કોરોના વાઈરસના પ્રસારમાંથી બચવા લોકડાઉનમાં ઘેર રહેવું ફરજિયાત અને હિતાવહ હતું પરંતુ, ઘેર રહેવા દરમિયાન લોકો કેટલીક બિનઆરોગ્યપ્રદ આદતોનો શિકાર પણ બની ગયા હતા. YouGovના સર્વેમાં જણાયું છે કે લોકડાઉનમાંથી બહાર આવ્યા પછી પણ બે તૃતીઆંશ લોકો આ આદતો ચાલુ રાખવા માગે છે. નબળું ડાયેટ, આલ્કોહોલ, સ્મોકિંગ, આળસ-નિષ્ક્રિયતા, સોશિયલ મીડિયાનો વધુપડતો ઉપયોગ અને મોડે સુધી જાગવાની ખરાબ આદતો હજુ ચાલુ રહેવાની છે. ૩૩ ટકા લંડનવાસીઓ લોકડાઉનમાં પડેલી ખરાબ આદતો છોડવાનો પ્રયાસ કરવા માગે છે. માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો ૪૫ ટકા લોકોએ કસરતો સહિતની પોઝિટિવ આદતો પણ વિકસાવી છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
કોરોના વાઇરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો મોતના મુખમાં હોમાઇ ગયા છે. આ વાઇરસ કઇ રીતે તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પ્રવેશીને તેનો પંજો ફેલાવે છે અને આખરે કઇ રીતે દર્દીની જિંદગી ભરખી જાય છે અને તે દરમિયાન કેવા કેવા પ્રાથમિક લક્ષણો જોવા મળે છે? વાંચો આગળ...
ભારતીયોમાં હર્ડ ઇમ્યુનિટી એટલે કે ટોળામાં ફરતાં રહેતા હોવાથી થોડા થોડા વાઇરસ તેમના શરીરમાં પ્રવેશી જતાં હોવાથી તેમની વાઇરસનો પ્રતિકાર કરવાની ક્ષમતા આપોઆપ વધી જતી હોવાનું જોવા મળે છે. પરિણામે ભારતમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાવાની ગતિ ઓછી હોવાનું અને ભારતીયોમાં કોરોના વાઇરસ ઓછો જીવલેણ બનતો હોવાનું જોવા મળી રહ્યું છે. દુનિયાના અન્ય દેશોની તુલનાએ ભારતમાં મરણાંક ઓછો હોવાનું કારણ પણ તેની હર્ડ ઇમ્યુનિટી જ હોવાનું તબીબોનું માનવું છે.
મધ્યમ વયનાં લોકોને કેન્દ્રમાં રાખીને થયેલો એક તબીબી અભ્યાસ દર્શાવે છે કે દરરોજ કાર્બોનેટેડ ડ્રિન્ક (ગેસમિશ્રિત પીણું) પીવાથી હાર્ટએટેક અને સ્ટ્રોકના જોખમમાં વધારો થઈ શકે છે.
સ્વસ્થ શરીર માટે આપણને ખનીજ, વિટામિનની સાથેસાથે કેટલાંય પોષકતત્ત્વની પણ જરૂરિયાત હોય છે. જો શરીરમાં ખનીજ, વિટામિન કે પોષકતત્ત્વોની કમી સર્જાય તો શરીરને એક યા બીજી બીમારી વળગે છે અને આમ શરીર નબળું પડે છે. વિટામિન-સી શરીર માટે કેમ જરૂરી છે તે વિશે વાત કરીએ તો વિટામિન-સીની ઉણપ શરીરમાં વર્તાય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. અને એક વાર રોગપ્રતિકારક શક્તિ ઘટે એટલે શરીરમાં અનેક રોગ પ્રવેશે છે. આથી તેની ઉણપ શરીરમાં ન વર્તાવી જોઇએ. તો ચાલો જાણી લઇએ વિટામિન-સીના મહત્ત્વના સ્રોત ક્યા છે...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થના વૈજ્ઞાનિકોના નવા સંશોધનમાં જણાવાયું છે કે, વાતચીત કરવાથી મ્હોંમાંથી ફેલાતા કોરોના વાઇરસના સૂક્ષ્મ કણો હવામાં ૮ મિનિટથી માંડીને ૧૪ મિનિટ સુધી ફેલાયેલા રહે છે. આ સમય સૌથી જોખમી છે. જો કોરોના વાઇરસનો ચેપ ધરાવતો વ્યક્તિ માસ્ક વિના વાતચીત કરે તો આસપાસના લોકોમાં ચેપ ફેલાવાનો ભય રહેલો છે.
કોરોના વાઇરસ મહામારીને પગલે વિશ્વભરમાં લાંબા સમય સુધી તેની આડઅસર જોવા મળશે. એક અભ્યાસ મુજબ દુનિયાભરના લોકોમાં, ખાસ કરીને નબળા લોકોમાં લાંબા સમય સુધી માનસિક તેમજ આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.
રોજ સવારે એક નાનો બાઉલ પલાળેલા ચણા ખાવાથી અનેક બીમારી સામે રક્ષણ મળે છે. ચણામાં વિવિધ પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે જેથી તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આજે જાણો કાનની પીડા વિશે.
