સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    એકબીજા સાથે દલીલમાં ઊતરવું  એ

    વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે સુખી લગ્નજીવનનો ઉકેલ સૂચવ્યો છે. નિષ્ણાતો કહે છે કે સુખી લગ્નજીવન માટે પતિ-પત્નીએ એકબીજા સાથે દલીલો કરવી જોઈએ. નવ વર્ષથી માંડીને ૪૨ વર્ષથી એક સાથે રહેતા ૧૨૧ દંપતીઓ પર હાથ ધરાયેલા સર્વે બાદ સંશોધકો તારણ પર આવ્યા છે કે જો લગ્નજીવનને સુખી રાખવું હોય તો દિવસમાં એક વાર એકબીજા સાથે દલીલમાં ઊતરવું જોઈએ.

    હેલ્થ ટિપ્સઃ બ્રેસ્ટ કેન્સરન

    સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું જાય છે, પરંતુ કેટલીક સાવચેતી અને યોગ્ય પ્રકારના ખાનપાનથી તેના જોખમને ઘટાડી શકાય છે.

    કસરત હાર્ટ ડિસીઝની સામે રક્ષણ...

    એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે નિયમિત કસરત કરવાથી શરીરમાં થતી બળતરામાં ઘટાડો થઈ શકે છે તેમજ તે હૃદય સંબંધિત વિવિધ રોગોની સામે રક્ષણ આપે છે.

    ૭૦-૮૦ની વયે પણ હળવી કસરતો કરીન

    વ્યક્તિના આરોગ્યની સુખાકારી અને તંદુરસ્તી માટે ઉંમરનો કોઈ બાધ નડતો નથી. જાગ્યા ત્યારથી સવાર અને પહેલું સુખ તે જાતે નર્યાનો જીવનમંત્ર અપનાવવા માટે મોટી ઉંમરે પણ કસરતો કરીને શરીરની તંદુરસ્તી જાળવી શકાય છે. વ્યક્તિ ૭૦ કે ૮૦ વર્ષની ઉંમરે પણ હળવી કસરતો કરીને મસલ્સને જાળવી શકે છે અને યુવાનની જેમ હરીફરી શકે છે.

    હેલ્થ ટિપ્સઃ પ્રદૂષણના પ્રભા

    દુનિયાભરમાં લોકો દિન-પ્રતિદિન વધી રહેલા પ્રદૂષણથી પરેશાન છે. આ પ્રદૂષણનો સામનો કરવામાં અમૂક ખાદ્ય પદાર્થ ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેના નિયમિત સેવનથી પ્રદૂષણથી શરીરને થતું નુકસાન મહંદ અંશે ઓછું થઈ શકે છે. તો ચાલો જાણીએ એવાં ખાદ્ય પદાર્થો વિશે... 

    માનસિક તણાવમાં બ્રેક લેવો યોગ

    ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે માનસિક સ્વાસ્થ્યને કારણે બ્રેક લેવાની બાબતને નકારાત્મક દૃષ્ટિકોણથી નિહાળવી જોઇએ નહીં. કોહલીએ તેને પોતાને ૨૦૧૪માં ઇંગ્લેન્ડ પ્રવાસે મળેલી સતત નિષ્ફળતાની યાદ તાજી કરતાં કહ્યું હતું કે ‘હું પણ મારી કરિયરમાં એવા જ એક તબક્કામાંથી પસાર થઈ ચૂક્યો છું, જ્યાં મને લાગ્યું હતું કે દુનિયા મારા માટે ખતમ થઈ ગઈ છે. મને કંઈ જ સમજાતું નહોતું કે આ તબક્કાનું શું કરવું? અને કોને શું કહું? કેવી રીતે બોલવું? કેવી રીતે વાત કરવી? તે સમયે હું એ કહી શકતો નહોતો કે માનસિક રીતે બહુ સારું અનુભવી રહ્યો નથી અને મારે થોડોક સમય રમતથી દૂર થવાની જરૂર છે. આ સમયે તમે એ નથી જાણતા હોતા કે આવી વાતને કંઈ રીતે લેવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે તે સમયે કોહલીએ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ૫ ટેસ્ટ મેચની ૧૦ ઇનિંગ્સમાં ૧૩.૫૦ની સરેરાશથી માત્ર ૧૩૪ રન જ કર્યા હતા અને ચોમેરથી તેના ટીકાની ઝડી વરસી રહી હતી.

    ઢળતી વયે હેરાન ન થવું હોય તો હા

    વયના વધવા સાથે કુદરતી રીતે જ હાડકાં નબળાં પડે છે અને આ પ્રક્રિયાને રોકવી અઘરી છે, પરંતુ લાઇફસ્ટાઇલને નિયંત્રણમાં રાખીને યુવા વયથી જ કાળજી લેવામાં આવે તો હાડકાં નબળાં પડતાં નથી. ઓબેસિટી, બેઠાડુ જીવન અને વિટામિન-ડીની ઉણપ જેવાં કારણોને લીધે તમારાં હાડકાં નબળાં ન પડે એનું ધ્યાન રાખવું જરૂરી છે.

    હેલ્થ ટિપ્સઃ અઠવાડિયામાં અઢી

    ઘણા લોકો શિયાળો શરૂ થવાના પ્રારંભે સંકલ્પ કરતા હોય છે કે આ વર્ષે શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ કસરત કરીશ અને દરરોજ ચાલવા જઈશ. અઠવાડિયા સુધી તો બધું બરાબર ચાલે છે, પરંતુ પછી આ સંકલ્પનું પડીકું વળી જતું હોય છે. જોકે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં કસરત અંગે અનોખો અભ્યાસ હાથ ધરાયો હતો. હૃદય સંબંધિત એક અભ્યાસના ભાગરૂપે થયેલા એક સ્ટડીના ડેટા પરથી વિજ્ઞાનીઓએ તારવ્યું છે કે જે લોકો અઠવાડિયામાં કમસે કમ અઢી કલાક એટલે કે ૧૫૦ મિનિટ કસરત કરે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમને સ્મૃતિભ્રંશ એટલે કે ભૂલી જવાની બીમારી થતી નથી.