રમતગમત

No

Block: Site: Subtree Block

    યોકોવિચની પ્રાઇસ મનીનો આંકડો

    સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાન યોકોવિચે પ્રાઇસ મની જીતવાનો વિક્રમ સર્જ્યો છે. ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવવાની સાથે જ તેણે પ્રાઇસ મની તરીકે કરેલી કમાણીનો આંકડો ૧૦ કરોડ ડોલરની વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો છે. માત્ર પ્રાઇઝ મની તરીકે આટલી મોટી રકમ જીતનારો તે ટેનિસ ઇતિહાસનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

    બ્રિટનની બે સિન્ક્રોનાઈઝ્ડ સ

    ગ્રેટ બ્રિટનની સિન્ક્રોનાઈઝ્ડ સ્વિમર ઓલિવિયા ફેડરિકી અને કેટી ક્લાર્કે રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. 

    ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૭ઃ ભારત

    ઈંગ્લેન્ડમાં આવતા વર્ષે ૨૦૧૭માં રમાનારી ચેમ્પિયન ટ્રોફી વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભારતનો પહેલો મુકાબલો ચોથી જૂને પરંપરાગત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ભારતને પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા તથા સાઉથ આફ્રિકા સાથે ગ્રૂપ-બીમાં સ્થાન મળ્યું છે. આ ટૂર્નામેન્ટ પહેલી જૂનથી ૧૮ જૂન, ૨૦૧૭ સુધી રમાશે.

    બર્મિંગહામઃ છેક આખરી ઓવર સુધી રસાકસીભરી બની રહેલી એકમાત્ર ટ્વેન્ટી૨૦માં ઇંગ્લેન્ડે ભારતને ત્રણ રને હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઇંગ્લેન્ડે કેપ્ટનના મોર્ગનના આક્રમક ૭૧ રન સાથે સાત વિકેટે ૧૮૦ રનનો સંગીન જુમલો નોંધાવ્યો હતો. ભારત પાંચ વિકેટે ૧૭૭ રન જ કરી શક્યું હતું.

    વિશ્વના ઓલ્ડેસ્ટ ક્રિકેટર નોર્મન ગોર્ડનનું ૧૦૩ વર્ષની વયે નિધન

    જોહાનિસબર્ગઃ વિશ્વના સૌથી વયોવૃદ્ધ ક્રિકેટર સાઉથ આફ્રિકાના ઝડપી બોલર નોર્મન ગોર્ડનનું લાંબી બીમારી બાદ ૧૦૩ વર્ષની વયે નિધન થયું છે. ગોર્ડને પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેઓ ૬૦ કરતાં વધુ વર્ષ સુધી રહ્યા હતા. તેમણે ૧૯૩૯માં ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ રમીને ૨૦ વિકેટ ઝડપી હતી. વિશ્વયુદ્ધના કારણે તેઓ પોતાની કારકિર્દીને આગળ વધારી શક્યા નહોતા.

    ફ્રાન્સમાં આજથી યુરો કપ ચેમ્પ

    વિશ્વભરના ફૂટબોલપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે યુરોપિયન ફૂટબોલના કાર્નિવલ - યુરો કપ ફૂટબોલ ચેમ્પિયનશીપનો આજથી ફ્રાન્સમાં પ્રારંભ થઇ રહ્યો છે. યુરોપની ૨૪ હાઈ પ્રોફાઈલ ટીમો વચ્ચેનો ચેમ્પિયનશીપ માટેનો આ જંગ એક મહિનો ચાલશે. ફ્રાન્સના ૧૦ સ્ટેડિયમોમાં કુલ ૫૧ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં જર્મની ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે સ્પર્ધામાં ઉતરી રહ્યું છે. જોકે તેના માટે આ વખતની સફર આસાન નથી, કારણ કે યજમાન ફ્રાન્સની સાથે ફૂટબોલમાં પાવરહાઉસ મનાતા ઈટાલી, સ્પેન, રશિયા, પોર્ટુગલ, બેલ્જીયમ જેવી ટીમો પણ યુરોપિયન ચેમ્પિયનશીપ જીતવા માટે થનગની રહી છે. પહેલો મુકાબલો ફ્રાન્સના સેન્ટ ડેનિસમાં યજમાન ટીમ અને રોમાનિયા વચ્ચે ખેલાશે. યુરો કપ ૨૦૧૬ના કુલ છ ગ્રૂપ અને તે ગ્રૂપમાંથી રમી રહેલા સુપર સ્ટાર ખેલાડીઓની એક ઝલક...

    વિરાટ કોહલી ઘમંડી અને વધુ આક્ર...

    ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી જોરદાર ફોર્મમાં છે અને વિશ્વના દિગ્ગજ ખેલાડી વિરાટની પ્રશંસા કરતાં થાકતા નથી ત્યારે વેસ્ટ ઇન્ડિઝના ઓપનર લિન્ડલ સિમોન્સે કોહલીને ઘમંડી અને વધુ પડતો આક્રમક ગણાવે છે. તેણે કહ્યું કે, ટી૨૦ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં હું તેને બતાવી દેવા માગતો હતો કે, માત્ર તે જ વિશ્વનો સારો બેટ્સમેન નથી. ટી૨૦ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં લિન્ડલ સિમોન્સે ભારતના હાથમાંથી બાજી ખેંચી લઈને વિન્ડીઝને ફાઇનલમાં પહોંચાડયું હતું.

    ડોપિંગ ટેસ્ટમાં ફેઇલ શારાપોવ

    રશિયાની મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેતા ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (આઈટીએફ)એ તેના પર બે વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. શારાપોવાએ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન પ્રતિબંધિત પદાર્થ મેલડોનિયનનું સેવન કર્યું હોવાનો આરોપ લાગ્યો હતો. આ પછી માર્ચમાં તેની ઉપર કામચલાઉ પ્રતિબંધ મૂકાયો હતો.

    ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ૨૧ જુલ...

    વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે ભારત સામે આવતા મહિને યોજાનારી ચાર ટેસ્ટ મેચની સિરીઝનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ટીમ ઇંડિયા છ જુલાઈના રોજ વિન્ડીઝ જવા રવાના થશે. ૨૧મી જુલાઈથી શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝ અગાઉ ભારતીય ટીમ બે પ્રેક્ટિસ મેચ રમશે.

    સેરેના વિલિયમ્સઃ સૌથી વધુ કમા

    મહિલા ટેનિસની નંબર-વન ખેલાડી સેરેના વિલિયમ્સે ફ્રેન્ચ ઓપનમાં ટાઇટલ જીતવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હોવા છતાં તે બીજા નંબરે રહી હતી, પરંતુ સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ‘ફોર્બ્સ’ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સેરેના વિલિયમ્સ રશિયાની મારિયા શારાપોવાને પછાડી ટોચના સ્થાને પહોંચી ગઈ છે.