સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    એશિયામાં કોરોના વધુ ઘાતક થઈ શક...

    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)એ કહ્યું છે કે અત્યારે તો એશિયાની સ્થિતિ યુરોપ અને અમેરિકા કરતાં સારી છે પરંતુ એશિયામાં કોરોનો મહામારીનો ફેલાવો વધવાની શક્યતા રહેલી છે. આગામી દિવસોમાં જો કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થશે તો એશિયાની સ્થિતિ બધારે બદતર થઈ શકે છે. આથી એશિયાના દેશોને શક્ય એટલાં ઝડપથી પગલાં લેવા ઓર્ગેનાઈઝેશનના અધિકારીએ ભલામણ કરી હતી. અધિકારીએ એમ પણ ઉમેર્યું હતું કે આ લડાઈ લાંબી ચાલાની શક્યતા છે.

     જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ જણાવ્યું છે કે વિશ્વના ૧૮૧ દેશો કોરોનાનો સામનો કરી રહ્યા છે. વિશ્વમાં ૧૧ લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વિશ્વભરમાં ૬૦ હજાર લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. સમગ્ર વિશ્વમાં ઇટાલીનો મૃત્યુદર સૌથી ઊંચો છે.

    કોરોનાની સારવારમાં મલેરિયાની...

    કોરોનાની સારવારમાં મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન સૌથી સારી છે. વિશ્વના ૩૦ દેશના ૬૨૦૦ (૩૭ ટકા) ડોક્ટર આ સાથે સહમતી દર્શાવીને હાઇડ્રોક્સીક્લોરોક્વીનને કોરોના માટે સૌથી અસરકારક દવા ગણાવી છે.

    કોરોના નાથવાનો અસરકારક ઉપાય છ

    વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન લાગુ છે. લોકડાઉન જાહેર ન કર્યું હોય તો પણ દરેકને ઘરમાં રહેવાની સલાહ અપાઇ છે. ઘરમાં રહેવું પણ ક્વોરેન્ટાઇનનો જ એક ભાગ છે. ક્વોરેન્ટાઇનનો શાબ્દિક અર્થ છે ચેપનો પ્રતિકાર એટલે કે, એવી સ્થિતિ જેમાં કોઇ પણ વ્યક્તિને ચેપ લાગ્યો હોવાની આશંકાના કારણે અલગ રાખવામાં આવે છે. કોરોના વાઇરસનો અત્યાર સુધી કોઇ ઇલાજ કે વેક્સીન ઉપલબ્ધ ન હોવાના કારણે જેને ચેપ લાગ્યાની આશંકા હોય તેના માટે ક્વોરેન્ટાઇન જ એકમાત્ર ઉપાય છે. 

    ભારતના વિજ્ઞાનીઓએ રજૂ કરી કોર

    વાઇરસની વિવિધ આકર્ષક તસવીરો રજૂ થઈ રહી છે, પરંતુ ગોળાકાર અને ફરતા થાંભલા ધરાવતી એ તસવીરો કલ્પનાચિત્ર છે. કલ્પનાચિત્ર હોવાથી તેનો દેખાવ પણ આકર્ષક છે. બીજી તરફ અસલ વાઇરસ જોવા મળવો મુશ્કેલ છે. સામાન્ય મનુષ્યને તો એ ક્યારેય દેખાય નહીં, ભલભલા મેડિકલ ખેરખાંઓ પણ શક્તિશાળી માઈક્રોસ્કોપિક ટેલિસ્કોપ વગર વાઇરસ જોઈ શકતા નથી. ભારતના વિજ્ઞાાનીઓ જોકે કોરોના વાઇરસની તસવીર રજૂ કરવામાં સફળ થયા છે. કોરોનાના કેરળના એક મહિલા દરદીના ગળાના ભાગમાંથી લેવાયેલા લાળના નમૂનામાં રહેલા કોરોનાની આ તસવીર છે.

    કોરોના લોકડાઉન તો કાંઈ નથી, ‘મ

    આધુનિક ૨૧મી સદીમાં પણ જેઓ માત્ર ઘરમાં રહેવા જેવી સૂચના પણ પાળતા નથી તેમણે મહામારીઓના ઈતિહાસમાં ડોકિયું કરવાની જરૂર છે. વર્ષ ૧૮૭૨થી લઈને ૧૮૯૬ એમ માત્ર ૨૪ વર્ષના ટૂંકા ગાળામાં ત્રણ-ત્રણ મહામારી જેવી નોબત આવી પડી હતી, જેમાંની એકાદમાં પણ (નોવેલ કોરોનાની જેમ) વિદેશથી આવતા નાગરિકોને લીધે જ રોગ ફેલાયો હતો. એ વખતે તો આજના જેવી દવાઓ, સારવાર પણ ઉપલબ્ધ નહોતા. એકાદ મહામારીનું ઉદગમ સ્થાન વેરાવળ હોવાનું મનાય છે, તો અમુક તબક્કે મહાનગરી મુંબઈ મહામારીના લીધે ત્રીજા ભાગની ખાલી થઈ ગઈ હતી. પ્રમાણમાં પછાત લોકજીવ છતાં ત્યારેય લોકો જાતે જ સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળતા હતા.

    કોરોનાની દવા કદાચ ક્યારેય નહી

    કોરોનાની દવા શોધી રહેલી આંતરરાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરી રહેલાં સિનિયર વિજ્ઞાની જેન હાલ્ટનના કહેવા પ્રમાણે કદાચ કોરોનાની દવા ક્યારેય નહીં મળે, તેનો ઈલાજ વૈકલ્પિક દવાથી જ કરવો પડશે.

    કોરોનાની મહામારી સામાન્ય નથી,...

    દુનિયામાં કોરોનાનો વાઇરસ દાવાનળની જેમ ફેલાયો છે ત્યારે એ જાણી લેવું અત્યંત જરૂરી છે કે કોરોનાની મહામારી સામાન્ય નથી. જો આપણે ગંભીર બનીશું તો જીવી શકીશું...

    કોરોનાની સારવારમાં સુપર ડ્રગ

    સમસ્ત વિશ્વ કોરોના વાઇરસના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. આ મહામારીને નાથે તેવી કોઇ અકસીર દવા ઉપલબ્ધ નથી ત્યારે દુનિયાભરમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન (એચસીક્યૂ) કોરોનાની સુપર ડ્રગ્સ તરીકે ઉભરી છે. અને આ દવાનું ભારતમાં જંગી પાયે ઉત્પાદન થતું હોવાથી ભારત દુનિયા માટે મદદગાર બનીને ઉભર્યું છે. હકીકત એ છે કે આ દવા કોરોનાની નહીં પણ મેલેરિયાની છે. શરૂઆતના સ્તરથી અત્યાર સુધી કોરોના વિરુદ્ધ આ દવા સૌથી વધુ પ્રભાવી મનાઈ છે. ગત ૭૬ વર્ષથી ભારતમાં એન્ટિ મલેરિયા અને રુમેટોઈડ અર્થરાઈટિસના ઉપચારમાં વપરાતી આ દવાની અચાનક જ બજારમાં અછત વર્તાઈ.

    યુકેમાં કોવિડ-૧૯નાં પહેલા મોજામાં ૪૦,૦૦૦ના મોતની ચેતવણી અપાઈ

     વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ અધિકારી અને યુનિવર્સિટી કોલેજ લંડનના જાહેર આરોગ્ય નિષ્ણાત પ્રોફેસર એન્ખોની કોસ્ટેલોએ ચેતવણી આપી છે કે કોરોના રોગચાળાના પ્રથમ મોજામાં યુકેમાં ૪૦,૦૦૦ના મોત થઈ શકે છે. સરકારના ઢીલા પ્રત્યાઘાતની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે નેશનલ ટોલરન્સ સર્જાય તે પહેલા બ્રિટનને જીવલેણ બીમારીના આવા ૧૦ મોજાં સહન કરવા પડી શકે છે.