સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    કોરોના વાઈરસ વૃદ્ધો માટે શાથી જોખમી?

    કોરોના વાઈરસ મહામારીમાં વૃદ્ધોના મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના નવા અભ્યાસ અનુસાર વૃદ્ધ લોકોનાં ફેફસામાં ટિસ્યુઝ વધુ ‘કડક -બરડ’ હોવાથી વાઈરસ સરળતાથી તેમાં પ્રવેશી અત્યાધિક વધતા જાય છે અને ઝડપથી સમગ્ર શરીરમાં ફેલાઈ જીવલેણ બને છે.

    રોગપ્રતિકારક શક્તિ વધારવી છે?...

    કોરોના વાઇરસને ટક્કર આપવા માટે જરૂરી છે મજબૂત રોગપ્રતિકારક શકિત. જો તમે સારો ઇમ્યુનિટી પાવર ધરાવતા હશો તો આ મહામારીનો પ્રતિકાર કરી શકશો. આથી જ તબીબી નિષ્ણાતો એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે દરરોજ પાણી, દૂધ અને જ્યૂસ સહિત ચાર લિટર લિક્વિડની સાથે ફેફસાને મજબૂત બનાવવા ‘પલ્મોનરી રિહેબિલિટેશન’ પર ભાર મૂકી રહ્યા છે. 

    રોજ પાંચ કલાક મોબાઈલમાં વ્યસ્

    સ્થૂળતા અને જાડાપણુ આવવાના અનેક કારણો મેડિકલ સાયન્સમાં જોવા મળે છે. જોકે તાજેતરમાં અમેરિકામાં થયેલા સંશોધને અલગ જ દિશામાં તારણો આપ્યા છે. કેલિફોર્નિયાની સિમોન બોલિવર યુનિવર્સિટીમાં સંશોધન કરાયું હતું તેના તારણમાં જાણવા મળ્યું કે, દરરોજ પાંચ કલાક કે તેનાથી વધારે સમય મોબાઈલ ઉપર પસાર કરનારા લોકોને સ્થૂળતા થવાની શક્તાઓ ૪૩ ટકા વધારે હોય છે. 

    લોકડાઉનનો સદઉપયોગ કરોઃ તમારી

    દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન છે. લોકો ઘરમાં બંધ છે અને દુનિયા જાણે થંભી ગઈ છે. લોકોને હવે જિંદગી ધૂંધળી નજરે પડે છે. ભાગતી-દોડતી જિંદગીમાં અચાનક લાગેલી આ બ્રેક અને કોરોના વાઇરસના ડરે લોકોના માનસિક આરોગ્ય પર અસર પાડવાનું પણ શરૂ કર્યું છે. તેના કારણે ચોતરફ ચિંતા, ડર, એકલતા અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. ઘરેલુ હિંસાના કેસ પણ વધી રહ્યા છે. ઘરમાં કેદ લોકો હવે રોજેરોજ એકસરખી દિનચર્યાથી કંટાળ્યા છે.

    પેશન્ટને કોવિડ-૧૯ છે કે નહીંં? તેનો રિપોર્ટ ૧૫ કલાકની જગ્યાએ હવે ૧૫ જ મિનિટમાં જાણી શકાશે. એટલું જ નહીં, રિપો ર્ટ કાઢવા પાછળ માત્ર રૂ. ૫૦નો જ ખર્ચ થનારો છે. સુરતની SVNITના એશાઇન (ASHINE) ઇન્ક્યુબેશન સેન્ટરના વડા ડો જ્યોતિર્મય બેનર્જી અને ચાર વિદ્યાર્થી નિખિલ વ્યાસ, પ્રત્યુષ ગુપ્તા, દિવ્યા શાહ, કિશન સિંગ અને હેત શાહે મળી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એન્ડ ડીપ લર્નિંગથી સોફ્ટવેર બનાવ્યું છે. 

    કોરોના સંક્રમણનાં મોજાં આગામ

    કોરોના સંક્રમણનો પ્રભાવ બે વર્ષ સુધી વર્તાતો રહેશે અને વિશ્વની બે તૃતિયાંશ વસતીનું રસીકરણ નહીં થાય ત્યાં સુધી સંક્રમણ નિયંત્રણમાં આવવાની શક્યતા નથી. નિષ્ણાતોના જૂથે એક અહેવાલમાં આ બાબત જણાવી છે. જે વ્યક્તિ બીમાર ના દેખાતી હોય તેવી વ્યક્તિમાંથી સંક્રમણ આગળ ફેલાતું હોવાથી ઇનફ્લૂએન્ઝાને મુકાબલે આ વાઇરસને અંકુશમાં લેવો મુશ્કેલ છે.

    સ્લિપ્ડ ડિસ્ક (ગાદી ખસી જવી) અન

    કોરોના વાઇરસ મહામારીના કારણે લોકડાઉનનો સમય છે. કામકાજી લોકો પાસે ઘરમાં બેસી રહેવા અથવા ઘેર બેસીને કામ કરવા કરવા સિવાય વિશેષ પ્રવૃત્તિ રહી નથી. આવા સમયે, બેસવાની કે કામ કરવાની ખોટી આદતો સ્લિપ્ડ ડિસ્ક અને સાયેટિકાની સમસ્યાઓ ઉભી કરે છે.

    લોકડાઉનમાં માનસિક આરોગ્ય સેવાના અભાવે આપઘાતનું પ્રમાણ વધવાની ચિંતા

    કોરોના વાઈરસના કારણે લાખો લોકો ઘરમાં લોકડાઉન છે ત્યારે સેંકડો લોકો માનસિક આરોગ્ય સેવાઓ મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે. Mind ચેરિટીના સંશોધન અનુસાર ગત બે સપ્તાહમાં આશરે ૨૫ ટકા લોકો માનસિક આરોગ્ય સેવાની સુવિધા મેળવી શક્યા નથી. ચેરિટીએ ૮,૦૦૦થી વધુ લોકો સાથે કોરોના વાઈરસના કારણે તેમના પર થયેલી માનસિક અસરો વિશે વાત કરી હતી. વિશ્વના ૪૦થી વધુ નિષ્ણાતોએઆપઘાતની સંખ્યામાં ઉછાળો અટકાવવા માનસિક આરોગ્ય સપોર્ટ વધારવા તાકીદે પગલાં લેવાં સરકારોને હાકલ કરી છે.

    કોરોના વાઈરસ મહામારી દરમિયાન લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવા માટે પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના પ્લેટફોર્મ ‘એવરી માઈન્ડ મેટર્સ’ મારફત નવી સલાહ જારી કરવામાં આવી છે. કોરોના વાઈરસ સંબંધે લોકોમાં ભય વ્યાપ્ત છે. નવા ડેટા અનુસાર પાંચમાંથી ચાર (૮૫.૨ ટકા) લોકોને કોરોના વાઈરસની તેમની જિંદગી પર થઈ રહેલી અસરની ચિંતા છે. અડધાથી વધુ (૫૩.૧ ટકા) લોકો કહે છે કે તેનાથી તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે અને લગભગ અડધા (૪૬.૯ ટકા) લોકોએ વ્યગ્રતા-ચિંતાતુરતાના ઊંચા પ્રમાણની ફરિયાદ કરી હતી.