સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    લવિંગ ખાવાથી વજન પર કાબૂ મેળવી...

    દરેક ભારતીય પરિવારના ઘરમાં લવિંગ તો અવશ્ય મળી જ રહેશે. કદમાં નાનકડો આ તેજાનો આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે. એક નવા સ્ટડીમાં એવું બહાર આવ્યું છે કે નિયમિત ધોરણે લવિંગનું સેવન કરવાથી વજન પર કાબૂ મેળવી શકાય છે.

    ભારત પર ‘કેન્સરના સુનામી’નો ખ

    કેન્સરના દર્દીઓની સફળ સારવાર અને આ ઘાતક બીમારી અંગે મહત્વપૂર્ણ સંશોધનો માટે જગવિખ્યાત ભારતીય મૂળના બે અમેરિકન ડોક્ટરોએ ભારત અંગે ચેતવણી આપી છે. ડોક્ટર દત્તાત્રેયુડુ નોરી અને ડોક્ટર રેખા ભંડારીએ ભારતને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય પગલાં ઉઠાવવામાં નહીં આવે તો દેશમાં ટૂંક સમયમાં ‘કેન્સરનું સુનામી’ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.

    વર્ક ફ્રોમ હોમનું  ચલણ વધારી ર

    આજકાલ યુવાનોમાં અને ખાસ કરીને પશ્ચિમી દેશોમાં વર્ક ફ્રોમ હોમનું કલચર ખૂબ જ વધી રહ્યું છે. મહિલાઓ અને ઉંમરલાયક લોકોને તેનાથી લાભ વધારે થાય છે પણ બીજી તરફ યુવાનોમાં આ સ્થિતિના લાભ કરતાં નુકસાન વધી રહ્યા છે. વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે યુવાનો એકલતા અને નિરાશામાં સપડાઈ રહ્યા છે. 

    અખરોટ બીપી અંકુશમાં રાખે અને હ...

    જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિએશનમાં તાજેતરમાં એક સંશોધન પ્રકાશિત થયું છે, જેમાં જણાવ્યું છે કે અખરોટ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. ઉપરાંત હૃદયસંબંધી બીમારીઓ થવાનું જોખમ પણ ઓછું રહે છે. પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ આ સંશોધન કર્યું છે. 

    હેલ્થ ટિપ્સઃ કફ અને ખાંસી મટાડ...

    ઠંડીના દિવસોમાં ગળામાં બળતરા, કફ, ઉધરસ વગેરે જેવી શારીરિક તકલીફોનું પ્રમાણ વધે છે. તેમાં પણ અસ્થમા-બ્રોન્કાઇટીસ જેવી તકલીફોવાળી વ્યક્તિને તેની અસર વધુ વર્તાય છે. આ તકલીફથી રક્ષણ મેળવવા માટે જ મોટા ભાગે શિયાળામાં ચ્યવનપ્રાશનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં રહેલી ઔષધિઓ શરરીનું રક્ષણ પણ કરે છે અને કફ-ખાંસી વગેરે થવા દેતા નથી. આ ઉપરાંત આવા સમયે નિયમિત લેવાતી પારંપરિક ઘરેલું ઔષધિઓમાં સૂંઠની ગોળીનો ઉપયોગ પણ ફાયદાકારક બને છે. ડ્રાય જીંજર એટલે કે સૂંઠ પાઉડર તેમજ ગોળને સરખા ભાગે લઇ થોડું ઘી નાખીને ગરમ કરી તેને એકદમ મિક્સ કરીને સોપારી જેવડી નાની લાડુડી વાળી લેવી. આ લાડુડી સવારના ભાગે લેવામાં આવે તો કફમાં રાહત થાય છે. 

    કોરોના વાયરસ કપડાં પર ૯ કલાક ત

    એક તરફ કોરાના વાઇરસ (કોવિડ-૧૯)એ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ તેના પર સતત રિસર્ચ ચાલી રહ્યા છે. હવે નિષ્ણાતોએ કોરાના અંગે એવું તારણ કાઢયું છે કે કપડા પર કોરોના વાઇરસ ૯ કલાક સુધી જીવતો રહી શકે છે જયારે મોબાઇલમાં ૯ દિવસ સુધી સંક્રમણ ફેલાવી શકે છે.

    કોરોના વાઇરસ અંગે ચીન અને અમેરિકા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. ચીન સરકારે આક્ષેપ કર્યો છે કે અમેરિકાના લીધે વુહાનમાં કોરોના વાઇરસ ફેલાયો છે.

    ૧૦૦ વર્ષ પૂર્વે પાંચ કરોડથી વધ...

    કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં ડરનો માહોલ ફેલાયો છે. દર્દીઓની સંખ્યા દિવસ-રાત વધી રહી હોવાથી સામાન્ય લોકો ખૂબ ચિંતાતુર છે. આવા સમયે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દેનાર સ્પેનિશ ફ્લુની બીમારીની યાદ તાજી થઇ જવી સ્વાભાવિક છે. સ્પેનિશ ફ્લુના કેસ સૌપ્રથમ ૧૯૧૮માં અમેરિકામાં જોવા મળ્યા હતા. આ પછી સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લેનાર સ્પેનિશ ફ્લુ કુલ વસ્તીના ૧.૭ ટકા લોકોને ભરખી ગયો હતો.