બાંગ્લાદેશે ત્રણ વખતના ચેમ્પિયન ભારતને ત્રણ વિકેટે હરાવીને પહેલી વખત આઈસીસી અંડર૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. જોકે તે આ ઐતિહાસિક વિજય પચાવી શક્યું ન હોય તેમ લાગે છે. ભારતીય ટીમે પરાજયને ખેલદિલી સાથે સ્વીકાર્યો હતો, પરંતુ બાંગ્લાદેશની ટીમે વિજયની એટલા આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી કે આઇસીસીએ શિસ્તભંગના આકરાં પગલાં ભર્યાં છે. આઇસીસીએ ત્રણ બાંગ્લાદેશી અને બે ભારતીય ખેલાડીઓને ગેરવર્તણૂક બદલ દોષિત ઠરાવ્યા છે.
રમતગમત
Block: Site: Subtree Block
વર્તમાન વિશ્વ ક્રિકેટમાં ‘ટોપગન’ અને ‘રનમશીન’ જેવી ઓળખ ધરાવતો ટીમ ઇંડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ફકત મેદાનમાં જ નહીં, બિઝનેસના મામલે પણ સુપરડુપર હિટ છે. બેટિંગ અને કેપ્ટનશીપના મોટા ભાગના રેકોર્ડ પોતાના નામે કરી ચૂકેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ભારતીય સેલીબ્રિટી બ્રાન્ડ વેલ્યૂ મામલે બોલિવૂડના સુપરસ્ટારોને પણ પાછળ રાખી દીધા છે. તે અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા સ્ટારથી ડબલ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતો હોવાનું તાજેતરના એક રિપોર્ટમાં દર્શવાયું છે. આ સૂચિમાં વિરાટ કોહલી સતત ત્રીજા વર્ષે ટોચનું સ્થાન મેળવ્યું છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ની હાઈપ્રોફાઈલ ટ્વેન્ટી-૨૦ લીગ આઈપીએલની આગામી સિઝનનો કાર્યક્રમ ક્રિકેટ વર્તુળોમાં અને સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જે અનુસાર આઈપીએલ-૨૦૨૦ની પહેલી મેચ ૨૯ માર્ચના રોજ મુંબઈ-ચેન્નઈ વચ્ચે રમાશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન-ડે શ્રેણી ૧૮મી માર્ચે પૂરી થઇ રહી છે, જેના ૧૧ દિવસ બાદ આઈપીએલનો પ્રારંભ થશે તેમ મનાય છે. અલબત્ત, આઈપીએલ દ્વારા હજુ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો નથી.
ઇંગ્લેન્ડનો ટોચનો પેસ બોલર જોફ્રા આર્ચર સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે આઇપીએલ ૨૦૨૦ સિઝનમાંથી બહાર થઇ ગયો છે.
ઓસ્ટ્રેલિયાને ૨૦૧૫માં વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેપ્ટન માઇકલ ક્લાર્કનું અંગત જીવન ખોરંભે પડ્યું છે. માઇકલ ક્લાર્કે તેની પત્ની કેલીથી છૂટાછેડા લીધા છે. ૧૨ ફેબ્રુઆરીએ માઇકલ ક્લાર્કે એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. ક્લાર્કે સાત વર્ષ પહેલાં કૈલી સાથે લગ્ન કર્યા હતા અને બંનેને એક પુત્રી પણ છે. જોકે બંને વચ્ચે મનમેળ રહ્યો ન હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી અને માઇકલ ક્લાર્ક છેલ્લા પાંચ મહિનાથી અલગ મકાનમાં રહેતો હતો. આ વાત મીડિયામાં આવી નહોતી, પરંતુ હવે ક્લાર્કે છૂટાછેડાની વાતને સમર્થન આપતું નિવેદન જારી કર્યું છે.
ભારતમાં સ્થાનિક ક્રિકેટમાં મોખરાનું સ્થાન ધરાવતી રણજી ટ્રોફીની ઘરવાપસી થઇ છે. સૌરાષ્ટ્રની ટીમે કેપ્ટન જયદેવ ઉનડકટના નેતૃત્વમાં બંગાળ સામેની ડ્રો થયેલી ફાઈનલમાં પ્રથમ ઈનિંગની સરસાઈના નિયમને આધારે વિજય મેળવ્યો છે. આ સાથે જ સૌરાષ્ટ્રે પહેલી વખત ભારતની પ્રીમિયર ફર્સ્ટ ક્લાસ ચેમ્પિયનશિપ - રણજી ટ્રોફી કબ્જે કરી છે. સૌરાષ્ટ્રની આગવી ઓળખ સમાન નવાનગરના રાજવી અને ભારતીય ક્રિકેટના પિતામહ કહી શકાય તેવા જામ રણજીતસિંહના નામ સાથે જોડાયેલી ટ્રોફીની જાણે વતન-વાપસી થઈ હોવાનો અહેસાસ સૌરાષ્ટ્ર સહિત ક્રિકેટચાહકોએ અનુભવ્યો છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઇ)એ દેશમાં કોરોના વાઈરસની પરિસ્થિતિ જોતાં ક્રિકેટરો, ઓફિસિઅલ્સ અને ચાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આઈપીએલ ટ્વેન્ટી-૨૦ને ૧૫મી એપ્રિલ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી હતી. આઈપીએલ ટૂર્નામેન્ટનો પ્રારંભ ૨૯મી માર્ચથી થવાના હતો.
આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમના માલિક નીતા અંબાણીને રમતગમત ક્ષેત્રે ૧૦ સૌથી વધુ પ્રભાવશાળી મહિલાઓમાં સ્થાન મળ્યું છે. નીતા અંબાણી ભારતનાં સૌથી વધુ ધનિક ગણાતા કોર્પોરેટ દિગ્ગજ મુકેશ અંબાણીનાં પત્ની છે. સ્પોર્ટ્સ બિઝનેસ નેટવર્ક આઇસ્પોર્ટકનેક્ટે વર્ષ ૨૦૨૦ માટેની ‘ઇન્ફ્લુએન્શિયલ વિમેન ઇન સ્પોર્ટ’ની યાદી જાહેર કરી છે.
કોરોનાના કારણે હવે ક્રિકેટ ટુર્નામેન્ટ્સને પણ અસર થવા માંડી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ બોર્ડે હાલની સ્થિતિ જોતાં શ્રીલંકા પ્રવાસે પહોંચેલી રૂટની આગેવાની હેઠળની ટીમને તત્કાળ સ્વદેશ પરત ફરવા માટે જણાવ્યું હતું.
લાસ વેગાસઃ કેસિનો સિટીમાં શનિવારે ખેલાયેલો ફાઇટ ઓફ ધ સેન્ચુરી જંગ ‘મની મેન’ના હુલામણા નામે જાણીતા અમેરિકી બોક્સર ફ્લોઇડ મેવેદર જુનિયરે જીત્યો છે. વેલ્ટરવેઇટ વર્લ્ડ ચેમ્પિયનશીપ ફાઇટમાં અત્યાર સુધી એક પણ મુકાબલો ન હારનારા મેવેદર જુનિયરે જીતનો સિલસિલો જારી રાખતાં ફિલિપાઇન્સના મેન્ની પેક્વિઓને પરાજય આપ્યો હતો.
