલસીનો છોડ સામાન્ય રીતે દરેક ભારતીયના ઘરમાં જોવા મળે છે. તુલસીના પાનને કાચા ચાવીને ખાઈ શકાય છે અને તેને ચામાં નાખીને ચા અથવા કાઢો બનાવીને પણ પી શકાય છે. તુલસીની તાસીર ગરમ હોય છે. તેથી તે શરદી-ઉધરસ જેવી તકલીફમાં ઘણી રાહત આપે છે. આ ઉપરાંત તુલસીના અન્ય લાભ વિશે પણ જાણીએ.

    કૃત્રિમ સ્વીટનર લેતા હો તો સાબ...

     જો તમે ચા-કોફી કે ભોજનમાં ખાંડના સ્થાને કૃત્રિમ મીઠાશનો ઉપયોગ કરીને વજન ઘટાડવા કે ડાયાબિટિસથી બચવા પ્રયાસ કરતા હો તો સાબદા થઇ જાવ. તેનાથી તમારા આરોગ્ય પર ઊલટી અસર થઈ શકે છે.

    સમગ્ર વિશ્વમાં સેપ્સિસના કારણે ૨૦૧૭માં ૧૧ મિલિયન મોત

    સમગ્ર વિશ્વમાં કોહવાટ-સેપ્સિસના કારણે ૨૦૧૭માં ૧૧ મિલિયન મોત થયા હોવાનું લાન્સેટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત સંશોધનાત્મક અભ્યાસમાં જણાવ્યું છે. આ સંખ્યા કેન્સરથી થયેલા મોતથી વધુ છે અને ગરીબ દેશોમાં નાના બાળકોને તેનું વધુ જોખમ હોવાનું પણ અમેરિકી અભ્યાસે જણાવ્યું છે

    દૂધ - પનીરના વધારે  પડતા ઉપયોગથ

    સ્વાસ્થ્યની જાળવણી માટે ભોજનમાં દૂધ અને તેની બનાવટો વધારે પ્રમાણમાં લેવાની નિયમિત સલાહ અપાય છે કેમ કે દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. તેની અંદર બધા જ પોષક તત્વો રહેલા હોય છે. મોટા ભાગના લોકો દૂધ, દહીં, માખણ, છાશ અને પનીર વગેરે વસ્તુઓને પ્રાધાન્ય આપે છે. લોકો રોજ આ બધી વસ્તુઓની સેવન કરે છે ત્યારે એક સંશોધનમાં દાવો કરાયો છે કે આ બધી વસ્તુઓનું વધારે પ્રમાણમાં સેવન કરવું પુરુષોના સ્વાસ્થ્ય માટે જોખમી છે.