ભારતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ કેરળના ત્રિશૂરમાં નોંધાયો હતો. આ દર્દી એક યુવતી હતી. સંપૂર્ણ સાજી થઇ ગયેલી આ યુવતીએ નામ ન છાપવાની શરતે બીમારીનો ચેપ લાગવાથી માંડીને સ્વસ્થ થવા સુધીનો અનુભવ જણાવ્યો છે તેના અંશોઃ
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
દિલ્હીમાં કોરોનાનો શિકાર બનેલા પ્રથમ દર્દી રોહિત દત્તા (૪૫)ને શનિવારે સફદરજંગ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. મયૂર વિહાર ફેઝ-૨માં રહેતા રોહિતે સંપૂર્ણપણે કોરોના મુક્ત થયા બાદ પોતાને નવી જિંદગી મળ્યાનું જણાવ્યું હતું.
તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક પુસ્તકની વાત ફરતી થઇ હતી, જેમાં દાવો કરાયો હતો કે ૪૦ વર્ષ પહેલાના આ પુસ્તકમાં કોરોના વાઇરસનો ઉલ્લેખ જોવા મળે છે. જોકે હવે એક નવા પુસ્તકની વાત આવી છે. ૧૨ વર્ષ પૂર્વે લખાયેલા પુસ્તકમાં કોરોના વાયરસ સંદર્ભે ઉલ્લેખ છે.
તાઇવાનના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસ હાથ ધરીને ૧૮ પ્રકારની વિવિધ કસરતોની શરીર પર થતી અસરની તપાસ કરી હતી. આ અભ્યાસનો હેતુ કયા કારણસર વ્યક્તિમાં મેદસ્વીપણું આવે છે તે જાણવાનો હતો.
ગુજરાતની ટોચની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ નોન કિરોટિક NASHની વિશ્વની પ્રથમ દવા વિકસાવાઇ છે. તબીબી ભાષામાં નોન કિરોટિક નોન આલ્કોહોલિક સ્ટેઈટો હિપેટાઈટિસ (NASH) નામે ઓળખાતી લિવર સંબંધિત બીમારીની સારવારમાં આ દવા વિશ્વભરના દર્દીઓ માટે લાભકારક બની રહેશે.
એસિડિટીની તકલીફ હવે કોમન બનતી જાય છે. આ સમસ્યા આમ તો નોર્મલ ગણાય છે, પણ જો તે અમુક સમયથી વધારે લાંબો સમય રહે તો અલ્સરની શક્યતા રહે છે. આથી જેમને એસિડિટી રહેતી હોય તેણે ગેસ્ટ્રો સ્પેશિયાલિસ્ટ પાસે ચેક-અપ કરાવવું જ જોઇએ. વ્યક્તિએ વ્યક્તિએ એસિડિટી થવાનાં કારણો પણ અલગ-અલગ હોય છે. ઘણાંને વધારે પડતું જમી લેવાથી, તીખું-તળેલું ખાવાથી થતી હોય છે, તો ઘણાંને ભૂખ્યા પેટે થાય છે. અમુકને ટેન્શનના કારણે અથવા તો વધારે પડતું વિચારવાને કારણે પણ એસિડિટી થતી હોય છે. ટેન્શન રહેતું હોય તો શરીરમાં બનતાં એસિડનું પ્રમાણ વધી જાય. પરિણામે પેટમાં બળતરા ને માથાનો દુખાવો શરૂ થઇ જાય છે. આ સમસ્યાથી કઇ રીતે બચી શકાય તે વિશે થોડુંક...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
દૂધી વધારે બુદ્ધિ એવી ઉક્તિ આપણે અનેક વખત સાંભળી છે. જોકે બારેમાસ છૂટથી મળતું આ શાક સીધી જ મેધાશક્તિ વધારનારું નથી, પણ ઠંડકના ગુણને કારણે ઉનાળામાં મગજ, આંખો ને ચેતાતંત્રને શાતા અને શક્તિ બક્ષતું હોવાથી દૂધીથી બુદ્ધિશક્તિમાં ફાયદો થાય છે
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નિષ્ણાતો તાવ અને કફને કોરોના વાઈરસ ચેપના મુખ્ય લક્ષણો ગણાવે છે. જોકે, બ્રિટિશ એસોસિયેશન ઓફ ઓટોરિનોલેરિન્જોલોજી (Otorhinolaryngology)એ જણાવ્યું છે કે જે પેશન્ટ્સમાં તાવ કે કફ ના હોય તેમાં સ્વાદ અને ગંધનો અભાવ પણ કોરોના વાઈરસનો સંકેત આપી શકે છે. વાઈરસના ચેપના તાજા અભ્યાસના તારણો દર્શાવે છે કે માત્ર આઠ દિવસમાં હળવા કફ-ખાંસીથી ગંભીર શ્વસન સમસ્યાઓ સર્જાય છે. બીમારીના આરંભથી ડિસ્ચાર્જ થવાનો સરેરાસ સમયગાળો ૨૨ દિવસનો રહે છે તેમજ સરેરાશ ૧૮.૫ દિવસમાં મૃત્યુ ‘થઈ શકે છે.
કોરોનાના પ્રકોપથી દુનિયાભરમાં સેંકડો મોત થઇ ચૂક્યા છે. એવામાં દુનિયા ક્વોરેન્ટાઇન એટલે કે થોડાક સમય માટે અલગ-અલગ રહેવાની રીત અપનાવી રહી છે. આ શબ્દ ઇટાલીના ક્વારન્ટા જિઓની પરથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ ૪૦ દિવસનો થાય છે. ૬૦૦ વર્ષ પહેલા પ્લેગથી બચવા માટે ઇટાલીએ તેની શરૂઆત કરી. ભારતમાં આ રીત સદીઓથી ચાલી રહી છે. તેમાં નવજાત-માતાને ૧૦ દિવસ અલગ રાખવા, કોઇના મૃત્યુ પછી દૂર રહેવા જેવી અનેક પ્રથાઓ છે.
