રમતગમત

No

Block: Site: Subtree Block

    ત્રણ સંતાનોની માતાની ૧૦ માસની...

    અમેરિકાની જુલિયા વેબ્બે તેની ૧૦ મહિનાની દીકરીને પ્રેમ (બાબાગાડી)માં સાથે રાખીને હાફ મેરેથોન પૂરી કરી છે, એટલું જ નહીં, પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. ત્રણ સંતાનોની માતા જુલિયાએ ઓક્લાહોમામાં હાફ મેરેથોનનું ૨૧.૦૯૭૫ કિ.મી.નું અંતર માત્ર ૧ કલાક, ૨૧ મિનિટ, ૨૩ સેકન્ડમાં દોડીને સ્પર્ધા જીતવા સાથે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.

    વિશ્વનું સૌથી મોટું  ક્રિકેટ સ...

    વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું નિર્માણકાર્ય લગભગ પૂર્ણતાના આરે છે અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીના મતે માર્ચ ૨૦૨૦માં એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે મેચ સાથે તેનું શાનદાર ઉદ્ઘાટન થાય તેવી પૂરી સંભાવના છે. 

    લાયોનલ મેસ્સીને રેકોર્ડ છઠ્ઠ

    બાર્સેલોનાના આર્જેન્ટાઈન સ્ટાર લાયોનલ મેસ્સીએ રેકોર્ડ છઠ્ઠી વખત વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર તરીકે બેલન ડી’ઓર એવોર્ડ જીત્યો છે. તેણે લીવરપુલના વિર્જિલ વાન ડિજ્કને હરાવ્યો હતો. જ્યારે પોર્ટુગીઝ ફૂટબોલર રોનાલ્ડો ત્રીજા ક્રમે રહ્યો હતો. આ સાથે મેસ્સીએ સૌથી વધુ વખત આ પ્રતિષ્ઠિત એવોર્ડ વિજેતા બનવાનું ગૌરવ મેળવ્યું છે. નોંધપાત્ર છે કે, રોનાલ્ડો પણ પાંચ વખત એવોર્ડ જીતી ચૂક્યો છે. મેસીએ આ અગાઉ ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૫માં બેલન ડી’ઓર ટ્રોફી મેળવી હતી. 

    ઈંગ્લિશ ક્રિકેટના સુવર્ણ પ્ર

    ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર બોબ વિલીસનું ૭૦ વર્ષની વયે અવસાન થયું છે. વિલીસ છેલ્લા કેટલાય સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા તેવી જાહેરાત તેમના પરિવારજનોએ કરી છે. તેમના અવસાન સાથે ઈંગ્લિશ ક્રિકેટના એક સુવર્ણ પ્રકરણનો અંત આવ્યો છે.

    એક વર્ષથી વેગન ડાયેટ પર છું, હવ

    છ વખત ફોર્મ્યુલા-વન વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલા અમેરિકન કાર રેસર લુઇસ હેમિલ્ટનનું કહેવું છે કે, તે વેગન ડાયેટને અપનાવી ચૂક્યો છે. મતલબ કે સંપૂર્ણ રીતે શાકાહારી અને ઉગાડવામાં આવતા શાકભાજી પર આધારિત ડાયેટ. તે ડેરી પ્રોડક્ટ પણ સંપૂર્ણ છોડી ચૂક્યો છે. તેનું માનવું છે કે આ નવા પ્રકારની ડાયેટ ફોલો કર્યા બાદથી તેના પ્રદર્શનમાં પણ ઘણો સુધાર આવ્યો છે તથા તે અગાઉ કરતાં વધુ ફિટ હોવાનો અનુભવ કરી રહ્યો છે.

    રોહિત શર્માના ઝમકદાર ૨૬૪ રનઃ વ...

    વર્ષ ૨૦૧૯ની વિદાયને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. આ વખતે ૩૧ ડિસેમ્બરે રાત્રે ૧૨નો ટકોરો પડતાં જ માત્ર ૨૦૧૯નું વર્ષ જ નહીં ૨૦૧૦નો દાયકો પણ વિદાય લેશે. ક્રિકેટના ધર્મગ્રંથ સમાન ૧૫૫ વર્ષ પુરાણા વિઝડન દ્વારા આ નિમિત્તે ૨૦૧૦ના દાયકાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના શ્રેષ્ઠ બેટિંગ-બોલિંગ પ્રદર્શનની યાદી પ્રકાશિત કરાઇ છે. 

    આફ્રિદીનો ‘રેકોર્ડ’ઃ શૂન્યમા...

    પાકિસ્તાન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને એક સમયના આક્રમક બેટ્સમેન શાહિદ આફ્રિદીના નામે એક અણમગતો રેકોર્ડ નોંધાયો છે. આફ્રિદીએ ઇન્ટરનેશનલ તથા લીગ ક્રિકેટમાં કુલ મળીને ૧૦૦ વખત શૂન્યમાં આઉટ થવાનો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. 

    માયાવી નગરી મુંબઇમાં તાજેતરમાં ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટ્વેન્ટી૨૦ રમાઇ તેની પૂર્વસંધ્યાએ ઉર્વશી રાઉતેલા અને ક્રિકેટર ઋષભ પંત ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. આ બન્ને જણા જૂહુની એક હોટેલમાં રાતના ૧૧ વાગ્યે દેખાયા હતા.

    કોહલીની વિરાટ ઈનિંગથી ભારતે વ

    કટકમાં રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં ચાર વિકેટે વિજય સાથે ભારતે વન-ડે સિરીઝ ૨-૧થી જીતી છે. વેસ્ટ ઈન્ડિઝે ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૧૫ રન કર્યા હતા, તેની સામે ભારતે ૪૮.૪ ઓવરમાં ૬ વિકેટે ૩૧૬ રન કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે સતત ૧૦મી દ્વિ-પક્ષીય વન-ડે શ્રેણી જીતી છે. વિરાટ કોહલી (૮૫)ને મેન ઓફ ધ મેચ જ્યારે રોહિત શર્માને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા.

    કતાર ઇન્ટરનેશનલ કપઃ ભારતીય વે

    ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સાઇખોમ મીરાબાઈ ચાનૂએ છઠ્ઠી કતાર ઇન્ટરનેશનલ કપના ૪૯ કિલોગ્રામ વેઇટ ગ્રૂપમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું છે. ચાનૂએ ઓલિમ્પિક ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટમાં ૧૯૪ કિલોગ્રામ વજન ઉંચકીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ પોઈન્ટ ટોક્યો ઓલિમ્પિકની ફાઈનલ રેન્કિંગમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ટોક્યો ગેમ્સ માટે ક્વોલિફાય થવા માટે એક વેઇટલિફ્ટરને છ મહિનાની ત્રણ તારીખોમાંથી (નવેમ્બર ૨૦૧૮થી એપ્રિલ ૨૦૨૦ સુધી) પ્રત્યેકમાં ઓછામાં ઓછી એક ટૂર્નામેન્ટ તથા કુલ છ સ્પર્ધામાં ભાગ લેવાનો હો છે. આ ઉપરાંત ખેલાડીઓએ કોઈ પણ એક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેતો હોય છે.