કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ કસરત- વર્કઆઉટ કરતા થયા છે ત્યારે તેને સંબંધિત ઈજામાં પણ વધારો થયો છે. આના પરિણામે લોકો ઈન્ટરનેટ-ગૂગલ પર સામાન્ય ઈજાઓ વિશે ખાખાંખોળા કરવા લાગ્યા છે. fit4thefight દ્વારા નવા સંશોધન અનુસાર કડક લોકડાઉનના છ સપ્તાહમાં ઘૂંટણમાં દુઃખાવાની ઈજા વિશે ૪૭૧ ટકા અને ઘૂંટીમાં મચકોડ વિશે શોધમાં ૨૬૭ ટકાનો વધારો થયો છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૧૧ એપ્રિલથી અમલી બને તે રીતે આંશિક છૂટછાટો સાથે લોકડાઉન ખોલવાની જાહેરાત કરી છે પરંતુ, યુકેમાં મૃત્યુઆંક ૩૧,૮૦૦થી પણ વધ્યો છે ત્યારે લોકોમાં કોરોના વાઈરસ અંગેનો જે ભય છે તે દૂર થવા બાબતે આશંકા યથાવત છે. સમગ્ર યુરોપમાં યુકેમાં સૌથી વધુ મૃત્યુઆંક છે. એક પોલમાં જણાયું હતું કે લોકડાઉન હળવું કરાય ત્યારે પણ કામ પર પાછા ફરવાનો ઈનકાર કરવા દેવો જોઈએ તેમ ૧૦માંથી સાત વ્યક્તિએ જણાવ્યું હતું. બાળકોને શાળામાં નહિ મોકલવા મુદ્દે દંડ ન કરાવો જોઈએ તેમ માનનારા ૬૩ ટકા હતા. મહત્ત્વની વાત એ છે કે બે તૃતીઆંશ જેટલા લોકોના મતે લોકડાઉનનો અંત લાવવો વહેલું ગણાશે. મેઈલ ઓનલાઈન માટે રેડફિલ્ડ એન્ડ વિલ્ટન સ્ટ્રેટેજીસ દ્વારા કરાયેલા ખાસ રિસર્ચ અનુસાર કઠોર નિયંત્રણો વહેલા દૂર કરાશે તો તેની અસરો વિશે ૬૨ ટકા લોકો વધુ ચિંતિત છે. બીજી તરફ, ૩૮ ટકાએ ઈકોનોમી પર તેની ગંભીર અસર લાંબી ચાલવા વિશે ચિંતા દર્શાવી હતી.
વિશ્વમાં સંક્રમણ ફેલાવનાર આ નોવેલ કોરોના વાઈરસમાં જૈવિક વિવિધતા જોવા મળી છે. યુનિવર્સિટી કોલેજ લંડનના વૈજ્ઞાનિકોના સંશોધનમાં જણાયું છે કે કોરોનાવાઈરસ હવે લોકસમૂહ પ્રમાણે પોતાને ઢાળી કે અનુકૂળ બનાવી રહ્યો છે. વિશ્વમાં સંક્રમિત ૭,૫૦૦થી વધુ લોકોમાં કોરોના વાઈરસના જિનોમનું સંશોધન કર્યા પછી વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે તે અત્યાર સુધી ૨૦૦ વખત મ્યૂટેટ થઈ ચૂક્યો છે. તેમાં થતાં ફેરફારો આપણી ધારણાથી પણ આગળ છે.
જો વ્યક્તિમાં વિટામીન-ડી ઓછું હોય તો કોવિડ-૧૯થી સંક્રમિત થયા બાદ મૃત્યુ થવાનું જોખમ વધી જતું હોવાનું તારણ અભ્યાસના આધારે રજૂ થયું છે.
સમસ્ત વિશ્વના દેશો કોરોના સામે લડી રહ્યા છે. વિશ્વમાં વસ્તીના આંકડાની રીતે જોઇએ તો બીજા નંબર પર હોવા છતા ભારતે કોરોના વાઇરસના ફેલાવાને જે રીતે રોક્યો છે, તેની દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે.
યેલ યુનિવર્સિટીના સંશોધકોએ સ્મોકરના કપડાંને કેન્દ્રમાં રાખીને તદ્ન અલગ સંશોધન કર્યું છે. સંશોધન પ્રમાણે જે લોકો સતત સ્મોકિંગ કરે છે એવા લોકોનો સમુહ એકઠો થાય છે ત્યારે તેમના કપડાંમાંથી એક કલાકમાં ૧૦ સિગારેટમાંથી નીકળતા ધુમાડા જેટલું નિકોટિન હવામાં ભળતું હોય છે. જે સ્મોકરની સાથોસાથ તેની આસપાસ બેસનારાના શરીરને પણ નુકસાન પહોંચાડે છે.
ઋતુના સંધિકાળમાં વાઇરસ માથું ઉચકતાં હોવાથી શરદી-ખાંસીની તકલીફ સૌ કોઈને સતાવતી હોય છે. જોકે સામાન્ય શરદી-ખાંસીનો ઉપચાર તમારા કિચનમાં જ છે. આ સરળ ઘરેલુ ઉપચારોથી તમને શરદી-ખાંસીમાં અવશ્ય રાહત મળશે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર
કોરોના વાઈરસના ચેપથી બચવા કે વાઈરસને ખતમ કરવાના નીતનવા નુસખા આવતા રહે છે. હવે તેમાં માઉથવોશનો ઉમેરો થયો છે. માઉથવોશમાં રહેલાં કેમિકલ્સથી વાઈરસના રક્ષાત્મક પડને નુકસાન થતું હોવાના દાવા સાથે વિજ્ઞાનીઓએ તેમાં વધુ સંશોધનની હાકલ કરી છે. વાઈરસ અને હેલ્થ નિષ્ણાતો કહે છે કે તેમણે પરીક્ષણો કર્યાં નથી પરંતુ, અન્ય વાઈરસીસ પર તેની અસરોને ધ્યાનમાં લીધી છે. જોકે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ સ્પષ્ટ કર્યું છે કે માઉથવોશનો ઉપયોગ નોવેલ કોરોના વાઈરસના ચેપ સામે રક્ષણ આપશે તેવા કોઈ પૂરાવા નથી.
બ્રિટનમાં વિકસાવાયેલી વેક્સિનના માંકડા (Rhesus Macaque) -વાંદરા પર સફળ પ્રયોગ પછી કોરોના વાઈરસની સારવાર બાબતે આશા ઉજળી બની છે. આ પ્રયોગમાં કોઈ આડઅસર વિના જ છ માંકડામાં કોવિડ-૧૯ની એન્ટિબોડીઝ પેદા થવા સાથે તેમની ઈમ્યુન સિસ્ટમ વધુ તાકાતવર બની હતી.
