કોરોનાના વધતા જોખમ વચ્ચે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોર્ટુગલમાં પોતાની ૨ હોટેલને હાલ હોસ્પિટલમાં ફેરવી છે. તેણે લિસ્બન અને ફુંચાલમાં પોતાની બંને CR7 નામે જાણીતી હોટેલને હોસ્પિટલ બનાવ્યાનું બહાર આવ્યું છે.
રમતગમત
Block: Site: Subtree Block
કોરોના વાઇરસના કારણે ગ્લોબલ સ્પોર્ટ્સ ઇવેન્ટ કેલેન્ડરને મોટી ઇફેક્ટ થઈ છે અને ઘણી ટૂર્નામેન્ટ તથા ચેમ્પિયનશીપને રદ કરવામાં કે સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે સૌથી મોટી અસર યુરોપની વિવિધ ફૂટબોલ ઇવેન્ટ ઉપર પડી છે. ફૂટબોલની વર્તમાન સિઝનને જો હવે રદ કરવામાં આવે તો યુરોપની પાંચ ટોચની લીગને લગભગ ૩.૭૫ બિલિયન પાઉન્ડ (૪.૩૩ બિલિયન યૂરો)નું નુકસાન થઈ શકે છે. પ્રત્યેક લીગ હવે લગભગ તેના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. બ્રિટનની એક એકાઉન્ટિંગ કંપનીએ કરેલી ગણતરી મુજબ આ રકમમાં મેચના દિવસ, બ્રોડકાસ્ટ તથા કોમર્શિયલ રેવન્યૂનો સમાવેશ થાય છે. ટીમોના લોકપ્રિયતાના આધારે પણ જાહેરખબર તથા ગેટ મની પણ વધી શકે છે.
ભારતના લેજન્ડરી ફૂટબોલર અને ‘ફિફા’ ઓર્ડર ઓફ મેરિટથી સન્માનિત ઓલિમ્પિયન પ્રદીપ કુમાર બેનર્જીનું ૮૩ વર્ષની જૈફ વયે અવસાન થયું છે. ૧૯૬૨ની એશિયન ગેમ્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનારી ટીમમાં પણ પ્રદીપ કુમાર સામેલ હતા. તેઓએ ભારતીય ફૂટબોલમાં ૫૧ વર્ષ સેવા આપી હતી. ફૂટબોલર તરીકેની કારકિર્દી પૂર્ણ કર્યા બાદ તેમણે કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી.
વિશ્વભરમાં પગપેસારો કરી ચૂકેલા કોરોના વાઇરસના ખતરાને ધ્યાને લઇને ઓલિમ્પિક આયોજન સમિતિએ રમતોત્સવને એક વર્ષ સુધી મુલત્વી રાખવાની જાહેરાત કરી છે. મહામારીના પગલે અનેક દેશો રમતોત્સવ મુલત્વી રાખવા માગણી કરી રહ્યા હતા અને કેનેડા સહિતના કેટલાક દેશોએ તો આમાંથી પોતાના નામ પાછા પણ ખેંચી લીધા હતા. આ બધા વચ્ચે ઓલિમ્પિક મશાલ ચાર્ટર્ડ ફલાઇટમાં ગ્રીસના એથેન્સથી ટોક્યો પહોંચી હતી.
કોરોના વાઇરસ મહામારીને પગલે વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ રદ કરાઈ છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પ્રથમવાર એવું થયું છે કે જ્યારે ગ્રાસ કોર્ટની ટૂર્નામેન્ટ રદ થઈ છે. હવે આ ગ્રાન્ડસ્લેમ ૨૦૨૧માં ૨૮ જૂનથી ૧૧ જુલાઈ દરમિયાન રમાશે. ઓલ ઇંગ્લેન્ડ લોન ટેનિસ કલબ દ્વારા આ બાબતે જાહેરાત કરવામાં આવી હતી.
કોરોના મહામારીના કારણે ચાર મેરેથોન ઈવેન્ટ રદ કરાયા પછી ઈલ્ફર્ડના મેરેથોન મેન હરમન્દર સિંહે પોતાના બગીચામાં જ એક સપ્તાહમાં ચાર મેરેથોન પૂર્ણ કરી નવો વિક્રમ બનાવ્યો છે. મેરેથોનથી દૂર રહેવા ન માગતા વેલેસ્લી રોડ પર રહેતા ૬૦ વર્ષીય હરમન્દર સિંહે આટલું અંતર એક સપ્તાહમાં પૂર્ણ કરી શકે તેવો નિર્ણય લીધો હતો. તેઓ ગત ૩૫ વર્ષમાં ગ્રેટ નોર્થ રન અને ગ્રેટ લંડન મેરેથોન પૂર્ણ કરનારા વિશ્વમાં એક માત્ર વ્યક્તિ છે.
ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર ગર્ભવતી નતાશાનો ફોટો શેર કરીને ફેન્સના આશીર્વાદ માંગ્યા છે. આ સાથે હાર્દિકે બેબી શાવર એટલે કે સીમંતની વિધિના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા છે. હાર્દિક આ ફોટો સાથે કોમેન્ટ લખી છે કે નતાશા અને મારું જીવન ખૂબ સારી રીતે વીતી રહ્યું છે. અમે અમારી જિંદગીમાં થોડાક સમયમાં જ એક નવી જિંદગીને આવકારવા ઉત્સાહિત છીએ. અમે તમારા આશીર્વાદ તથા પ્રાર્થનાઓ સાથે રોમાંચિત છીએ જિંદગીના આ નવા તબક્કાની શરૂઆત કરવા માટે.
મુંબઇઃ પહેલાં કિંગ્સ ઇલેવન પંજાબ અને પછી દિલ્હી ડેરડેવિલ્સ આઇપીએલ સિઝન-૮ના ટાઇટલ માટેની સ્પર્ધામાંથી બહાર ફેંકાઇ ગયા છે. પંજાબ કિંગ્સ ઇલેવનનો તો સમગ્ર ટૂર્નામેન્ટમાં એટલો ખરાબ દેખાવ રહ્યો હતો કે તેની વિદાય નક્કી જ હતી.
ભારતના સૌથી ઉંમરલાયક ફર્સ્ટ કલાસ ક્રિકેટર વસંત રાયજીનું શનિવારે નિધન થયું છે.
વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈન્મેન્ટ (ડબલ્યુડબલ્યુઈ)ના સુપરસ્ટાર રેસલર અંડરટેકરે ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દી બાદ હવે રિંગ છોડવાનો નિર્ણય કર્યો છે. ‘ડેડમેન’ તરીકેની ઓળખ ઊભી કરનાર ૫૫ વર્ષીય અંડરટેકરનું સાચું નામ માર્ક કાલાવેએ છે. તાજેતરની એક દસ્તાવેજી ફિલ્મમાં તેણે જણાવ્યું હતું કે હવે તેના માટે કંઇ જીતવાનું બાકી રહ્યું નથી. આક્રમક અંદાજ અને બેફિકર સ્ટાઈલને કારણે એક આખો અલગ જ ચાહકવર્ગ ઊભો કરનારા અંડરટેકરને સોશિયલ મીડિયામાં ચાહકોએ ભાવભરી વિદાય આપી હતી.
