રમતગમત

No

Block: Site: Subtree Block

    મુંબઇ ઇંડિયન્સે કોલકતાને પછા

    કેપ્ટન રોહિત શર્માના અણનમ ૬૮ તથા કિરોન પોલાર્ડના ૧૭ બોલમાં અણનમ ૫૧ રનની સહાયથી મુંબઇ ઇન્ડિયન્સે હોમ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સને આસાનીથી હરાવ્યું હતું. ૨૮ એપ્રિલે રમાયેલી મેચમાં કોલકતાએ પાંચ વિકેટે ૧૭૪ રન કર્યા હતા, જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર મુંબઇએ ૧૮ ઓવરમાં ચાર વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

    નવ વર્ષ પછી છ સિક્સનું રહસ્ય ખ

    ટીમ ઇંડિયાના આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહે ૨૦૦૭ના વર્લ્ડ ટી૨૦માં ૬ બોલમાં ૬ સિક્સ ફટકારીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણઅક્ષરે લખાયેલી આ છ સિક્સ વિશે યુવરાજે ક્યારેય વાત કરી ન હતી. જોકે આ વિક્રમના નવ વર્ષ બાદ હવે યુવરાજે આ સિદ્ધિના મૂળમાં રહેલી વાત જાહેર કરી છે.

    ‘વાડા’નાં ડોપિંગ લિસ્ટમાં ભા

    રમતગમતના મેદાનમાં ભારતનો દેખાવ ભલે નિરાશાજનક રહ્યો હોય, પરંતુ ડોપિંગનો સંબંધ છે ત્યાં સુધી ભારત ટોપ-થ્રીમાં સામેલ છે. વર્લ્ડ એન્ટિ-ડોપિંગ એજન્સી (‘વાડા’) દ્વારા ૨૮ એપ્રિલે જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ ભારત વર્ષ ૨૦૧૪માં ડોપિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાના મામલે ૯૬ કેસ સાથે ત્રીજા સ્થાને છે.

    ગુજરાત લાયન્સની જીતની સિક્સર

    આઇપીએલની સિઝન-નાઇનમાં પ્રવેશ સાથે જ ગુજરાત લાયન્સની ટીમ છવાઇ ગઇ છે. ગુજરાત લાયન્સે ૨૯ એપ્રિલે પૂણે સુપર જાયન્ટ્સને હરાવી વિજયની સિક્સર ફટકારી છે. ડ્વેન સ્મિથ અને મેક્કુલમની આક્રમક ઇનિંગ બાદ દિનેશ કાર્તિક અને રૈનાની ધૈર્યભરી ઇનિંગની મદદથી ગુજરાત લાયન્સે પૂણે સુપર જાયન્ટ્સ સામે છેલ્લા બોલે ત્રણ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. આ સાથે ગુજરાત લાયન્સે સાત મેચમાં છ વિજયના ૧૨ પોઈન્ટ મેળવી પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

    જૂના ચહેરાનું સ્થાન લેશે નવા ચહેરા

    • સેહવાગના સ્થાને રોહિત: વિરેન્દ્ર સેહવાગનું સ્થાન કોણ લેશે. સ્વાભાવિક છે જવાબ આવે રોહિત શર્મા. રોહિતે સેહવાગની જેમ જ સ્ફોટક બેટિંગ કરવાની ક્ષમતા સાબિત કરી છે. બીજી તરફ તેણે બે વખત બેવડી સદી ફટકારીને પોતાની વિશેષતા પણ સાબિત કરી આપી છે. વિસ્ફોટક ઓપનર તરીકે પણ તે સારો ખેલાડી સાબિત થયો છે.

    સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ નવ ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે. અગાઉ પહેલી ટેસ્ટ બ્રિસબેનમાં ચોથી ડિસેમ્બરથી રમાવાની હતી, જે મુલતવી રખાઈ હતી અને સ્થળ પણ બદલી નંખાયું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ બાબતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે હ્યુજીસના ઘરઆંગણે એડિલેડ પર નવ ડિસેમ્બરે મેચ રમાડવાનો નિર્ણય કરાયો છે.

    લેસ્ટર સિટી ઇપીએલ ચેમ્પિયન ૧૩

    રેન્કિંગમાં બીજા સ્થાને રહેલી ટોટનહામ હોટ્સપુર અને ચેલ્સી કલબ વચ્ચે મંગળવારે રમાયેલો મુકાબલો ૨-૨થી ડ્રો થતાં જ ઇંગ્લેન્ડની એક નાની ફુટબોલ કલબ લેસ્ટરશાયરે ઇંગ્લિશ પ્રીમિયર લિગ (ઇપીએલ)નું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ૧૩૨ વર્ષના ઇતિહાસમાં લેસ્ટર ફુટબોલ ક્લબે પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી છે. આ સાથે ૧૯૯૨ બાદ ઇપીએલનું ટાઇટલ જીતનારી લેસ્ટર છઠ્ઠી ટીમ બની છે. આમ તો લેસ્ટર પાસે ટાઇટલ જીતવાની રવિવારે જ ગોલ્ડન તક હતી, પરંતુ માન્ચેસ્ટર યુનાઇટેડ સામેની મેચ ૧-૧થી ડ્રો થતા ચેમ્પિયન બનવા તેને વધુ એક દિવસ ઇંતઝાર કરવો પડ્યો હતો. લેસ્ટર ટીમ સમગ્ર લીગ દરમિયાન માત્ર ત્રણ મેચ હારી છે, જેને ફૂટબોલચાહકો અનોખું સિમાચિહન ગણાવી રહ્યા છે. નોંધનીય છે કે ઇપીએલની ગઈ સિઝનમાં લેસ્ટર રેલિગેશનમાંથી બચી હતી અને ૨૦૧૬માં તેણે તમામ દિગ્ગજો તથા નિષ્ણાતોની ગણતરીને ખોટી સાબિત કરી છે.

    શાંઘાઈ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરે ફ્રાન્સના જાઇલ્સ સાઇમનને ૭-૬, ૭-૬થી પરાજય હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. 

    ’૯૫માં રગ્બી વર્લ્ડ કપની ફાઇન

    વર્ષ ૧૯૯૫ના રગ્બી વર્લ્ડ કપની ફાઇનલ પૂર્વે ચેમ્પિયનશિપની પ્રબળ દાવેદાર ન્યૂ ઝીલેન્ડની પોઇઝન આપવામાં આવ્યું હોવાના સનસનાટીપૂર્ણ ખુલાસાએ રમતજગતમાં હલચલ મચાવી દીધી છે. ન્યૂ ઝીલેન્ડની ટીમ ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાવાની હતી. ટાઇટલ માટે હોટ ફેવરિટ ન્યૂ ઝીલેન્ડના ખેલાડીઓને પોઇઝનિંગથી તબિયત કથળી હતી અને સાઉથ આફ્રિકા વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના બોડીગાર્ડ રોરી સ્ટેઇને આ ઘટસ્ફોટ કર્યો છે. રોરી સ્ટેઇને જણાવ્યું હતું કે ઘટના પાછળ સટ્ટાબાજોના ગ્રૂપની સંડોવણી હોય તેવી પૂરી સંભાવના છે. ન્યૂ ઝીલેન્ડ ટાઇટલ માટેની ટોચની દાવેદાર હતી, પરંતુ ખેલાડીઓની તબિયત ખરાબ થવાના કારણે તેને યજમાન ટીમ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.