રમતગમત

No

Block: Site: Subtree Block

    ઝિમ્બાબ્વેને ૩-૦થી ક્લિનસ્વી

    સિરીઝની અંતિમ મેચ પહેલાં જ શ્રેણી કબ્જે કરી ચૂકેલી ભારતીય ક્રિકેટ ટીમે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં પણ ઝિમ્બાબ્વેને ૧૦ વિકેટથી હરાવીને ક્લિનસ્વિપ કર્યું છે. બુધવારે રમાયેલી આ મેચમાં ભારતીય બોલરો જસપ્રીત બુમરાહ અને ચહલના તરખાટ સામે ઝિમ્બાબ્વેની ટીમે ધીમી, પણ મક્કમ શરૂઆત કરી હતી. જોકે બાદમાં તેનો દાવ ૧૨૩ રનમાં જ સમેટાઇ ગયો હતો. આ પછી ભારતીય ટીમે રાહુલના અણનમ ૬૩ અને પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા ફૈઝ ફઝલના અણનમ ૫૫ રનની મદદથી એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૧૨૬ કરીને મેચ તથા સિરીઝ જીતી હતી. ત્રણ મેચોની સિરીઝમાં ઝિમ્બાબ્વેની ટીમ બેટિંગ, બોલિંગ કે ફિલ્ડીંગ એક પણ ક્ષેત્રે સારો દેખાવ કરી શકી નહોતી. મેચ અને શ્રેણી જીતવાની સાથે જ ટીમ ઇંડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ બે નવા રેકોર્ડ બનાવ્યા છે. સિનિયર્સ ખેલાડીઓને હાલ આરામ અપાયો હોવાથી ઝિમ્બાબ્વે પ્રવાસે ગયેલી ટીમ ઇંડિયામાં મોટા ભાગના ખેલાડી જૂનિયર છે. 

    આખરી બોલે ઝિમ્બાબ્વેને હરાવી

    છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી રોમાંચક બનેલી ત્રીજી ટ્વેન્ટી૨૦ મેચમાં ભારતે યજમાન ઝિમ્બાબ્વેને ત્રણ રનથી હરાવીને શ્રેણીને ૨-૧થી જીતી છે. ૨૨ જૂને રમાયેલી મેચમાં ભારતને છ વિકેટે ૧૩૮ રનના સ્કોર સુધી સિમિત રાખ્યા બાદ ઝિમ્બાબ્વે છ વિકેટે ૧૩૫ રન જ કરી શક્યું હતું. કેદાર જાધવે ૪૨ બોલમાં ૫૮ રન બનાવીને ભારતને શરૂઆતના સંકટમાંથી બહાર કાઢ્યું હતું. રાહુલે ૨૨, રાયડુએ ૨૦ અને અક્ષર પટેલે અણનમ ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. 

    એગોન ક્લાસિકઃ એન્ડી મરે પાંચમ

    વિશ્વના બીજા ક્રમાંકિત અને વર્તમાન ચેમ્પિયન એન્ડી મરેએ પ્રથમ સેટ હાર્યા બાદ પણ શાનદાર પુનરાગમન કરીને વિક્રમજનક પાંચમી વખત એગોન ક્લાસિક એટીપી ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ કબ્જે કર્યું હતું. તેણે સંઘર્ષપૂર્ણ ફાઇનલમાં કેનેડાના મિલોસ રાઓનિકને હરાવ્યો હતો.

    પ્લન્કેટે છેલ્લા બોલે સિક્સર

    રસાકસીભરી મેચમાં ઇંગ્લેન્ડના લિયામ પ્લન્કેટે છેલ્લા બોલે ફટકારેલી સિક્સરથી શ્રીલંકા સામેની પ્રથમ વન-ડે મેચ ટાઇમાં પરિણમી હતી. કેપ્ટન મેથ્યુઝની ધૈર્યપૂર્ણ ઇનિંગ્સની મદદથી શ્રીલંકાએ નવ વિકેટે ૨૮૬ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઇંગ્લેન્ડે આઠ વિકેટે ૨૮૬ રન કર્યા હતા. વોકિસ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.

    કેરળના રમતગમત પ્રધાન ઈ. પી. જયરાજન્ સાથે ચાલી રહેલા વિવાદ બાદ ભારતની પૂર્વ એથ્લીટ અંજૂ બોબી જ્યોર્જે કેરળ સ્પોર્ટસ કાઉન્સિલના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે. અંજુની સાથે સ્પોર્ટસ કાઉન્સિલના અન્ય ૧૧ સભ્યોએ પણ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપી દીધા છે. અંજુએ પોતાનું રાજીનામું આપવાની સાથે કાઉન્સિલની કાર્યપદ્ધતિની તપાસ કરવાની પણ માગ કરી છે.

    એન્ડી મરે બીજી વખત વિમ્બલ્ડનન

    ટેનિસ વિશ્વના બીજા ક્રમાંકિત એન્ડી મરેએ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં છઠ્ઠા ક્રમાંકિત કેનેડાના મિલોસ રાઓનિકને ૬-૪, ૭-૬ (૭-૩), ૭-૬ (૭-૨)થી હરાવીને કારકિર્દીમાં બીજી વખત વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ટાઇટલ જીત્યું છે. મરેએ ૨૦૧૨માં યુએસ ઓપન ઉપરાંત ૨૦૧૩માં વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. કારકિર્દીમાં એક કરતાં વધુ વખત વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ જીતનાર ફ્રેડ પેરી બાદ મરે બીજો બ્રિટિશ ખેલાડી બન્યો છે.

    સેરેના વિલિયમ્સ સાતમી વખત વિમ

    દુનિયાની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે જર્મનીની એન્જેલિક કર્બરને વિમ્બલ્ડનમાં વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં ૭-૫, ૬-૩થી હરાવીને સાતમી વખત વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું છે. આ સાથે જ સેરેનાએ જર્મનીની ટેનિસ ખેલાડી સ્ટેફી ગ્રાફના ૨૨ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવાના રેકોર્ડની બરાબરી કરી છે. સેરેના હવે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાના રેકોર્ડથી બે ટાઇટલ દૂર છે.

    મહાન ફૂટબોલર પેલેએ ત્રીજી વખત...

    બ્રાઝિલના મહાન ફુટબોલ ખેલાડી પેલેએ ત્રીજી વખત લગ્ન કરી લીધા છે. ૭૫ વર્ષીય પેલેએ શનિવારે રાત્રે ૪૨ વર્ષીય માર્સિયા ચેબલે સાથે લગ્ન કર્યા હતા.

    પ્રેમિકાની હત્યાના કેસમાં પિ

    પ્રિટોરિયા હાઇ કોર્ટે સાઉથ આફ્રિકાના પેરાલિમ્પિક એથ્લિટ ઓસ્કાર પિસ્ટોરિયસને તેની પ્રેમિકા રિવા સ્ટીનકેમ્પની હત્યાના આરોપમાં દોષિત ઠરાવીને છ વર્ષ કેદની સજા ફરમાવી છે. ‘બ્લેડ રનર’ નામથી જાણીતા ૨૯ વર્ષીય પિસ્ટોરિયસને જસ્ટિસ તોકોઝિલે મસીપાએ આ સજા સંભળાવી હતી. પિસ્ટોરિયસ આ કેસમાં અગાઉ અઢી વર્ષ જેલમાં વીતાવી ચૂક્યો હોવાથી ત્રણ વર્ષ બાદ ૨૦૧૯માં જેલમાંથી છૂટી જાય તેવી શક્યતા છે. પિસ્ટોરિયસે અગાઉ કોસી મામ્પુરા જેલની હોસ્પિટલ વિંગમાં સજા કાપશે. અગાઉ તેણે આ જ જેલમાં અઢી વર્ષ વીતાવ્યા હતા.

    કરચોરીના કેસમાં ફૂટબોલર મેસી

    સ્પેનની કોર્ટે આર્જેન્ટિના અને બાર્સેલોનાના ફૂટબોલ સ્ટાર લાયોનેલ મેસી અને તેના પિતા જોર્ગેને આશરે રૂ. ૩૧ કરોડની કરચોરીના કેસમાં દોષિત ઠરાવીને ૨૧-૨૧ મહિનાની (એક વર્ષ, ૯ મહિનાની) જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે મેસીને રૂ. ૧૬ કરોડ જ્યારે તેના પિતા જોર્ગેને રૂ. ૧૨ કરોડનો દંડ પણ કર્યો છે. આમ મેસી પરિવારને કરચોરીના મામલે કુલ રૂ. ૨૮ કરોડથી વધુ રકમ દંડ પેટે ભરવી પડશે.