બ્રિટીશ ટેનિસ સ્ટાર એન્ડી મરેએ ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ જીતીને તેના ૨૯મા જન્મદિનની યાદગાર ઉજવણી કરી છે. તેણે ફાઇનલમાં સર્બિયાના વર્લ્ડ નંબર વન નોવાન જોકોવિચને ૬-૩, ૬-૩થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ વિજય સાથે જ મરેએ ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન અને વીતેલા સપ્તાહે મેડ્રિડ ઓપનની ફાઇનલમાં જોકોવિચના હાથે મળેલા પરાજયનો બદલો લઈ લીધો છે. મરેએ આ વિજયની સાથે તેના ૨૯મા જન્મદિનને યાદગાર બનાવ્યો હતો. ટૂર્નામેન્ટનું વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ યુએસની સેરેના વિલિયમ્સે જીત્યું છે. જ્યારે વિમેન્સ ડબલ્સ ટાઇટલ સાનિયા મિરઝા - માર્ટિના હિંગીસની ભારત - સ્વિત્ઝર્લેન્ડની જોડીએ મેળવ્યું છે. રોમમાં રેડ ક્લે કોર્ટ પર રવિવારે રમાયેલી ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં એન્ડી મરેએ શરૂઆતથી જ શાનદાર દેખાવ કરતાં જોકોવિચ પર પ્રભુત્વ જમાવી દીધું હતું. એન્ડી મરેનો જોકોવિચ સામે સળંગ ચાર પરાજય બાદનો પ્રથમ વિજય છે.
રમતગમત
Block: Site: Subtree Block
બાંગ્લાદેશમાં એક યુવા ક્રિકેટરની સ્ટમ્પ ફટકારીને હત્યા કરાઈ હતી. પાટનગર ઢાકામાં ૧૧ મેના રોજ ૧૬ વર્ષીય બબલુ સિકદર તેના મિત્રો સાથે એક મેચમાં વિકેટકિપિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન બેટસમેનને આઉટ આપવાના બાબતે બોલાચાલી થતાં બેટસમેને તેને સ્ટમ્પ ફટકાર્યું હતું.
ઈચિયોનઃ એશિયન ગેમ્સની એથ્લેટિક્સ હરિફાઈમાં ત્રીજા દિવસે ભારતના ગોલ્ડ મેડલની અછત પૂરી કરતાં સીમા પૂનિયાએ ડિસ્કસ થ્રોમાં શાનદાર પ્રદર્શન કરીને દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જ્યારે ટેનિસમાં સાનિયા મિર્ઝા અને સાકેતની જોડીએ મિક્સ ડબલ્સમાં ફાઇનલ જીતીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.
પિન્નેર હિલ ગોલ્ફ ક્લબની ૧૭ વર્ષીય ગોલ્ફર પ્રિયંકા પરમાર વર્ષ ૨૦૧૬ની મિડલસેક્સ લેડીઝ કાઉન્ટી ચેમ્પિયન બનતા સાતમા આસમાને વિહરી રહી છે. બે રોમાંચક મુકાબલા બાદ તે સેમિફાઈનલ અને બાદમાં સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી હતી. ફાઈનલમાં તેણે તારા વોટર્સને હરાવી હતી.
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના વાર્ષિક ક્રિકેટ એવોર્ડ સમારંભમાં જો રૂટે હેટ્રિક લગાવી હતી. જો રૂટ વર્ષનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ પ્લેયર, મર્યાદિત ઓવરોનો પ્લેયર ઓફ ધ યર અને ફેન ચોઇસ પ્લેયર ઓફ ધ યર બન્યો હતો.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન જ્યોર્જ બેઇલીને આઇપીએલમાં રાઇઝીંગ પૂણે સુપરજાયન્ટ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાયેલી મેચમાં બેટિંગ કરતી વખતે પોતાના જ દેશના નથાન કાઉલ્ટર નાઇલનો એક બાઉન્સર માથામાં વાગ્યો હતો. તે બાઉન્સરને રમવામાં થાપ ખાઈ જતાં બોલ તેની હેલ્મેટને અથડાયો હતો. બોલની ઝડપ એટલી બધી હતી કે બેઇલીએ પહેરેલું હેલ્મેટ પણ તેના માથામાંથી બહાર નીકળીને નીચે પડી ગયું હતું.
ટોચના ટેનિસ સ્ટાર અને ૧૭ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરરે ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. ઘૂંટણ અને પીઠની ઇજાને કારણે તેણે આ નિર્ણય કર્યો છે. ૧૯૯૯ બાદ પહેલી વાર એવું બન્યું છે કે, આ સ્ટાર ખેલાડીએ કોઇ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચ્યું હોય.
ભારતીય પર્વતારોહક રાજીબ ભટ્ટાચાર્યનું નેપાળમાં માઉન્ટ ધોલાગીરી પરથી નીચે ઉતરતાં અવસાન થયું છે. સેવન સમિટ ટ્રેક્સના મિગમા શેરપાએ જણાવ્યું હતું કે, રાજીબે શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેનું કેમ્પ ફોર્થમાં નિધન થયું હતું.
પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમ. સી. મેરિ કોમનું સતત બીજી વખત ઓલિમ્પિકમાં સ્થાન મેળવવાનું સપનું રોળાઇ ગયું છે. ભારતની સ્ટાર બોક્સર મેરિ કોમ ૨૧ મેના રોજ એઆઇબીએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં જ હારી ગઇ હતી.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની રવિવારે યોજાયેલી વિશેષ સામાન્ય બેઠકમાં અનુરાગ ઠાકરને સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નવનિયુક્ત પ્રમુખનો કાર્યકાળ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીનો રહેશે. ૪૧ વર્ષીય અનુરાગ ક્રિકેટ બોર્ડના ૩૪મા અને બીજા નંબરના સૌથી નાની વયના પ્રમુખ બન્યા છે. આ અગાઉ ૧૯૬૩માં વડોદરાના ફતેહસિંહરાવ ગાયકવાડે માત્ર ૩૩ વર્ષની વયે બોર્ડનું પ્રમુખપદ સંભાળ્યું હતું.
