રમતગમત

No

Block: Site: Subtree Block

    દિલ્હી ડેરડેવિલ્સને સાત વિકે

    મેન ઓફ ધ મેચ અજિંક્ય રહાણેના અણનમ ૬૩ રન ઉપરાંત ટોચના બેટ્સમેનોના યોગદાનની મદદથી રાઇઝીંગ પૂણે સુપર જાયન્ટ્સે પાંચમી મેના રોજ અહીં રમાયેલી આઇપીએલ-૯ની લીગ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને સાત વિકેટે પરાજય આપ્યો હતો.

    કેરળના ક્રિકેટરની સિદ્ધિઃ એક

    ક્રિકેટ મેચમાં એક ઈનિંગમાં બોલર દ્વારા ૧૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ જવલ્લે જ નોંધાતી હોય છે. જુનિયર ક્રિકેટમાં તો આ સિદ્ધિ મેળવવાની લગભગ દુર્લભ હોય છે. જોકે કેરળમાં જુનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટમાં કન્નૂરના નાઝિલ નામના ક્રિકેટરે એક જ ઈનિંગમાં ૧૦ વિકેટ ઝડપીને આ સિદ્ધિ મેળવનાર કેરળનો પ્રથમ બોલર બન્યો છે.

    ન્યૂ યોર્કઃ વિશ્વમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતા ખેલાડીઓની યાદીમાં ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક માત્ર ભારતીય ખેલાડી છે. અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડી લિબ્રોન જેમ્સ આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ટોપ-ફાઇવમાં ગોલ્ફ ખેલાડી ટાઇગર વૂડ્સ અને ટેનિસ સ્ટાર રોજર ફેડરલ તથા રાફેલ નડાલનો પણ સમાવેશ થાય છે.

    હૈદરાબાદ સામે ગુજરાત લાયન્સન

    ભુવનેશ્વરના નેતૃત્વમાં બોલર્સે કરેલા શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે શિખર ધવનના અણનમ ૪૭ રનની મદદથી લીગ મેચમાં ગુજરાત લાયન્સને એક ઓવર બાકી રાખીને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. છઠ્ઠી મેના રોજ અહીં રમાયેલી મેચમાં લાયન્સના છ વિકેટે ૧૨૬ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર હૈદરાબાદે પાંચ વિકેટે ૧૨૯ રન કર્યા હતા.

    પાકિસ્તાનના કોચ તરીકે સાઉથ આફ

    પાકિસ્તાનની ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે સાઉથ આફ્રિકાના મિકી આર્થરની નિમણૂંક કરવામાં આવી છે. મિકી આર્થર સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમના કોચ રહી ચૂક્યા છે અને હવે તેઓ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કોચ તરીકે વકાર યુનુસનું સ્થાન લેશે. પાકિસ્તાનના ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં કંગાળ પર્ફોમન્સ બાદ વકાર યુનુસે ચીફ કોચ તરીકે રાજીનામું આપી દીધું હતું.

    નોવાક જોકોવિચનું વિક્રમજનક ૨

    ટોપ સિડેડ નોવાક જોકોવિચે બ્રિટનના એન્ડી મરેને હરાવીને મેડ્રિડ ઓપનનું ટાઇટલ જીતવા સાથે વિક્રમજનક ૨૯મુ માસ્ટર્સ ટાઈટલ જીત્યું છે. સર્બિયન ખેલાડી જોકોવિચે મરેને રવિવારે મેડ્રિડ ઓપનની ફાઈનલમાં ૬-૨, ૩-૬, ૬-૩થી પરાજય આપ્યો હતો. ફાઈનલ ગેમમાં જોકોવિચે સાત બ્રેક પોઈન્ટ બચાવ્યા હતા અને રવિવારે તેણે ત્રીજા મેચ પોઈન્ટ સાથે મેચ જીતી લીધી હતી. આ સાથે તે માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં વિજયોમાં રાફેલ નાદાલથી આગળ નીકળી ગયો છે. પરાજય થતાં એન્ડી મરે તેના ૧૨મા માસ્ટર્સ ટાઇટલથી વંચિત રહ્યો છે. આ સાથે જોકોવિચે બ્રિટનના ખેલાડીને રેન્કિંગમાં પણ નીચે ઉતારીને ત્રીજા સ્થાને પહોંચાડ્યો હતો. જોકોવિચનો પહેલા સેટમાં દબદબો રહ્યો હતો, જે તેણે છેલ્લે સુધી જાળવી રાખ્યો હતો. બન્ને ખેલાડીઓએ નિર્ણાયક તબક્કે ભૂલો કરી હતી. જોકોવિચે ૨૫ વિનર્સ ફટકાર્યા હતા, પરંતુ એટલી જ અનફોર્સ્ડ એરર પણ કરી હતી.

    ઇંગ્લિશ પ્રીમિયર લિગની મેચમા

    વેસ્ટ હામ અને માન્ચેસ્ટર યુનાઈટેડ વચ્ચેની મેચ પૂર્વે સ્ટેડિયમ બહાર માન્ચેસ્ટરની ટીમ બસ પર વેસ્ટ હામના સમર્થકોએ કેન્સ અને બોટલોથી હુમલા કરતા બસની બારીના કાચ તૂટી ગયા હતા. અશાંત માહોલના કારણે ઈંગ્લિશ પ્રિમિયર લીગ (ઇપીએલ)ની આ મેચ લગભગ મોડી શરૂ થઇ હતી. વેસ્ટ હામના સમર્થકોનો હુમલો માત્ર બસ સુધી સીમિત રહ્યો ન હતો, પરંતુ મેદાન પર પણ યુનાઈટેડના ગોલકીપર ડેવિડ ડે જીય પર બોટલ પણ ફેંકાઇ હતી. બુધવારે બોલિયન ગ્રાઉન્ડ પર છેલ્લી મેચ માટે રમત શરૂ થવાના કલાક પૂર્વે માન્ચેસ્ટર યુનાઈટેડની ટીમ સ્ટેડિયમ નજીક પહોંચી અને કેપ્ટન વાયને રૂની બસમાંથી ઊતર્યો કે વેસ્ટ હામના સમર્થકોએ બસ પર હુમલો કર્યો હતો. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં એક પોલીસ અને એક નાગરિકને સામાન્ય ઈજા થઈ હતી. જોકે આ ઘટનામાં કોઈની ધરપકડ કરાઈ નથી. વેસ્ટ હામના કો-ચેરમેન ડેવિડ સુલિવાને માન્ચેસ્ટર યુનાઈટેડની ટીમ બસ પર થયેલા હુમલા માટે માફી માગી હતી.

    ઇંગ્લેન્ડની વિમેન્સ ટીમની કે

    ઇંગ્લેન્ડની ૩૬ વર્ષની કેપ્ટન શાર્લોટ એડવર્ડસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે ૧૯૯૬માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેના નામે વન-ડેમાં સૌથી વધારે રન નોંધાયેલા છે.

    વિન્ડિઝના જાણીતા કોમેન્ટેટર

    વેસ્ટ ઈન્ડિઝના જાણીતા ક્રિકેટ રાઈટર, કોમેન્ટ્રેટર અને પત્રકાર ટોની કોઝિયરનું ૭૫ વર્ષની વયે બાર્બાડોસમાં નિધન થયું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિન્ડિઝનો અવાજ બની રહેલા કોઝિયર તેમની આગવી શૈલી અને ક્રિકેટના ગહન જ્ઞાનને કારણે વિશ્વભરમાં આદરપાત્ર સ્થાન ધરાવતા હતા.

    લોઢા રિપોર્ટ સામે લાચાર હોવાથ

    ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યા બાદ શશાંક મનોહરે ખુલાસો કર્યો છે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચેરમેન બનવા માટે મેં ભારતીય બોર્ડના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું નથી. મનોહરે પોતાના રાજીનામાના સાચા કારણની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, મને લાગે છે કે જસ્ટીસ લોઢા સમિતિના રિપોર્ટમાં કરાયેલી કેટલીક ભલામણો ભારતીય ક્રિકેટ બોર્ડના હિતમાં નથી. પ્રવર્તમાન પરિસ્થિતિમાં હું કંઈ પણ કરી શકું તેમ નથી. આ સંજોગોમાં મારો અંતરાત્મા મને ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળવાની ના પાડી રહ્યો હતો અને આ જ કારણથી મેં રાજીનામું આપ્યું છે.