કોરોના મહામારી અંગે ગેરમાન્યતા અને હકીકત...
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
દેશવિદેશમાં આગવી નામના ધરાવતા ગુજરાતના હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ કોરોના વાઇરસને કેન્દ્રમાં રાખીને હળવી શૈલીમાં, પરંતુ આ બીમારી સામે સાવચેતી દાખવવાનો સીધો-સરળ સંદેશો આપતું એક ગીત રચ્યું છે, જે અહીં સાભાર પ્રસ્તુત છે.
કોરોના વાઈરસનો પ્રકોપ દેશમાં એટલો વધી ચૂક્યો છે કે, કરોડો લોકો જાતે જ સાવધાની રાખી રહ્યા છે. દેશના ૨૩ રાજ્યમાં લૉકડાઉન ચાલુ છે. એટલે લોકો પોતાના ઘરોમાં કેદ છે. તેમની પાસે જાણકારી મેળવવા અને સમય વીતાવવા ટીવી અને અખબારોના વિકલ્પ છે. આ દરમિયાન એવી અફવા ફેલાઈ કે, અખબારો થકી પણ કોરોના સહેલાઈથી ફેલાઈ રહ્યો છે, પરંતુ આ દાવો ખોટો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશે પણ તેને અફવા ગણાવી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન (‘હૂ’)એ યુવાનોને ચેતવણી આપી છે કે કોરોના વાઇરસ તમને પણ સકંજામાં લઈ શકે છે અને તેમણે સમૂહમાં એકત્ર થઈને આ મહામારી વૃદ્ધોમાં ફેલાય તે પ્રક્રિયામાં મદદરૂપ ન થવું જોઈએ. અમેરિકી યુવાનો વસંતોત્સવની ઉજવણી દરમિયાન દરિયાકિનારે રેતમાં પાર્ટીનું આયોજન કરીને સમૂહમાં ધમાલ-મસ્તી કરી રહ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વહેતી થતાં આવી પ્રવૃત્તિની ભારે ટીકા થઈ રહી છે.
ચીનમાં સંશોધકો ૭૨,૦૦૦ દર્દીઓનો અભ્યાસ કર્યા બાદ એવા તારણ પર આવ્યા છે કે, કોવિડ-૧૯થી સંક્રમિત થયા બાદ મૃત્યુ પામેલામાં ૧૦.૫ ટકા દર્દી હૃદયરોગના દર્દી હતા. જ્યારે ડાયાબિટીસના દર્દીઓને કોરોનાનો ચેપ લાગે તો મૃત્યુ દર ૭.૩ ટકા અને ગંભીર શ્વસનતંત્રના રોગ હોય એવા લોકોમાં કોરોનાને કારણે મૃત્યુ દર ૬.૩ ટકા હતો! વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ હાલમાં જ એવા દિશાનિર્દેશ કર્યા હતા કે જે લોકો કોરોનાના શિકાર જલ્દીથી થઇ શકે એમ હોય તેવા લોકોએ ટોળાંથી દૂર રહેવું. ઉપરાંત બીમાર માણસો સાથે સંપર્ક વખતે વિશેષ કાળજી રાખવી. દુનિયાભરમાં સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યામાં વધારા થઈ રહ્યો છે.
તાવ-કફ-ખાંસી કે ફ્લૂના લક્ષણો હોય તો...
કોરોના અંગે ફેલાયેલી અફવાઓએ દુનિયામાં વાતાવરણ ડહોળ્યું છે. અખબાર, મિલ્ક પેકેટ કે ડોરબેલને સ્પર્શ કોરોના ફેલાવતા હોવાની અફવા પાયાવિહીન છે. ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઈમ્સ’)ના ડોક્ટરોના જણાવ્યા મુજબ કોરોના અખબાર વાંચવાથી ફેલાતો નથી.
આ ચેપ માણસમાંથી માણસમાં ફેલાય છે. લોકોએ હાથ સતત ધોઈ સ્વચ્છતા જાળવવાની જરૂર છે.
શિયાળામાં શરદી, કફ, તાવ અને ગળું ખરાબ થવું સામાન્ય બાબત છે. આમાં પણ વળી અત્યારે તો કોરોનાએ કેર વર્તાવ્યો છે. વ્યક્તિની રોગપ્રતિકારકશક્તિ નબળી પડવાને લીધે શરદી, કફ, તાવ કે ગળામાં તકલીફ જેવા ફ્લુના લક્ષણો શરીરમાં દેખાય છે. આનાથી બચવા માટે ભોજનમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ, હળદર, સરસવના તેલને સામેલ કરો.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર...
સરેમાં વસતાં બે સંતાનોનાં માતા અને ૭૮ વર્ષનાં યોગટીચર બાર્બરા ક્યુરી આજે પણ ૨૦ વર્ષની યુવતી જેવો તરવરાટ ધરાવે છે, જેનું શ્રેય તેઓ રોજના ૨૦ મિનિટના યોગ સેશનને આપે છે.
