શ્રીલંકા વિરુદ્ધ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૬ માર્ચે રમાયેલી મેચમાં આઈસીસીની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોય અને ઝડપી બોલર ડેવિડ વિલીને દંડ ફટકારાયો છે.
રમતગમત
Block: Site: Subtree Block
ક્રિકેટચાહકોને હજુ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપનો નશો ઉતર્યો નથી ત્યાં આજથી આઈપીએલની નવમી સિઝન શરૂ થઈ રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલા આઈપીએલના ઉદ્ઘાટન સમારોહનું સ્ટાર એટ્રેક્શન અમેરિકન ગાયક ક્રિસ બ્રાઉનનું પરફોર્મન્સ છે. બ્રાઉનની સાથે અમેરિકન બેન્ડ મેજર લેઝર, ઇંગ્લિશ રેપર ફ્યૂઝ ઓડીઝી અને જમૈકન રેકોર્ડિંગ આર્ટિસ્ટ નેલાહ થોરબોર્ન પણ ગીત-સંગીતનો શાનદાર કાર્યક્રમ રજૂ કરશે. સમારંભમાં આંતરરાષ્ટ્રીય કલાકારો ઉપરાંત બોલિવૂડ સ્ટાર્સ રણવીર સિંહ, જેકલિન ફર્નાન્ડિસ, કેટરિના કૈફ, યો યો હની સિંહ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. ભારતીય સમય પ્રમાણે સાંજે ૭-૩૦ વાગ્યે શરૂ થનારા આ ઝાકઝમાળભર્યા ઉદ્ઘાટન સમારોહ સાથે જ સાત સપ્તાહ ચાલનારા ક્રિકેટના જલ્સાનો પ્રારંભ થશે. પૂણે સુપર જાયન્ટ અને ગુજરાત લાયન્સ નામથી બે નવી ટીમો આઇપીએલમાં પદાર્પણ કરશે. શનિવારથી રમાનારી લીગમાં ૫૯ મેચો ૧૦ કેન્દ્રમાં રમાશે જેમાં નવા સ્થાનિક ટેલેન્ટની સાથે અનુભવી ખેલાડીઓને પણ પોતાની કારકિર્દીને સ્થિરતા આપવાની તક મળશે.
આઇપીએલ સિઝન-૯નો રંગારંગ ઉદ્ઘાટનસમારંભ સાથે શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શાનદાર કાર્યક્રમ બાદ બીજા દિવસે શનિવારે અહીં મુંબઇ અને પૂણે વચ્ચે પહેલી મેચ રમાશે તે સાથે જ ક્રિકેટજંગ શરૂ થશે. ૨૯ મે સુધી રમાનારી આ ટૂર્નામેન્ટનું ટાઇમટેબલ અહીં રજૂ કર્યું છે.
નેશનલ સ્પોર્ટ્સ ક્લબમાં શુક્રવારે સાંજે રંગારંગ ઉદ્ઘાટન સમારંભ સાથે જ આઇપીએલ-સિઝન નવનો ઔપચારિક પ્રારંભ થઇ ગયો છે. આઈપીએલ-૯માં ચાર ટીમના કેપ્ટન પ્રથમ વખત ટીમની કમાન સંભાળશે. જેમાં સુરેશ રૈનાને આઈપીએલમાં ડેબ્યુ કરી રહેલી ગુજરાત લાયન્સ ટીમની કમાન મળી છે જ્યારે દિલ્હી ડેરડેવિલ્સ ટીમે ઝહીર ખાનને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબે સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરને કેપ્ટન બનાવાયો છે. આ ત્રણેય પ્રથમ વખત આઈપીએલમાં ટીમની કમાન સંભાળશે. ટૂર્નામેન્ટમાં કુલ આઠ નવી ભાગ લઇ રહી છે, જેમાં બે નવી ટીમો ગુજરાત લાયન્સ અને રાઇઝીંગ પૂણે સુપર જાયન્ટ્સનો સમાવેશ થાય છે. કુલ ૫૫ દિવસ ચાલનારા જંગમાં આ ટીમો વચ્ચે ૧૦ શહેરમાં ૫૯ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં રમી રહેલી ટીમોનો પરિચય.
બર્મિંગહામઃ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇનઅલીની બર્મિંગહામ એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન ૪૦ મિનિટ સુધી પૂછપરછ કરાઈ હતી. મોઈનઅલી વોર્સેસ્ટરશાયર કાઉન્ટી ટીમ સાથે જોડાવા માટે જઈ રહ્યો હતો. જેથી ૨૦૧૬ કાઉન્ટી ચેમ્પિયનશિપની પ્રારંભિક મેચમાં રમી શકે, પરંતુ સુરક્ષા અધિકારીઓએ તપાસ માટે ૪૦ મિનિટ સધી રોકી રાખ્યો હતો.
ટીમના સ્પિનરોની શિસ્તબદ્ધ બોલિંગ બાદ ઓપનર એરોન ફિન્ચ (૫૦) અને બ્રેન્ડન્ મેક્કુલમ (૪૯)ની શાનદાર આક્રમક બેટિંગની મદદથી ગુજરાત લાયન્સે આઇપીએલ-સિઝન નાઇનની લીગ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની પૂણે સુપર જાયન્ટસને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ગુજરાત લાયન્સનો આ સતત બીજો વિજય છે. આ પહેલાં તેણે મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબને પાંચ વિકેટે હરાવીને આઇપીએલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ફિન્ચ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
વિરાટ કોહલીએ ટી૨૦ વર્લ્ડ કપનું ફોર્મ આઇપીએલ સિઝન-નવમાં પણ જાળવ્યું છે. ૨૨ એપ્રિલે પૂણેમાં રમાયેલી મેચમાં કોહલીએ એબી ડીવિલિયર્સ સાથે મળીને રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ્સને ૧૩ રને પરાજય આપ્યો હતો. કોહલી અને ડીવિલિયર્સે આક્રમક અડધી સદી ફટાકારવા ઉપરાંત ૧૫૫ રનની ભાગીદારી નોંધાવીને પૂણેને ૧૮૬ રનનો મુશ્કેલ આપ્યો હતો. જવાબમાં પૂણેનો દાવ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૭૨ રનમાં સમેટાયો હતો.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ મીડિયા જગતના દિગ્ગજ રાહુલ જોહરીની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. તેઓ પહેલી જૂને તેમનો હોદ્દો સંભાળશે. જોહરીને મીડિયા ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો ૨૦ વર્ષનો બહોળો અનુભવ છે. આ પૂર્વે તેઓ ડિસ્કવરી નેટવર્ક સાથે જોડાયેલા હતા.
વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર ટીનો બેસ્ટે તેની ઓટોબાયોગ્રાફીમાં સનસનાટીપૂર્ણ ખુલાસો કરતાં દાવો કર્યો છે કે તે અત્યાર સુધીમાં ૫૦૦થી ૬૫૦ મહિલાઓ સાથે સેક્સ માણી ચૂક્યો છે. ‘માઇન્ડ ધ વિન્ડોઝઃ માય સ્ટોરી’ નામની આત્મકથામાં ટીનોએ પોતાને ‘પુરુષ વેશ્યા’ ગણાવ્યો છે. આ આત્મક્થા ૨૮ એપ્રિલે પ્રકાશિત થવાની છે.
ઓલરાઉન્ડર મોરિસે રમેલી મેન ઓફ ધ મેચ ઇનિંગ્સના કારણે રોમાંચક બનેલી આઇપીએલ-૯ની મેચમાં ગુજરાત લાયન્સે એક રને દિલ્હી ડેરડેવિલ્સને હરાવ્યું છે. ગુરુવારે રાજધાનીમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં છ વિકેટના ભોગે ૧૭૨ રન કર્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરનારી દિલ્હી ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૧ રન કર્યા હતા.
