ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલા રોયલ લંડન વન-ડે કપમાં સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડનો ૧૭ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. આ મેચમાં નોટિંગહામશાયરના ઓપનર માઈકલ લંબ અને રિકી વેસેલ્સે પ્રથમ વિકેટ માટે ૩૯.૨ ઓવરમાં ૩૪૨ કર્યા હતા. આ રીતે બંનેએ ઇંગ્લેન્ડમાં પ્રથમ વિકેટ માટે સૌથી વધુ રનના દ્રવિડ અને ગાંગુલીના ૧૯૯૯ વર્લ્ડ કપમાં પ્રથમ વિકેટ માટે કરેલા ૩૧૮ રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો.
રમતગમત
Block: Site: Subtree Block
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) વિવિધ ફોર્મેટની સિરીઝના ટાઇમટેબલની જાહેરાત કરી છે. જે અનુસાર, ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીથી સત્રની શરૂઆત થશે. જ્યારે સપ્ટેમ્બર ૨૦૧૬થી માર્ચ ૨૦૧૭ દરમિયાનના ૨૧૨ દિવસમાં ૯૧૮ મેચના ૧૮૮૨ પ્લેઈંગ ડે હશે. જેમાં સ્થાનિક જૂનિયર સ્પર્ધાઓથી લઈને રાષ્ટ્રીય કક્ષાની રણજી ટ્રોફી ટૂર્નામેન્ટનો પણ સમાવેશ થાય છે. આ સમય દરમિયાન ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ૧૩ ટેસ્ટ, ૮ વન-ડે અને ૩ ટ્વેન્ટી૨૦ રમશે. વિદેશી ટીમ ૭૮ દિવસ ભારતમાં રમશે.
પહેલવાન સુશીલ કુમાર રિયો ઓલિમ્પિકમાં નહીં રમી શકે. દિલ્હી હાઇ કોર્ટે સોમવારે નરસિંહ યાદવ સાથે ટ્રાયલ કરવાની તેની અરજી ફગાવી દીધી. આમ હવે નરસિંહ યાદવનું રિયો ઓલિમ્પિક્સ માટે નામ નક્કી થઇ ગયું છે.
ઝિમ્બાબ્વેના ઝડપી બોલર તિનાશે પાન્ગાગરાને પીઠમાં ઇજા થવાથી મહેમાન ભારત સામે ૧૧ જૂનથી શરૂ થઇ રહેલી ત્રણ વન-ડે સિરીઝમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. જ્યારે ટવેન્ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરાયેલા ગ્રીમ ક્રીમરને ટીમમાં ફરી સ્થાન આપીને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
સ્પ્રિન્ટર ઉસૈન બોલ્ટે ૨૦૦૮ની બૈજિંગ ઓલિમ્પિકસમાં ૪ બાય ૧૦૦ મીટર રિલેનો ગોલ્ડ મેડલ ગુમાવવો પડે તેવી શક્યતા છે. એક અહેવાલમાં જણાવાયું છે કે ટીમનો તેનો સાથી નેસ્ટા કાર્ટર એવા ૩૨ ખેલાડીઓમાં સામેલ છે, જે પ્રતિબંધિત દવાઓના પુનઃ પરીક્ષણમાં ફેઇલ થયા હોય.
ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલે ઓલિમ્પિક્સ પૂર્વે ‘ચાઇના વોલ’ને ભેદતો ઝમકદાર દેખાવ કર્યો છે. સાઇનાએ રવિવારે ચીનની સુન યુને પરાજય આપી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે. ૭.૫ લાખ ડોલરની પ્રાઇઝ મની ધરાવતી આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સાઇનાએ ૧૧-૨૧, ૨૧-૧૪, ૨૧-૧થી જીત મેળવી સિઝનનું પ્રથમ ટાઇટલ જીત્યું છે. સાઇના નેહવાલે આ સિઝનમાં પાંચ વિવિધ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન ઓપન પહેલાં સેમિ-ફાઇનલથી આગળ વધી શકી નહોતી.
વિશ્વના મહાન બોક્સર મોહમ્મદ અલીને પાર્થિવ દેહને તેમના વતન કેન્ટકીના લૂઇ વિલમાં ૧૦ જૂને સુપુર્દ-એ-ખાક કરાયો હતો.
મહાન ફૂટબોલ ખેલાડી પેલેની જુદી જુદી યાદગાર ચીજવસ્તુઓની ત્રણ દિવસની હરાજીને અંતે ૧૦ જૂને પાંચ મિલિયન ડોલરની માતબર રકમ એકત્રિત કરી શકાઈ હતી. લોસ એન્જલસસ્થિત ઓક્શન હાઉસ જુલિયનના બેનર હેઠળ લંડનમાં આ ઓકશનનું આયોજન થયું હતું. બ્રાઝિલના ૭૫ વર્ષીય પેલે છેલ્લે ૧૯૭૦માં વર્લ્ડ કપમાં રમ્યા હતા, જેમાં તેમણે જીતેલા મેડલના ૩.૪૬ લાખ ડોલર ઉપજ્યા હતા. ૧૯૫૮ અને ૧૯૬૨માં પેલે જે મેડલ જીત્યા હતા તેની સરખામણીએ આ રકમ ઘણી મોટી હતી કેમ કે એ બંને મેડલના મળીને ૩.૪૦ લાખ ડોલરની આવક થઈ હતી.
ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ જો આગામી છ મહિનામાં ક્યારેય ડ્રાઇવિંગ કરતો જોવા મળશે તો તેને જેલભેગો કરી દેવામાં આવશે. એક લોકલ કોર્ટે તેને બે વર્ષમાં સતત ચાર વખત ઝડપી કાર દોડાવવા બદલ ચેતવણી ફટકાર્યા બાદ આ ચેતવણી ઉચ્ચારી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી)એ પૂર્વ લેગ સ્પિનર મુસ્તાક અહેમદને ટીમના ઇંગ્લેન્ડના પ્રવાસ માટે સહયાક કોચ બનાવ્યા છે. તેમને કોચ બનાવવામાં ચીફ કોચ મિકી આર્થરની સલાહે નિર્ણાયક ભૂમિકા ભજવી હોય તેવું મનાય છે. પીસીબીના પ્રવક્તાએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે મુસ્તાક ઉપરાંત પૂર્વ ટેસ્ટ ઓલરાઉન્ડર અઝહર મહેમૂદને પણ સહાયક કોચની ભૂમિકા અપાઈ છે.
