ભારતનો રેસલિંગમાં ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. અલબત, આ રમતમાં ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ મેળવવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. ૨૩ વર્ષની સાક્ષી મલિકે રિયોમાં ફ્રીસ્ટાઇલના ૫૮ કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિક્સમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો મહિલા કુસ્તીમાં આ પ્રથમ તથા કુલ મળીને પાંચમો મેડલ છે.
રમતગમત
Block: Site: Subtree Block
બ્રાઝિલિયન સુપરસ્ટાર નેમારે પોતાની ટીમના હોન્ડુરસ સામેના સેમિ-ફાઇનલ મુકાબલામાં ઓલિમ્પિકના ઇતિહાસનો સૌથી ફાસ્ટેસ્ટ ગોલ નોંધાવ્યો છે. નેમારના શાનદાર પ્રદર્શનની મદદથી ઓલિમ્પિક ગેમ્સના યજમાન બ્રાઝિલે ૬-૦થી મેચ જીતીને ગોલ્ડ મેડલ મુકાબલામાં સ્થાન મેળવી લીધું હતું.
બ્રિટિશ ટેનિસ સ્ટાર એન્ડી મરેએ પુરુષ સિંગલ્સની ફાઇનલમાં આર્જેન્ટિનાના જુઆન માર્ટિન ડેલ પોટ્રોને હરાવી ઓલિમ્પિકમાં પુરુષ સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. મરેએ ડેલ પોટ્રોને ચાર કલાકથી વધુ સમય સુધી ચાલેલા મુકાબલામાં ૭-૫, ૪-૬, ૬-૪, ૭-૫થી પરાજય આપ્યો હતો.
શ્રીલંકાએ પ્રવાસી ઓસ્ટ્રેલિયાને ત્રીજી અને આખરી ટેસ્ટમાં પણ હરાવીને ક્લીન સ્વિપ વિજય મેળવતા ઓસ્ટ્રેલિયાએ તેનું ટેસ્ટ વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન સ્થાન ગુમાવ્યું છે. તેની સામે ભારતે વિન્ડિઝને ચાર ટેસ્ટની શ્રેણીમાં ૨-૦ની સરસાઈ મેળવતા તેઓ નંબર વન બની ગયા છે.
રિયો ઓલિમ્પિકમાં ભારત માટે શુક્રવારનો દિવસ ઐતિહાસિક પુરવાર થયો હતો. બેડમિન્ટન સિંગલ્સની ફાઇલન રમવા કોર્ટમાં ઉતરેલી પી. વી. સિંધુ ગોલ્ડ મેડલ તો જીતી શકી નહોતી, પણ તેણે કરોડો ભારતીયોના દિલ જરૂર જીતી લીધાં હતાં. સ્પેનની કેરોલિન મારિન સામે આક્રમક સંઘર્ષ દાખવીને સિંધુએ સિલ્વર મેડલ જીત્યો છે. ભારતના ઓલિમ્પિક ગેમ્સના ૧૨૦ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત કોઈ મહિલા ખેલાડીએ દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત ઓલિમ્પિકમાં સાઈના નહેવાલ સેમિ-ફાઈનલ સુધી જ પહોંચી શકી હતી. ત્રણ ગેમના અંતે કેરોલિને સિંધુને ૧૯-૨૧, ૨૧-૧૨, ૨૧-૧૫થી પરાજય આપ્યો હતો. ૮૦ મિનિટ ચાલેલી મેચમાં સિંધુએ દેશવાસીઓ ઉપરાંત પોતાની પ્રતિસ્પર્ધીનું દિલ પણ જીતી લીધું હતું. વિશ્વમાં દસમા ક્રમે રહેલી સિંધુએ ટોચના ક્રમની કેરોલિનને અંતિમ પોઈન્ટ સુધી લડત આપી હતી.
રિયો ઓલિમ્પિકની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં ભારતની પી. વી. સિંધુનો મુકાબલો કરનાર સ્પેનની કેરોલિન મારિનની કહાની એકદમ અલગ છે. તેણે સ્કૂલની એક દોસ્તના કારણે આઠ વર્ષની વયે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું.
જમૈકન સ્પ્રિન્ટર યુસૈન બોલ્ટે ઓલિમ્પિકના ઇતિહાસમાં એક નવું સોનેરી પ્રકરણ ઉમેરીને ૨૦૦ મીટર રેસમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીતવાનો વિક્રમ સર્જ્યો છે. બોલ્ટ રિયો ઓલિમ્પિક સહિત સતત ત્રણ ઓલિમ્પિકની ૧૦૦ અને ૨૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતનાર વિશ્વનો પ્રથમ એથ્લિટ બન્યો છે. બોલ્ટે રેસ ૧૯.૭૮ સેકન્ડમાં પૂરી કરી હતી. વર્તમાન સિઝનમાં તેનો સૌથી શાનદાર સમય છે.
ભારતીય રેસલર યોગેશ્વર દત્તે ઓલિમ્પિક મેડલ કરતાં માનવતાને સર્વોચ્ચ સ્થાન આપતાં અવસાન પામેલા રશિયન રેસલર બેસીક કુડુખોવનો સિલ્વર મેડલ સ્વીકારવા અનિચ્છા દર્શાવી છે. ઓલિમ્પિક ઇન્ટરનેશનલ કમિટિ (આઇઓસી)એ ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં સામેલ ખેલાડીઓના ડોપ ટેસ્ટના ફેર પરીક્ષણ બાદ જાહેર કર્યું હતું કે ૬૦ કિગ્રા ફ્રિ-સ્ટાઈલ કેટેગરીમાં સિલ્વર મેડલ વિજેતા રશિયન રેસલર બેસીક કુડુખોવનો ડોપ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોવાથી તેનો મેડલ તે સમયે બ્રોન્ઝ મેડલ જીતનારા ભારતના યોગેશ્વર દત્તને એનાયત કરવામાં આવે. જોકે ભારતીય રેસલર યોગેશ્વરે મહાનતા દર્શાવતા મેડલને બદલે માનવતાને પ્રાધાન્ય આપ્યું છે. યોગેશ્વરનું કહેવું છે કે કુડુખોવ શાનદાર કુસ્તીબાજ હતા અને હવે તેઓ અવસાન પામ્યા છે ત્યારે તેમનો મેડલ ભલે તેમના પરિવારજનો પાસે તેમની સ્મૃતિ સ્વરૂપે સચવાય રહે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે મંગળવારે ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં વન-ડે ક્રિકેટનો ઈતિહાસ રચ્યો છે. ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે ત્રીજી વન-ડેમાં વર્લ્ડ રેકોર્ડ બનાવતા ત્રણ વિકેટે ૪૪૪ રનનો વિરાટકાય સ્કોર કર્યો હતો. આંતરાષ્ટ્રીય વન-ડેના ઈતિહાસમાં તેની સાથે જ ઈંગ્લેન્ડે દસ વર્ષ જુના શ્રીલંકાના નવ વિકેટે ૪૪૩ રન કરવાના રેકોર્ડને તોડી નાખ્યો હતો. પાંચ મેચોની સિરીઝમાં ઈંગ્લેન્ડ ૨-૦થી આગળ છે.
આવતા પખવાડિયે ૨૨ સપ્ટેમ્બરથી ન્યૂ ઝીલેન્ડ સામે શરૂ થઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ માટે સોમવારે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઇ છે. લાંબા સમયથી ફોર્મ માટે ઝઝૂમી રહેલા રોહિત શર્માને ફરી તક મળી છે તો લાંબા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા અનુભવી બેટ્સમેન ગૌતમ ગંભીરની ફરી ઉપેક્ષા થઇ છે.
