વર્ષો પહેલાં તાંબાના વાસણનું બહુ ચલણ હતું. અરે, ઘણા લોકો તો પોતાના ઘરમાં તેને સજાવીને પણ મૂકતાં અને આપણાં બાપ-દાદા તો તેમાં જ ભોજન કરતાં. આમ તો તે સમયે તાંબાનાં વાસણને સ્ટેટસ સિમ્બોલ ગણવામાં આવતાં, પણ ખરું પૂછો તો આ વાસણનો સ્વાસ્થ્ય સાથે ઊંડો સંબંધ છે. આજકાલ ભલે આપણે સ્ટીલ અને નોનસ્ટિકનો ઉપયોગ કરતાં હોઈએ પણ ખરેખર તો તાંબુ સ્વાસ્થ્ય માટે ઘણું ગુણકારી છે. તેના વાસણમાં પાણી પીવાથી તેમજ ભોજન કરવાથી શરીરને શું શું ફાયદા થઇ શકે તે વિશે વાત કરીએ.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
કોરોના મહામારીના કારણે બીજા વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ મૃત્યુ થઇ શકે છે. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના અભ્યાસમાં દાવો કરાયો છે કે બ્રિટનમાં કોરોના વાઇરસ, ખરાબ હેલ્થ સિસ્ટમ અને ગરીબીને કારણે ૫ વર્ષમાં આશરે ૬.૭૫ લાખ લોકોના મોત થઇ શકે છે. આ આંકડો બીજા વિશ્વયુદ્ધના મોત કરતા પણ વધુ છે.
ચીનના વુહાનમાંથી વિશ્વભરમાં પ્રસરેલા કોરોના વાઇરસ અંગે ચીનની બેટ વુમને ચોંકાવનારી ચેતવણી જાહેર કરી છે. ચીનમાં ચામાચીડિયા પર રિસર્ચ માટે જાણીતા વાઇરોલોજિસ્ટનું કહેવું છે કે કોરોના તો માત્ર એક પાસું છે, મૂળ સમસ્યા તો બહુ મોટી છે. ચામાચીડિયામાં ઘણા ખતરનાક વાઇરસ રહેલા છે જે ફરી ફેલાઇ શકે છે. જો મહામારી વકરે તો વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
જગલિંગ એટલે માત્ર ગેમ નહીં, પણ બોડી અને બ્રેઇન માટે ખૂબ જ અગત્યની એક્સરસાઇઝ. આ તારણ રજૂ કરનાર જર્મની અને સ્પેનના સંશોધકોના મતે ફાવટ આવતી જાય એમ-એમ વધુને વધુ બોલ્સને હવામાં ઉછાળીને ગેમને વધુ કોમ્પ્લેક્સ બનાવવાથી બ્રેઇનપાવર વધે છે.
‘હૂ’ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ કોરોના સામે મુકાબલો કરવા એન્ટિબાયોટિકના વધારે પડતાં ઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારી છે. સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ ગેબ્રેયેસસે જણાવ્યું હતું કે એન્ટિબાયોટિક દવાઓના વધારે પડતાં ઉપયોગથી ઘાતક બેક્ટેરિયાની પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે અને તે જીવલેણ સાબિત થઇ શકે છે.
ઇઝરાયલની બેન ગુરિયન યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ એવી ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ કોરોના ટેસ્ટ કિટ તૈયાર કરી છે કે જે માત્ર એક જ મિનિટમાં ટેસ્ટ રિઝલ્ટ આપી દેશે. આ ટેસ્ટ કિટથી ટેસ્ટિંગ માટે નાક, ગળામાંથી તેમજ ફૂંક મરાવીને સેમ્પલ લેવામાં આવે છે. આ ટેસ્ટથી જાણી શકાય છે કે કોણ કોરોના પોઝિટિવ છે અને કોણ લક્ષણો વિના જ સંક્રમિત છે. સંશોધકો દાવો કરી રહ્યા છે કે આ કિટ ૯૦ ટકા સચોટ રિઝલ્ટ આપે છે. આ ટેસ્ટ કિટની કિંમત માત્ર રૂપિયા ૩,૮૦૦ છે.
કેળાના રંગના આધારે તેના ફાયદા નક્કી કરી શકાય છે. તેનો રંગ જણાવે છે કે કેળું કાચું હોય ત્યારથી માંડીને પાકે ત્યાં સુધીમાં તેના પોષક તત્વોમાં સતત ફેરફાર થતો રહેતો હોય છે. આથી જ તેને ખાતા પહેલાં તેના રંગ ઉપર નજર કરવી જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ કે જેમને કેળાં ભાવતા હોય તેમણે ક્યારેક કાચું કેળું પણ ખાવું જોઈએ. કાચા કેળામાં સુગરની માત્રા ઓછી હોય છે. તેમાં સ્ટાર્ચ હોય છે. તેથી સુગરનું પ્રમાણ ધીમે ધીમે વધે છે. પીળાં થયેલાં અને પાકેલાં કેળામાં સુગરનું પ્રમાણ વધી જાય છે અને સ્ટાર્ચ ઓછો થઈ જાય છે. જેમ જેમ તેનો રંગ બદલાતો જાય છે તેમ તેમ તેના પોષકકત્વોમાં પણ ફેરફાર આવતો જાય છે.
કોરોના વાઈરસના સંક્રમણથી દૂર રહેવા અત્યારે તો બે મીટર જેટલું અંતર જાળવવાનો નિયમ અમલમાં છે પરંતુ, ઘણી જગ્યાએ આટલું અંતર જાળવવું મુશ્કેલ બની રહે છે. સંક્રમિત પેશન્ટથી ૨ (બે) મીટરનું અંતર રાખવાથી ચેપ લાગવાની શક્યતા કે જોખમ ૧.૩ ટકા રહે છે. જ્યારે, લાન્સેટ જર્નલમાં પ્રસિદ્ધ નવું સંશોધન જણાવે છે કે પેશન્ટથી ૧ મીટર દૂર રહો તો આવું જોખમ ૨.૬ ટકા રહે છે. આનો અર્થ એ કરાય કે ૧૦૦માંથી ૩ કરતાં ઓછી વ્યક્તિને ચેપ લાગી શકે. બે મીટરનું અંતર જાળવવાથી વધુ રક્ષણ મળી શકે પરંતુ, નિષ્ણાતો કહે છે કે તમને કશાંથી સંપૂર્ણ રક્ષણ મળી શકતું નથી. આના પગલે બ્રિટનમાં સામાજિક અંતરનો નિયમ બદલવા દબાણ થઈ રહ્યું છે. જોકે, હાઉસિંગ મિનિસ્ટર સાઈમન ક્લાર્ક સ્પષ્ટ કહે છે કે દબાણ છતાં સરકાર બે મીટરના અંતરનો નિયમ જાળવી રાખશે.
તમારા શરીરને સદાબહાર સ્વસ્થ રાખવું હોય તો આ પ્રકારનો ખોરાક ટાળો...
