વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સપ્તાહમાં એક અથવા બે વખત એસ્પિરીનની ટીકડીઓ લેવાથી કેટલાક જીવલેણ કેન્સર થવાનું જોખમ ઘટાડી શકાય છે. આ દવાના નિયમિત ઉપયોગથી જઠર અને અન્નનળીનાં કેન્સરનું જોખમ ઘટે છે એટલું જ નહિ, આંતરડાના કેન્સર થવાનું જોખમ ૨૭ ટકા ઘટે છે તેમ ૪૫ અભ્યાસોના તારણો જણાવે છે. એસ્પિરીન લોહીને ઓછું ચીકણું અને પાતળું બનાવી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવા માટે તો જાણીતી દવા છે. મિલાન યુનિવર્સિટીના સંશોધકોએ લોકો અન્ય કઈ દવાઓ લેતા હતા તેને ધ્યાનમાં લીધું નથી.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
કોરોના વાઈરસની સારવારમાં નવી થીઅરી સામે આવી છે કે તમાકુમાં રહેલું નિકોટીન તત્વ દર્દીઓ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ધૂમ્રપાન કરનારાઓમાં ઈન્ફેક્શનના દર ઓછા જણાયા પછી ફ્રાન્સના સંશોધકો કોરોના પેશન્ટ્સ અને ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સને નિકોટીનના પેચીસ લગાવવાના છે.
જીવલેણ કોરોના વાઈરસ મહામારીના કારણે યુકેમાં લોકડાઉનના કારણે જીમ્સ બંધ છે અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ અપાય છે ત્યારે સક્રિય રહેવાનું ભારે પડકારજનક બની રહે છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ મજબૂતપણે કાર્ડિયો વાસ્કુલર ડિસીઝ, મેદસ્વિતા તેમજ ટાઈપ-ટુ ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ ઘટાડવા સાથે અને માનસિક આરોગ્ય સુધારવા સાથે સંકળાયેલી છે. શારીરિક એક્ટિવિટીમાં નાનો સરખો વધારો પણ આરોગ્ય પર સકારાત્મક સુધારો લાવી શકે છે. હાર્ટ રિસર્ચ યુકે ખાતે હેલ્થ પ્રમોશનના વડા ડો. હેલન ફ્લાહર્ટી સહિતના નિષ્ણાતોએ ઘરમાં રહીને પણ તમે આવશ્યક શારીરિક પ્રવૃત્તિ કેવી રીતે કરી શકો તે વિશે કેટલીક ટિપ્સ આપી છે.
યુકે સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ મહામારી ફેલાઈ છે ત્યારે એક અભ્યાસ અનુસાર બ્લડ ગ્લુકોઝનું ઊંચુ સ્તર અથવા ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ્સ કોવિડ-૧૯થી મોત પામવાનું જોખમ વધુ રહે છે. નિષ્ણાતોને ઊંચા બ્લડ ગ્લુકોઝ અને તીવ્ર કોવિડ-૧૯ વચ્ચેની કડી જોવા મળી છે. ગ્લુકોઝ મેટાબોલિઝમમાં વધારાના કારણે ઈમ્યુન સેલ્સના ઉત્પાદનમાં પણ ઉછાળો આવે છે જેને સાયટોકાઈન (Cytokine) સ્ટ્રોમ તરીકે ઓળખાય છે અને સામાન્યપણે ફેફસાંને અસર કરે છે.
આપણી સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ ગણાતી આ મુદ્રા આપણા શરીરના ઉર્જા પ્રવાહને સંતુલિત રાખવાથી લઈને માથાનો દુખાવો દૂર કરવા અને મનના ભયને નિવારવા માટે પણ ઉપયોગી ગણાય છે. યોગથી લઈને ભારતીય પરંપરામાં વારંવાર જેનો ઉપયોગ થયો છે એ અંજલિ મુદ્રા અથવા નમસ્કાર મુદ્રા અથવા નમસ્તે કરવાની સાચી રીત શું અને એનાથી કેવા લાભ થાય એ વિશે આપણે જાણીએ.
કોરોના વાઇરસ હાલ સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુક્યો છે અને તેની સૌથી વધુ ખરાબ અસર અમેરિકામાં જોવા મળી રહ્યો છે. આ સંજોગો વચ્ચે કોરોના વાઇરસની શરીર પર થતી અસરને લઇને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. કોરોના વાઇરસ શરીરના કેટલાક અંગોને નિષ્ક્રિય કરી જ રહ્યો છે સાથે સાથે તે લોહીમાં પણ માઠી અસર પહોંચાડી રહ્યો હોવાનું બહાર આવ્યું છે.
આજે પણ મોટા ભાગના ઘરોમાં સવારે નાસ્તા માટે બનતા પરાઠામાં અજમાનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં અજમો પેટ દર્દ અને ગેસ જેવી તકલીફ દૂર કરે છે. સવારે અજમો અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાય છે. મેંદાની બનેલી વાનગીઓમાં તો તેનો ખાસ ઉપયોગ થાય છે. તેનું કારણ એ છે કે મેંદો પચવામાં સૌથી વધુ સમય લે છે. તેનાથી પેટના રોગો થવાનું જોખમ પણ વધુ રહે છે. આથી જ મેંદો જલ્દી પચી જાય એ માટે તથા તે ખાવાથી પેટમાં ગેસ ન થાય એ માટે અજમાનો ઉપયોગ થાય છે. અજમો ભોજનના સ્વાદ વધારવાની સાથોસાથ જ પેટની કેટલીય બીમારીઓ ખતમ કરી દે છે.
અનીતા એક માર્કેટિંગ ફર્મમાં એડવાઇઝર છે. હાલ પતિ સુજીત ચક્રવર્તી અને ત્રણ સંતાનો સાથે ઘરમાં છે. ઘરમાં બાળકોએ અનીતાને ‘ટીચર અનીતા’ કહેવાનું શરૂ કરી દીધું છે. કંઇ પણ કહેવામાં આવે એટલે બાળકો ચીડાઇ જાય છે અને કંઇ માનતા પણ નથી. અનીતા કહે છે, ‘હજુ તો થોડાક દિવસ જ થયા છે, આગળ ન જાણે શું થશે?’
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર
ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ૨૦ મિનિટમાં રિઝલ્ટ આપતી એન્ટીબોડી ટેસ્ટ કિટ તૈયાર કરી લીધી છે. તેનાથી એ જાણી શકાશે કે કોઇ વ્યક્તિને કોરોનાનો ચેપ કેટલી હદે લાગી શકે છે? બ્રિટન સરકારે આવી પાંચ કરોડ કિટનો ઓર્ડર આપ્યો હોવાના અહેવાલ છે.
