રમતગમત

No

Block: Site: Subtree Block

    આઇપીએલ-૧૩: ૨૯ વિદેશી, ૩૩ ભારતીય...

    ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની ટી૨૦ લીગ આઇપીએલની ૧૩મી સિઝન માટે કોલકતામાં ગુરુવારે હરાજી યોજાઇ હતી. જેમાં મહત્તમ ૭૩ ખેલાડીઓની બોલી લાગી શકે તેમ હતી. લગભગ પાંચ કલાક ચાલેલી આ હરાજીમાં ૬૨ ખેલાડીઓ વેચાયા હતા અને તેમાં ૩૩ ભારતીય અને ૨૯ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ફ્રેન્ચાઇઝી ટીમોએ ખેલાડીઓને ખરીદવા ૧૪૦.૩ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. 

    ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર

    ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર ઈરફાન પઠાણે તમામ સ્તરના ક્રિકેટમાંથી એક ખેલાડી તરીકે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ૩૫ વર્ષીય ઈરફાન છેલ્લી સ્પર્ધાત્મક મેચ ફેબ્રુઆરી-૨૦૧૯માં જમ્મુ-કાશ્મીર તરફથી સૈયદ મુસ્તાક અલી ટી-૨૦માં રમ્યો હતો. વર્ષ ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયા પ્રવાસથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કરનારા ઈરફાન પઠાણની ઓલરાઉન્ડર પ્રતિભાની સરખામણી ઘણી વખત કપિલ દેવની સાથે થતી હતી.

    રોયલ મિન્ટે ટોક્યો ઓલિમ્પિક્સના નવા પાંચ સિક્કાનો સેટ જારી કર્યો

    રોયલ મિન્ટ દ્વારા ૨૦૨૦ના વર્ષ માટે ટોક્યો ઓલિમ્પિક્સ સહિતના સંદર્ભે ૫૦ પેન્સના સ્પેશિયલ ડિઝાઈનના પાંચ નવા સિક્કા જારી કરાયા છે. આ સિક્કા સેટના ભાગરુપે જ જારી કરાશે અને ચલણમાં ઉપયોગમાં નહિ લેવાય. ૫૦ પેન્સનો એક સિક્કો ૨૦૨૦માં જાપાનના ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક્સ વિશે હશે. રોયલ મિન્ટે ૨૦૧૨ની લંડન ઓલિમ્પિક્સ અગાઉ પણ ૨૯ સિક્કા બહાર પાડ્યા હતા. આ ઉપરાંત, રોયલ મિન્ટ દ્વારા ૧,૨,૫,૧૦,૨૦,૫૦ પેન્સ તથા ૧ અને ૨ પાઉન્ડના સંગ્રહ માટેના અલગ સિક્કા પણ જારી કરાનાર છે.

    રેસ અક્રોસ અમેરિકાઃ વિશ્વની સ

    વિશ્વની સૌથી કપરી સાઇક્લિંગ રેસ તરીકે જાણીતી રેસ અક્રોસ અમેરિકા (RAAM) માટે અમદાવાદના ૩૮ વર્ષના વિવેક શાહે ક્વોલિફાય કર્યું છે. આગામી જૂનમાં યોજાનારી આ અલ્ટ્રા સાઇક્લિંગ રેસ માટે સમગ્ર ભારતમાંથી માત્ર ત્રણ જ સાઇક્લિસ્ટ ક્વોલિફાય થયા છે. વિવેક શાહ આ રેસ માટે ક્વોલિફાય થનાર પ્રથમ ગુજરાતી છે. આ પડકારજનક રેસને પૂર્ણ કરવાની સિદ્ધિ અત્યાર સુધીમાં માત્ર ત્રણ ભારતીયો મેળવી શક્યા છે અને હવે વિવેક શાહ રેસ પૂરી કરનારા ગુજરાતના પ્રથમ અને ભારતના ચોથા રેસર બનવાનું સ્વપ્ન સેવે છે.

    ટીમ ઈન્ડિયાનાં સુપરફેન ચારૂલતા પટેલનું નિધન

    ભારતીય ક્રિકેટ ટીમના સુપરફેન ચારૂલતા પટેલને બ્રેઈન હેમરેજ થતાં છેલ્લા ત્રણ મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા હતા. તેઓનું નિધન થતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-બીસીસીઆઈ, રોયલ ચેલેન્જર, સન રાઈઝર, ધ ભારત આર્મી સહિત ક્રિકેટર અને ક્રિકેટપ્રેમીઓએ ટ્વિટ કરીને સુપરફેન દાદીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ચારૂલતા પટેલની અંતિમક્રિયા ૨૦ જાન્યુઆરીએ યુકેમાં કરાઈ હતી. ગત વર્લ્ડકપ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીને મળ્યા બાદ ચર્ચામાં આવ્યાં હતાં.

    પૂજારાને આઉટ કરવા પૂજારીના આશ

    ભારતીય ક્રિકેટચાહકોમાં ‘મિ. વોલ’ તરીકે જાણીતા ચેતેશ્વર પૂજારાનો શનિવારે - ૨૫ જાન્યુઆરીએ જન્મદિવસ હતો અને આ દિવસે તેને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે જે મેસેજ મોકલ્યો હતો તેની દિવસભર ચર્ચા ચાલી હતી. ચેતેશ્વર પૂજારાની બેટિંગ એટલી મજબૂત હોય છે કે તેને આઉટ કરવો મુશ્કેલ હોય છે અને તેને ધ્યાનમાં રાખીને જ સચિન તેંડુલકરે પૂજારાની પ્રતિષ્ઠાને અનુરૂપ મેસેજ મોકલ્યો હતો.

    કોહલીની કુલ કમાણીઃ રૂ. ૯૦૦ કરો

    ટીમ ઇંડિયાનો કેપ્ટન વિરાટ કોહલી રનની બાબતમાં જ નહીં ધનની બાબતમાં પણ નવા નવા વિક્રમો સર્જી રહ્યો છે. વિતેલા વર્ષ ૨૦૧૯માં વિરાટ કોહલીએ કુલ રૂ. ૨૫૨.૭૨ કરોડની કમાણી કરી હતી. આ સાથે જ કોહલીની કુલ આવક રૂ. ૯૦૦ કરોડને પાર થઈ ગઈ છે.

    બાસ્કેટ બોલ લિજેન્ડ કોબે બ્રા

    બાસ્કેટ બોલના જાદુગર અને નેશનલ બાસ્કેટ બોલ એસોસિએશન (એનબીએ)ના પૂર્વ દિગ્ગજ ખેલાડી કોબે બ્રાયન્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ નીપજતાં રમતગમતપ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં કોબે બ્રાયન્ટ તેમની દીકરી સહિત નવ લોકો પ્રવાસ કરતા હતા. આ તમામના મૃત્યુ નીપજ્યાં છે.

    ટી-૨૦ શ્રેણીઃ ભારતે ન્યૂઝીલેન

    ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે માઉન્ટ મોંગન્ટુલ ખાતે રમાયેલી પાંચ ટી-૨૦ મેચની શ્રેણીની અંતિમ મેચ સાત રને જીતીને શ્રેણીમાં કિવીઝનો ૫-૦થી વ્હાઈટવોશ કર્યો હતો. ભારતે પાંચ મેચની ટી૨૦ સીરિઝમાં કોઈ ટીમનો વ્હાઈટવોશ કર્યો હોય તેવી આ સૌ પ્રથમ ઘટના છે. કે એલ રાહુલ પ્લેયર ઓફ ધ સિરીઝ જ્યારે આ મેચમાં ૧૨ રનમાં ત્રણ વિકેટ ઝડપનાર જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા ૨૦૦૬માં પ્રથમ ટી-૨૦ મેચ રમ્યું હતું. ભારત અત્યાર સુધી કુલ ૧૩૪ મેચ રમ્યું છે. ટીમ ઈન્ડિયાએ પોતાની ટી-૨૦ ની ૧૪ વર્ષની કારકિર્દીમાં પ્રથમ વખત સતત ૮ ટી-૨૦ મેચ જીતી હતી. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી અગાઉ ભારતે સતત ત્રણ ટી-૨૦ મેચ જીતી હતી.

    અંડર૧૯ વર્લ્ડ કપઃ ભારતે કપ ગુમ...

    બાંગ્લાદેશે ત્રણ વખતના ચેમ્પિયન ભારતને ત્રણ વિકેટે હરાવીને પહેલી વખત આઈસીસી અંડર૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. જોકે તે આ ઐતિહાસિક વિજય પચાવી શક્યું ન હોય તેમ લાગે છે. ભારતીય ટીમે પરાજયને ખેલદિલી સાથે સ્વીકાર્યો હતો, પરંતુ બાંગ્લાદેશની ટીમે વિજયની એટલા આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી કે આઇસીસી દ્વારા તેની સામે શિસ્તભંગના પગલાં તોળાઇ રહ્યાં છે.