રમતગમત

No

Block: Site: Subtree Block

    બોક્સિંગ લેજન્ડ અલીની રૂ. ૫૬૦

    બોક્સિંગ લેજન્ડ મોહમ્મદ અલીની અંદાજે રૂ. ૫૬૦ કરોડની સંપત્તિની તેની પત્ની સોની અને ત્રણ ભૂતપૂર્વ પત્નીઓ તેમજ નવ સંતાનો વચ્ચે સુમેળતાથી વહેંચણી થઈ ગઈ છે. મોહમ્મદ અલીની સ્થાવર મિલકતો તેની પત્ની સોનીની પાસે જ રહેશે જ્યારે જંગમ મિલકતના નવ સંતાનો વચ્ચે સરખા ભાગ પાડવામાં આવ્યા છે.

    નીરજનો ૮૬.૪૮ મીટરના થ્રો સાથે

    ભારતના ટોચના જ્વેલિન થ્રોઅર નીરજ ચોપરાએ પોલેન્ડમાં ચાલી રહેલી અંડર-૨૦ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવીને નવો ઇતિહાસ રચ્યો છે. નીરજે ૮૬.૪૮ મીટરના અંતરે જ્વેલિન થ્રો કરીને લેટિવિયાના જિગિસ્મંડ સિરમાયસના ૮૪.૬૯ મીટરના રેકોર્ડને તોડી નાખ્યો હતો. હરિયાણાના ૧૮ વર્ષીય નીરજની આ સિદ્ધિ ભારત માટે પણ એક નવો રેકોર્ડ છે. અગાઉ કોઇ પણ ભારતીય એથ્લિટ્સે જ્વેલિન થ્રોમાં વિશ્વ સ્તરે ગોલ્ડ મેડલ જીત્યો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજને તેની સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા છે.

    રિયો ઓલિમ્પિક્સ પૂર્વે જ ભારત

    પાંચમી ઓગસ્ટથી શરૂ થઈ રહેલા રિયો ઓલિમ્પિક રમતોત્સવ પહેલાં જ ભારતને જોરદાર મોટો ઝટકો લાગ્યો છે. ૭૪ કિલોગ્રામ વજન વર્ગના રેસલર નરસિંહ યાદવ ડોપિંગ ટેસ્ટમાં ફેલ થતાં આગામી ઓલિમ્પિક્સમાં ભાગ લઇ શકશે નહીં. નેશનલ એન્ટિડોપિંગ એજન્સી (‘નાડા’)ના ડાયરેકટર જનરલ નવીન અગ્રવાલે આ વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, નરસિંહ યાદવનાં ‘બી’ નમૂનામાં પણ પ્રતિબંધિત સ્ટેરોઇડનું પ્રમાણ જોવા મળ્યું છે. હવે આ મામલો ‘નાડા’ની અનુશાસન પેનલની સામે રખાશે. આ મામલે રમતગમત મંત્રાલયે પણ એક રેસલર ડોપ ટેસ્ટમાં ફેલ થયો હોવાનું જણાવ્યું છે. જોકે તેણે નરસિંહ યાદવનું નામ લીધું નથી.

    માન્ચેસ્ટર ટેસ્ટઃ પાકિસ્તાનન...

    ઈંગ્લેન્ડે બોલર્સે કરેલા શિસ્તબદ્ધ પ્રદર્શનની મદદથી બીજી ટેસ્ટ મેચમાં ૩૩૦ રને શાનદાર વિજય મેળવ્યો છે. યજમાન ટીમે અહીં રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પાકિસ્તાનને હરાવીને ચાર ટેસ્ટની શ્રેણી ૧-૧થી સરભર કરી હતી.

    બ્રિટિશ ખેલાડીઓની પ્રેક્ટિસ

    રિયો ડી જાનેરોમાં ઓલિમ્પિક ગેમ્સના પ્રારંભ આડે ગણતરીના દિવસો બાકી છે, છતાં હજુ તૈયારીઓ અધૂરી જ છે. આથી વિદેશી ટીમો પરેશાન છે. ખાસ કરીને યુરોપીયન ટીમોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.

    સાઉથ આફ્રિકા એવોર્ડસઃ રબાડાન

    ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)ના વાર્ષિક પુરસ્કાર સમારંભમાં ઝડપી બોલર કાંગિસો રબાડાએ વિવિધ કેટેગરીમાં છ એવોર્ડ મેળવીને અનોખી ‘સિક્સર’ ફટકારી છે. તેણે ક્રિકેટર ઓફ ધ યર સહિત કુલ છ એવોર્ડ પોતાના નામે કર્યા હતા. યુવા ઝડપી બોલર રબાડાએ સીએસએના ક્રિકેટર ઓફ ધ યર, ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર, વન-ડે ક્રિકેટર ઓફ ધ યર, પ્લેયર્સ ઓફ ધ યર, ફેન્સ પ્લેયર ઓફ ધ યર અને ટી૨૦ ડિલીવરી ઓફ ધ યરના પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો.

    આર. અશ્વિન આઇસીસી ટેસ્ટ રેન્કિ...

    ટીમ ઇંડિયાના સ્ટાર ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા જાહેર કરાયેલી ટેસ્ટ રેન્કિંગ યાદીમાં પાકિસ્તાનના યાસિર શાહને પાછળ રાખીને નંબર વનનું સ્થાન મેળવ્યું છે. ગયા સપ્તાહે જ નંબર વનનું સ્થાન મેળવનાર યાસિર શાહે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં માત્ર એક વિકેટ ઝડપી હતી, જેના કારણે તે પાંચમા સ્થાને ધકેલાઈ ગયો છે. આ યાદીમાં જેમ્સ એન્ડરસન એક સ્થાનના ફાયદા સાથે બીજા જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ ત્રીજા સ્થાને છે. સાઉથ આફ્રિકાનો ઝડપી બોલર ડેલ સ્ટેન ચોથા સ્થાને છે.

    નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલ

    નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિનાં પ્રથમ ભારતીય મહિલા સભ્ય બન્યાં છે. ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, કબડ્ડી ટેનિસ અને ગોલ્ફ જેવી રમતોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કરેલી પહેલનું નેતૃત્વ હંમેશાં નીતા અંબાણીએ સંભાળ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અધ્યક્ષ નીતા અંબાણીને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિનું સભ્યપદ તાજેતરમાં મળવાથી તેઓ ખુશ છે. રિયો સમિતિના સભ્યો થવા માટેની ચૂંટણી બેથી ચાર ઓગસ્ટ વચ્ચે રિયો ડી જાનેરોમાં થઈ હતી. ૧૨૯મી ઓલિમ્પિક્સ સમિતિના સત્રમાં થયેલી ચૂંટણીમાં નીતાની પસંદગી થઈ હતી. નવી ચૂંટણી પ્રક્રિયા મુજબ નીતા સભ્ય બન્યાં અને તેઓ ૭૦ વર્ષની ઉંમર સુધી સભ્ય રહેશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિ સમર અને વિન્ટર ઓલિમ્પિક્સ ઉપરાંત પેરાઓલિમ્પિક્સનું સંચાલન કરે છે.

    ઓલિમ્પિક્સમાં ભારત માટે બ્રો

    ઓલિમ્પિક્સમાં ૯૫ જેટલા ભારતીય ખેલાડીઓ ખાલી હાથે સ્વદેશ પરત ફર્યા બાદ બુધવારે ભારતીય મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કમનસીબીને ધોબીપછાડ આપતાં દેશ માટે પહેલો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ૫૮ કિલો વજન કુસ્તીની ફ્રી-સ્ટાઈલમાં તેણે કિર્ગિસ્તાનની ઐસુલુને ૮-૫થી પરાજ્ય આપ્યો હતો. સાક્ષીના વિજયમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે પહેલાં તો તે આ ઇવેન્ટમાં ૦-૫થી પાછળ હતી. છેલ્લી ૧૦ જ સેકન્ડમાં તેણે બાજી પલટી નાખીને પોતાના તથા ભારતનાં નામે ઓલિમ્પિક્સમાં પહેલો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ સાક્ષી ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની ચોથી મહિલા એથ્લીટ બની છે. માત્ર ગણતરીની સેન્કડમાં તે બાજી પલટીને ૦-૫થી ૮-૫ સુધી લઈ જઈને વિજય હાંસલ કર્યો હતો. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન સહિત દેશભરમાંથી તેના પર અભિનંદનની વર્ષા થઇ છે.