સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    કોરોના વાઈરસઃ મહિલાઓની રોગ પ્

    ચીનમાં ઉદગમ સ્થાન ધરાવતા કોરોના વાઈરસે ભારત સહિત અનેક દેશોમાં પગપસારો કર્યો છે. આ અંગે અનેક રિસર્ચ થઈ રહ્યાં છે ત્યારે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં કોરોના સામે લડવાની ક્ષમતા વધુ હોય છે. આમ તો પુરુષો અને મહિલાઓ બંનેને કોરોના વાઈરસે પોતાનો શિકાર બનાવ્યો છે, પરંતુ અનેક પડકારો સામનો કરવામાં સ્ત્રીઓ આ વાઈરસનો સામનો કરવામાં અવ્વલ સાબિત થઈ છે. 

    ભારતીયોનું પ્રિય મુખશુદ્ધિકર...

    આજે પણ ભારતીયો નાગરવેલનાં પાનનાં ઘણા શોખીન છે. મુખશુદ્ધિકર હોવાથી આપણે ત્યાં લગભગ બધા જ પ્રદેશોમાં ભોજન પછી નાગરવેલનાં પાનમાં બીજાં મુખવાસ દ્રવ્યો મૂકીને ખાવાની પરંપરા છે. આયુર્વેદ પ્રમાણે આ પરંપરા હિતકારક પણ છે, પરંતુ અહીં એ વાતનું ધ્યાન રાખવું કે નાગરવેલનાં પાનમાં મૂકાતાં બીજાં મુખવાસ દ્રવ્યો પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ હિતકારી હોવાં જરૂરી છે. અન્યથા તે નુકસાનકારક બની શકે છે. તો આવો આ વખતે આયુર્વેદીય મતે આ નાગરવેલના ઔષધીય ગુણકર્મો અને ઉપયોગ વિશે જાણીએ.

    કોરોનાની સાઇડ ઇફેક્ટ: હૃદયરોગ,...

     કોરોના વાઇરસનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે આખી દુનિયામાં ચેપમુક્ત રહેવાની એક માત્ર સલાહ અપાતી રહે છે. જોકે હવે એ સલાહ અંગે પણ ફેરવિચારણાની નોબત આવી છે. સંસર્ગમુક્ત રહેવાને કારણે એકલતા કોરી ખાનારી બની રહે એમ છે અને તેને પગલે હૃદયરોગ, હતાશા અને ઉન્માદનું જોખમ વધી શકે છે.

    સોશિયલ ડિસ્ટન્સિંગે બૂસ્ટર શ

    સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બાયોફિઝિસિસ્ટ અને નોબેલ પ્રાઇઝ વિજેતા માઇકલ લેવિટે ભવિષ્યવાણી કરી છે કે કોરોનાનો કેર જલદી જ ખતમ થશે કેમ કે દુનિયા સોશિયલ ડિસ્ટિન્સિંગનું પાલન કરી રહી છે અને તેણે એક બૂસ્ટર શોટ આપ્યો છે, જે આ સમયે મહામારીથી લડવા માટે જરૂરી છે.

    કોરોનાનો જાન્યુઆરીથી જ ફેલાવ

    કોરોના વાઈરસનો પ્રસાર જાન્યુઆરીથી જ શરૂ થયો હોવાની અને બ્રિટનની અડધોઅડધ વસ્તીને તેનો ચેપ લાગ્યો હોવાની સંભાવના અને આશંકા ઓક્સફર્ડ યુનિવર્સિટીના તાજા અભ્યાસમાં દર્શાવાઈ છે. ઓક્સફર્ડમાં થીઅરીટિકલ એપિડીમિઓલોજીના પ્રોફેસર સુનેત્રા ગુપ્તાના નેતૃત્વ હેઠળ સંશોધકોની ટીમે કોવિડ-૧૯ના ઈન્ફેક્શન દરનો અભ્યાસ કર્યો છે.

    કોરોનાથી મૃતકોની સંખ્યા બમણી થવાની WHO દ્વારા ચેતવણી

    વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોના વાઇરસ મહામારીને પગલે આવનારા કેટલાક દિવસોમાં મૃત્યઆંક ગત સપ્તાહોની સરખામણીમાં બમણો થશે. સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આગામી દિવસોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા પ્રતિદિન એક મિલિયન સુધી પહોંચશે તેમ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ઘેબ્રેસસ દ્વારા જણાવાયું હતું.

    સાબદા રહેજો... ઉધરસ-છીંકથી કોરો

    જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં છપાયેલા રિસર્ચ પેપરમાં દાવો કરાયો છે કે કોરોનાનો સામનો કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ સામાજિક અંતર સંબંધિત જે ગાઇડલાઇન જારી કરી છે તે પૂરતી નથી. ઉધરસ કે છીંકવાથી પણ આ વાઇરસ ફેલાય છે અને તે પણ એકાદ-બે મીટર નહીં, પરંતુ આઠ મીટર સુધી ફેલાઈ શકે છે.

    ગરમ પાણી પીઓ, ધાણા-જીરું, કોથમી

    ભારત સરકારના આયુષ મંત્રાલયે કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વસ્થ રહેવા માટે કેટલાક દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. આમાં ખાસ તો શ્વાસ સંબંધિત કેટલાક ઉપાયો જણાવાયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અનુરોધ કર્યો છે કે આયુષ મંત્રાલયે લોકોને બહેતર આરોગ્ય અને રોગપ્રતિકારશક્તિ વધારવા માટે કેટલાક દિશા-નિર્દેશ આપ્યા છે. આ એવા ઉપાય છે જે આસાનીથી કરી શકાય છે. આ ઉપાયથી કોરોના સામે લડી શકાય છે.

    ભારતમાં બનેલી પહેલી કોરોના વાઇરસ ટેસ્ટિંગ કિટ બજારમાં મૂકાઇ ગઇ છે. પૂણેની માયલેબ ડિસ્કવરી ભારતની એવી પહેલી કંપની છે કે જેને આ કિટના ઉત્પાદન-વેચાણની મંજૂરી મળી છે. આ મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક કંપનીએ એચઆઇવી, હિપેટાઇટિસ બી તથા સી સહિતની બીમારી માટે પણ ટેસ્ટિંગ કિટ બનાવી ચૂકી છે. કંપનીનો દાવો છે કે તે એક અઠવાડિયામાં ૧ લાખ કોવિડ-૧૯ ટેસ્ટ કિટ પૂરી પાડશે અને જરૂર પડે બે લાખ કિટ તૈયાર કરી શકે છે. આ દરેક કીટ દ્વારા ૧૦૦ સેમ્પલ ચકાસી શકાય છે અને કિટની કિંમત પણ ૪૫૦૦ રૂપિયા જ છે.