એડિલેઃ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ એડિલેડ ટેસ્ટમાં બીજી ઇનિંગ્સમાં પણ સદી ફટકારી છે. આમ ટેસ્ટ મેચની બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારનાર વિરાટ ભારતનો પ્રથમ કેપ્ટન બન્યો છે.
રમતગમત
Block: Site: Subtree Block
ભુવનેશ્વરઃ શહેરમાં ૧૪ ડિસેમ્બરે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ-ફાઇનલ મેચમાં ભારત સામેના વિજય બાદ દર્શકો અને મીડિયા સામે અશ્લીલ ઇશારા કરનાર પાકિસ્તાની હોકી ટીમના બે ખેલાડી અમજદ અલી અને મોહમ્મદ તૌસિકને ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને સસ્પેન્ડ કર્યા છે. આ સિવાય ત્રીજા પાકિસ્તાની ખેલાડી શફાકત રસૂલને સત્તાવાર ઠપકો અપાયો છે.
નવી દિલ્હીઃ આઇપીએલની સીઝન સેવનમાં સૌથી મોંઘા ખેલાડી જાહેર થયેલા યુવરાજ સિંહને એક અઠવાડિયાની અંદર બીજો ફટકો પડ્યો છે. તેને આઇપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ-બેંગલોરે ટીમમાંથી રિલીઝ કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ટીમે તેને પડતો મૂક્યો હોવાથી હવે આઇપીએલ-૮માં રમવા તેણે ફરીથી હરાજીમાં સામેલ થવું પડશે. ઉલ્લેખનીય છે કે અગાઉ યુવીને વર્લ્ડ કપ માટેના ૩૦ સંભવિતોની ટીમમાંથી પણ પડતો મૂકાયો હતો.
ભારતીય હોકીના લેજન્ડરી ખેલાડી અને ઓલિમ્પિયન જો એન્ટીચનું ૧૩ જુલાઇએ રાત્રે મુંબઇમાં નિધન થયું છે. એન્ટીચ ૧૯૬૦માં રોમ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય હોકી ટીમના સભ્ય હતા. ૯૦ વર્ષના જો એન્ટીચ કેટલાક સમયથી બીમાર હતા.
બ્રાઝિલના રિયો ડી’ જાનેરિયોમાં પાંચમી ઓગસ્ટથી શરૂ થઇ રહેલા ૩૧મા ઓલિમ્પિક ગેમ્સમાં ૧૪ જુદી જુદી રમતોમાં ભારતના ૧૨૨ ખેલાડીઓ ભાગ લેશે. કેન્દ્રીય રમતગમત પ્રધાન વિજય ગોયલે આ માહિતી આપતા કહ્યું હતું કે હું જાણું છું કે, બધા એમ જ પૂછશે કે, ઓલિમ્પિકમાં આપણા દેશનું સૌથી મોટું જૂથ ઉતરવાનું છે અને આપણે આ વખતે કેટલા મેડલ જીતી શકીશું. પરંતુ આપણામાંથી કોઇ કહી ન શકે કે આપણે કેટલા મેડલ જીતીશું. જોકે એમ જરૂર કહી શકાય કે, આપણી ટીમના સભ્યો તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
બોલર્સના શિસ્તબદ્ધ અને શાનદાર પ્રદર્શન વડે પાકિસ્તાને ઐતિહાસિક લોર્ડસ ગ્રાઉન્ડમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ૨૦ વર્ષ બાદ પ્રથમ વિજય મેળવ્યો છે. પાકિસ્તાને પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને ૭૫ રને હરાવીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી છે. લોર્ડસમાં ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાનનો રેકોર્ડ ચાર વિજય અને ચાર પરાજયનો રહ્યો છે.
ભારતીય બોક્સર વિજેન્દર સિંહ ડબ્લ્યુબીઓ એશિયા પેસિફિક સુપર મિડલવેઇટ ચેમ્પિયન બન્યો છે. વિજેન્દરે રાજધાની દિલ્હીના ત્યાગરાજ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ૧૬ જુલાઇએ રમાયેલા ટાઇટલ જંગમાં ઓસ્ટ્રેલિયાના બોક્સર કેરી હોપને પોઇન્ટ્સના આધારે પરાજય આપ્યો હતો. પ્રોફેશનલ કારકિર્દીમાં ભારતીય બોક્સરનો સાતમા બાઉટનો સાતમો વિજય હતો. બીજી તરફ હોપ પોતાની કારકિર્દીમાં ૩૧મી બાઉટમાં આઠમી વખત હાર્યો હતો.
દીપિકા પલ્લીકલ કાર્તિકે ભૂતપૂર્વ ચેમ્પિયન જોશના ચિનપ્પાને હરાવીને ૭૩મી સિનિયર રાષ્ટ્રીય સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે. પાંચ વર્ષ બાદ નેશનલ ટૂર્નામેન્ટમાં રમી રહેલી વર્લ્ડની ૧૯મા ક્રમની ખેલાડી દીપિકાએ હરીફ જોશનાને ૪૩ મિનિટમાં ૪-૧૧, ૧૧-૬, ૧૧-૨, ૧૧-૮થી પરાજય આપ્યો હતો.
ભારતીય હોકીના દિગ્ગજ અને વિશ્વભરમાં ડ્રિબ્લિંગ માટે જાણીતા મોહમ્મદ શાહિદનું બીમારી બાદ ગુડગાંવ ખાતેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નિધન થયું છે. શાહિદના પુત્ર સૈફે જણાવ્યું હતું કે ૨૦ જુલાઇએ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ૫૬ વર્ષીય શાહિદને મેદાંતા મેડિસિટીમાં ચાલુ મહિનાના પ્રારંભે કમળો અને ડેન્ગ્યૂની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની વતન વારાણસીમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. પોતાના ડ્રિબ્લિંગ કૌશલ માટે મશહૂર શાહિદ ભારતના મહાન ખેલાડીઓમાં સામેલ હતા. તેઓ ૧૯૮૦માં મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારી ભારતીય ટીમના સભ્ય હતા. તેઓ દિલ્હી એશિયન ગેમ્સ ૧૯૮૨ની સિલ્વર મેડલ વિજેતા અને ૧૯૮૬ની સિઓલ એશિયાડમાં બ્રોન્ઝ જીતનાર ટીમના સભ્ય હતા. તેમને ૧૯૮૦-૮૧માં અર્જુન એવોર્ડ અને ૧૯૮૬માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝ સામેની એન્ટિગુઆ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી નોંધાવીને વિક્રમોની વણઝાર સર્જી છે. તે વિદેશની ધરતી પર બેવડી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. અગાઉ કેપ્ટન તરીકે વિદેશમાં અઝહરુદ્દીને ઓકલેન્ડમાં ૧૯૨ રન ફટકાર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર પણ રહ્યો છે. કોહલીએ અગાઉ ઓસ્ટ્રેલિયા સામે ૨૦૧૪માં ૧૬૯નો સર્વશ્રેષ્ઠ સ્કોર નોંધાવ્યો હતો. આમ કોહલીએ ૨૦૦ રન ફટકારીને વ્યક્તિગત કારકિર્દીમાં નવું કીર્તિમાન હાંસલ કર્યું છે.
