સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    ઓછા કાર્બોહાઇડ્રેટ અને ઓછી ફે

    એંશીના દાયકાથી એવી માન્યતા લોકપ્રિય રહી છે કે ઓછી ફેટ એટલે કે  ચરબી અને ઓછા કાર્બોહાઇડ્રેટવાળા આહારથી વજન અને સ્વાસ્થ્ય સારું રહે છે. વધુ ફેટ અને વધુ કાર્બોહાઈડ્રેટવાળા આહારને નબળા આરોગ્ય સાથે જોડવામાં આવે છે અને સાથે સાથે જ તેને કારણે મોતનું જોખમ પણ વધુ રહે છે. જોકે હવે હાર્વર્ડ યુનિવર્સિટીના નવા સંશોધનમાં જણાયું છે કે ઓછા કાર્બોહાઇડ્રેટ અને ઓછી ફેટવાળા આહારથી આયુષ્ય લંબાતું નથી.

    ઊંચા ડાયાબિટીસ દરથી BAME દર્દીને ICUમાં ખસેડવાની વધુ શક્યતા

    સરકારને સુપરત કરાયેલા અભ્યાસ અનુસાર BAME (બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક) બ્રિટિશરોમાં ડાયાબિટીસનો દર ઘણો ઊંચો હોવાથી તેમને કોરાના વાઈરસનો ચેપ લાગે તો ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં ખસેડવા પડે તેવી શક્યતા વધુ રહે છે. એડિનબરા અને લિવરપૂલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા કરાયેલો અભ્યાસ સરકારની SAGE કમિટીને એપ્રિલના ઉત્તરાર્ધમાં સોંપી દેવાયો હતો. તેના તારણો કહે છે કે ડાયાબિટીસ બિનગોરા પેશન્ટ્સને ઈન્ટેન્સિવ કેરમાં રાખવા પડે તેનું જોખમ વધારે છે. અશ્વેત અથવા એશિયન વંશીયતાના લોકોમાં કોરોના વાઈરસથી મૃત્યુનું પ્રમાણ વધુ હોવાનું જણાવાય છે. બીજી તરફ, ઈન્ટેન્સિવ કેરના ડોક્ટર્સ જણાવે છે કે ડેટા આ સંશોધનના તારણોને સમર્થન આપતો નથી.

     ‘The Covidence UK’ અભ્યાસમાં જોડાવા માટે બ્રિટિશ એશિયનોને અનુરોધ

    આપણી કોમ્યુનિટીઓ શા માટે કોવિડ-૧૯થી ભારે ખતરામાં છે તે શોધવામાં વૈજ્ઞાનિકોને મદદ મળે તે અભ્યાસ માટે જોડાવા બ્રિટિશ એશિયનોને અનુરોધ કરવામાં આવ્યો છે. ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના વડપણ હેઠળ ‘The Covidence UK’ સ્ટડીનો આરંભ ૧ મેથી કરાયો છે અને સમગ્ર યુકેમાંથી ઓછામાં ઓછાં ૧૨,૦૦૦ લોકોને રિક્રુટ કરવાનું ધ્યેય છે. બાર્ટ્સ ચેરિટીના ભંડોળવાળા આ સંશોધનમાં કિંગ્સ કોલેજ લંડન, ધ લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસીન, ધ યુનિવર્સિટી ઓફ એડિનબરા, ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટ અને સ્વાનસી યુનિવર્સિટી પાર્ટનર તરીકે જોડાયેલી છે.

    ડાયાબિટીસના દર્દી માટે ‘સ્વી

    ઉનાળામાં કેરીની આ મોસમમાં અબાલ-વૃદ્ધ સૌને કેરી પ્રિય હોય છે. જોકે કેરીમાં શુગરનું પ્રમાણ ઊંચું હોવાથી ડાયાબિટીસ - મધુપ્રમેહના દર્દીઓ લોહીમાં શર્કરા વધી જવાના ભયે ‘ફળોના રાજા’નું સેવન ટાળે છે. જોકે હવે ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર છે. હવે જૂનાગઢમાં ‘ટોમી એટકિન્સ’ નામની કેરીની નવી જાત વિકસાવવામાં આવી છે. આ કેરીની વિશેષતા એ છે કે તે ખાવાથી શુગર વધતી નથી, આથી ડાયાબિટીસના દર્દીઓ પણ તેની ભરપેટ મજા માણી શકશે. 

    એશિયનોમાં શારીરિક નિષ્ક્રિયતા કોરોનાથી મોત તરફ ધકેલી શકે

    સરે અને સાઉધમ્પ્ટન યુનિવર્સિટીઓ દ્વારા અભ્યાસમાં જે લોકો વધુપડતા વજન અથવા સ્થૂળતા ધરાવતા હોય તેમ જ ત્વચાનો રંગ ઘેરો હોય તેમને કોવિડ-૧૯નો ચેપ લાગવાનું જોખમ વધુ હોવાનું જણાવાયું છે. આ તારણો અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી સમૂહોની કોમ્યુનિટી (BAME)માં કોરોના વાઈરસના અપ્રમાણસરના ઈન્ફેક્શન્સને સમજાવવામાં મદદરુપ બની શકે છે. તેમાં વિટામીન ડીનું પ્રમાણ પણ કોમ્યુનિટીમાં કોરોના વાઈરસની અસર નક્કી કરવા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.

    અનિદ્રાથી પીડાતા આધેડ અને વૃદ

    જે લોકોને રાત્રે ઊંઘ આવવાની સમસ્યા હોય એવા લોકો ચિતભ્રમ કે ચિંતાથી થતી સમસ્યાના ભોગ બનતા હોવાનું એક સંશોધન સમીક્ષામાં જણાવાયું છે. સંશોધકોએ આ પહેલાં થયેલા નોર્થ અમેરિકા, યુરોપ અને પૂર્વ એશિયામાં આધેડ અને વૃદ્વોની માનસિક હાલત ઉપર ઊંઘની અસર ઉપર અગાઉ થયેલા ૫૧ અભ્યાસોના ડેટા તપાસ્યા હતા. જે લોકો અનિદ્રાથી પીડાતા હોય તેઓમાં માનસિક રોગ વિકસે એવી સંભાવના ૨૭ ટકા વધુ હોય છે. સંશોધકોને એ પણ જણાયું છે કે જે લોકોને અપૂરતી ઊંઘ આવતી હોય, એવા લોકોમાં ચિતભ્રમ પેદા થવાનું જોખમ ૨૫ ટકા વધે છે. 

    જ્હોન્સન એન્ડ જ્હોન્સને યુએસ-

    વિખ્યાત જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીએ અમેરિકા અને કેનેડામાં તેનું બહુ જાણીતું ઉત્પાદન બેબી ટેલ્કમ પાઉડરનું વેચાણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીની આ પ્રોડ્ક્ટ અંગે ૧૬,૦૦૦થી ૧૯,૦૦૦ જેટલા કેસ કરાતા વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કંપનીનાં બેબી ટેલ્કમ પાઉડરમાં એસ્બેસ્ટોસનું પ્રમાણ વધુ હોવાથી બાળકોને કેન્સર થવાનું જોખમ રહેલું છે તેવી ફરિયાદ અરજીમાં કરાઇ છે. લોકોમાં આ અંગે ડર ફેલાયા પછી કંપનીનાં બેબી ટેલ્કમ પાઉડરનું વેચાણ ધરખમ ઘટયું છે.

    દરરોજ રાત્રે એક ગ્લાસ શરાબ કે

    નવા અભ્યાસના તારણ મુજબ દર રાત્રે એક ગ્લાસ શરાબ કે એક બિયર પીવાથી તમને કેન્સર થવાનું જોખમ પાંચ ટકા વધી જાય છે. જાપાનમાં ૧.૨૦ લાખથી વધુ લોકો પર થયેલા અભ્યાસમાં જણાયું છે કે ઓછી માત્રામાં પણ નિયમિત શરાબ પીવાથી નોંધપાત્ર રીતે કેન્સરનું જોખમ વધી જાય છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, જે લોકો જીવનમાં ક્યારેય શરાબ પીતા નથી તેમને કોઈ પણ પ્રકારનો રોગ થવાની સંભાવના સૌથી ઓછી હોય છે.

    બ્રાઝિલમાં ૩૮ વર્ષના યુવાનને

    બ્રાઝિલમાં એક અજબગજબ કિસ્સો સામે આવ્યો છે. ૩૮ વર્ષના એક યુવાનને પડખામાં દુખાવો ઉપડયો હતો. ડોક્ટરોએ પીડાનું નિદાન કરવા સીટીસ્કેન કર્યું તો જણાયું કે તેના શરીરમાં ત્રણ કિડની છે. એટલું જ નહીં, ત્રણેય કિડની એક સરખી રીતે કાર્યરત છે. ભાગ્યે જ જોવા મળે એવા આ કિસ્સાથી ડોક્ટરો પણ આશ્વર્યચકિત થઇ ગયા હતા.