મોર્ડન મેડિસીનના અભૂતપૂર્વ વિકાસને કારણે સાકાર થયેલી ‘એન્ટી કેન્સર ડ્રગ્સ’થી હવે ધીરે ધીરે કેન્સર માટેનો ડર ઓછો થતો જાય છે તે સાચું, પરંતુ કેન્સર જેવા રોગને સંપૂર્ણ કાબૂમાં લાવવાની સિદ્ધિ મોડર્ન મેડિસીનને મળી નથી તે પણ હકીકત છે. આથી જ આપણે સહુએ ચેતતા નર સદા સુખીની કહેવતને અનુસરવી રહી. અમેરિકાના જાણીતા ડો. એન્ડ્રૂ વેલ્સના જણાવ્યા પ્રમાણે કેન્સર થવાના કારણોમાં ‘પ્રિ-રેડિકલ’ના ભરાવા સામે તમારા શરીરમાં એન્ટી-ઓક્ટિડન્ટ્સની વધુ પડતી અછત હોય તો તમને કેન્સર એકલું જ નહીં, પણ બીજા ભયંકર રોગો જેવા કે હાર્ટ એટેક, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, આર્થાઈટીસ, દમ વગેરે પણ થઈ શકે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
બહુમતી વર્ગ ચમચી અથવા તો છરી-કાંટા વડે ભોજન લેવાનું પસંદ કરે છે, પરંતુ નવો અભ્યાસ કહે છે કે, હાથ વડે જમવાથી ભોજન વધુ સ્વાદિષ્ટ લાગે છે. ભોજનને આંગળી અડકે એટલે સ્પર્શથી સંદેશો મગજને પહોંચે અને આમ કોળિયો મોં સુધી પહોંચે ત્યાં સુધીમાં તો મગજને જાણ થઈ જાય છે કે ભોજન સ્વાદિષ્ટ છે.
ઘણી વાર તમે અનુભવ્યું હશે કે થોડુંક ભોજન કરતાં જ પેટ ભારે ભારે લાગે છે, અથવા તો દર થોડાક દિવસના અંતરે કબજિયાતની સમસ્યા હેરાન પરેશાન કરે છે. આ સમસ્યા નિવારવા જરૂરી છે ભોજનમાં ફાઇબર્સનું પૂરતું પ્રમાણ. તમે રોજિંદો જે ખોરાક લો છો, તેમાં રહેલા ફાઈબર્સ ખૂબ ઉપયોગી છે અને આ ફાઇબર્સ વેલ કે છોડ પર થતાં ફળ અથવા શાકમાંથી મળતા છે. આથી જ જ્યારે લાગે કે પાચન સિસ્ટમમાં કંઇક સમસ્યા છે કે પછી કબજિયાતની તકલીફ થઈ છે, ત્યારે ચોક્કસ માની લો કે તમે જે આહાર લો છો, તેમાંથી શરીરને પૂરતા ફાઇબર્સ મળતા નથી.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
યુકેમાં છ બ્રિટિશ નાગરિકને જીવલેણ ‘Covid-19’ કોરોનાવાઈરસથી ચેપગ્રસ્ત જાહેર કરાયા છે. ૧૬ ફેબ્રુઆરી રવિવારે કોરોનાવાઈરસ માટે વધુ ૧૧૭ લોકોના પરીક્ષણ સાથે કુલ તપાસનો આંકડો ૩,૧૦૦ને પાર કરી ગયો છે. આમ તો કુલ, નવ વ્યક્તિ પોઝિટિવ જણાયા હતા પરંતુ, આઠ વ્યક્તિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. સમગ્ર વિશ્વમાં ૭૩,૩૩૫ (ચીનમાં ૭૨૪૩૬) કેસ નોંધાયા છે જેમાંથી ૧૮૭૩ (ચીનમાં ૧૮૬૮)ના મોત થયા છે.
NHS હોસ્પિટલો માટે ડાયાબિટીસ ટાઈમબોમ્બ સમાન છે કારણકે તેમના બજેટનો છઠ્ઠો હિસ્સો તો ડાયાબિટીસ રોગીઓની સારવાર પાછળ જ ખર્ચાય છે. હવે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સ્થૂળતાની કટોકટી વધવાના લીધે ૨૦૨૫ સુધીમાં વધુ ૨૦ લાખ લોકો ડાયબિટીસથી પીડાતા હશે. ‘પ્રી-ડાયાબિટીસ’ સાથેની સંખ્યા ૧.૩ મિલિયનથી વધી એક વર્ષમાં બે મિલિયન થઈ જશે.
‘બ્રેકફાસ્ટ રાજાની માફક, લંચ પ્રિન્સની જેમ અને ડિનર ગરીબની માફક કરો’ ૨૦મી સદીના અમેરિકન ન્યૂટ્રિશનિસ્ટ એડલ ડેવિસની આ સલાહ છે. હવે સંશોધન સૂચવે છે કે સવારે ઉઠીને પહેલા વધુ ભોજન લેવાથી આપનું શરીર અઢી ગણી કેલરી બાળી નાખે છે.
સમગ્ર વર્ષ દરમિયાન જોઇએ ત્યારે વાજબી ભાવે મળી રહેતાં અને સ્વાદમાં સહેજ ગળ્યા એવા શક્કરિયાં ખાસ કરીને જાન્યુઆરીથી માર્ચ માસ દરમિયાન વધારે જોવા મળે છે. આ શક્કરિયાં અઢળક ગુણોનો ખજાનો છે.
જાપાનની હ્યાંગો યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા એક સંશોધનમાં તારણ નીકળ્યું છે કે, ઓફિસમાં ટેબલ ઉપર રાખવામાં આવેલો નાનકડો છોડ પણ વર્ક સ્ટ્રેસ ઘટાડે છે. ઈન્ડોર પ્લાન્ટ્સ કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવી અસર કરે છે તેના અનુસંધાનમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા એક અભિયાન ચલાવાઈ રહ્યું છે જેના કેન્દ્રમાં વિશ્વભરના બાળકોનું સ્વાસ્થ્ય છે. ‘હૂ’ ગાઈડલાઈન જાહેર કરાઈ છે જેમાં જણાવ્યું છે કે જો પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો વધારે સમય મોબાઈલ અને ટીવી સ્ક્રિન સામે વિતાવે તો તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર થાય છે.
