રમતગમત

No

Block: Site: Subtree Block

    વિજેન્દર સિંહે બ્રિટિશ બોક્સ

    ભારતના સ્ટાર બોક્સર વિજેન્દર સિંહે પાકિસ્તાની મૂળના બ્રિટિશ પ્રોફેશન બોક્સર આમિર ખાનની ભારતમાં મુકાબલો કરવાના પડકારને સ્વીકારી લીધો છે. જોકે આ મુકાબલો ૨૦૧૮ પહેલા યોજાય તે સંભવ નથી. મેક્સિકોના કેનેલો અલ્વારેજની સામે બહુપ્રતિક્ષિત ડબ્લ્યૂબીસી મિડલવેઇટ ટાઇટલની તૈયારી કરી રહેલા આમિરે જણાવ્યું હતું કે તે વિજેન્દરની સામે ભારતમાં મુકાબલો કરવા માગે છે.

    એશિયન સિક્સ-રેડ સ્નૂકરમાં અડવ

    ભારતના સ્ટાર ક્યૂઇસ્ટ પંકજ અડવાણીએ અબુધાબીમાં એશિયન સિક્સ-રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે. અડવાણીએ મલેશિયાના ટોચના ક્રમાંકિત કીન હો મોને ૭-૫ના ફ્રેમ સ્કોરથી હરાવીને સ્નૂકરના સૌથી નાના ફોર્મેટમાં દબદબો જાળવ્યો હતો. આમ પંકજ અડવાણી વર્લ્ડ અને કોન્ટિનેન્ટલ ટાઇટલ જીતનાર વિશ્વનો પ્રથમ ક્યૂઇસ્ટ બન્યો છે. ફાઇનલ મુકાબલો અત્યંત ચઢાવઉતારવાળો રહ્યો હતો અને બંને ખેલાડીઓએ પ્રત્યેક બીજી ફ્રેમમાં વળતી લડત આપીને ફાઇનલ અત્યંત રોમાંચક બનાવી દીધી હતી. જોકે આખરે અડવાણીએ ટાઇટલ પોતાના નામે કરી કર્યું હતું.

    હેડિંગ્લે ટેસ્ટઃ લંકાનો ઇનિં

    એન્ડરસને તરખાટ મચાવતાં બંને ઇનિંગમાં કુલ ૧૦ વિકેટ ઝડપતાં યજમાન શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે એક ઇનિંગ અને ૮૮ રને વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં બેઇરસ્ટોના ૧૪૦ રન અને હેલ્સના ૮૬ રનની મદદથી ૨૯૮ રન કર્યા હતા. જેના જવાબમાં યજમાન શ્રીલંકાની ટીમનો પ્રથમ દાવ માત્ર ૯૧ રનમાં સમેટાઇ ગયો હતો. જેમાં મેથ્યુસના ૩૪ રન મુખ્ય હતા.

    ઈંગ્લેન્ડ-શ્રીલંકા ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે અને પ્રથમ ટેસ્ટમાં જ ઈંગ્લેન્ડનો એક ઈનિંગ સાથે ભવ્ય વિજય થયો છે.

    ભારતીય ઉપખંડમાં ચાર દેશ-ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને શ્રીલંકા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા છે. હમણા તો અફઘાનિસ્તાન પણ સારો દેખાવ કરી રહ્યું છે. IPLથકી ભારત ક્રિકેટ રમતા તમામ દેશોના ક્રિકેટરો માટે સૌથી લોભામણું સ્થળ બની ગયું છે. ઈંગ્લિશ ખેલાડીઓ ઘરઆંગણે આખુ વર્ષ રમીને કમાણી કરે તેની સરખામણીએ IPL મેચોમાં ચાર સપ્તાહ રમીને જ વધુ કમાણી કરી લે છે.

    ૧૭ વર્ષની પ્રિયંકા પરમાર ગોલ્

    પિનર હિલ ગોલ્ફ ક્લબની ૧૭ વર્ષીય ગોલ્ફર પ્રિયંકા પરમાર વર્ષ ૨૦૧૬ની મિડલસેક્સ લેડીઝ કાઉન્ટી ચેમ્પિયન બનતા સાતમા આસમાને વિહરી રહી છે. બે રોમાંચક મુકાબલા બાદ તે સેમિ-ફાઈનલ અને બાદમાં સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી હતી. ફાઈનલમાં તેણે તારા વોટર્સને હરાવી હતી.

    રિયોમાં ગોલ્ડ મેડાલિસ્ટ ફર્ન

    સ્પેનના ઓલિમ્પિક મેડાલિસ્ટ સેઇલર ફર્નાન્ડો અને તેની ટીમના બે સાથીઓને રિયો ડી જાનેરોમાં બંદૂકની અણીને લૂંટી લેવામાં આવ્યા હતા. આ ઘટના સમયે આ ત્રણેય રિયો ડી જાનેરોમાં બ્રેકફાસ્ટ માટે જઈ રહ્યા હતા. આ ખતરનાક ઘટના બાદ પણ પોતે જીવિત રહ્યા હોવાથી ત્રણેય પોતાને ભાગ્યશાળી માને છે.

    મેરી કોમ વર્લ્ડ બોક્સિંગના બી

    વિમેન્સ બોક્સિંગમાં પાંચ વખત ૫૧ કિલોગ્રામ વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલી ભારતની મેરી કોમ ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ જતા ભારતીય કેમ્પમાં નિરાશા ફરી વળી છે. ભારતીય બોક્સિંગ ટીમના ચીફ કોચ ડી. ચંદ્રલાલે હતાશા વ્યક્ત કરતા કહ્યું કે મેરી કોમ તેની હરીફ સામેનો મુકાબલો જીતી જ છે તેમ અમે માનતા હતા, પણ કમ્પ્યુટર દ્વારા જે પરિણામ આવ્યું તેમાં તેને પરાજીત બતાવતા અમે આઘાત સાથે આશ્ચર્ય અનુભવ્યું હતું.

    કોલકતા આઇપીએલમાંથી આઉટ, હૈદરા

    કોલકતા નાઇટ રાઇડર્સ આઇપીએલમાંથી આઉટ થઇ ગયું છે. ગુરુવારે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકતા નાઇટ રાઇડર્સને ૨૨ રને હરાવીને આઈપીએલ-૯ની ક્વોલિફાયર-ટુમાં સ્થાન પાક્કું કર્યું હતું. શુક્રવારે યોજાનારા આ મુકાબલામાં હૈદરાબાદ અને ગુજરાત લાયન્સ ટકરાશે.

    ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ

    શ્રીલંકાના મીડિયમ પેસર નુવાન કુલાસેકરાએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. કુલાસેકરાએ કહ્યું કે, મેં ઘણું વિચાર્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું જાહેર કર્યું છે. મારા આ નિર્ણયથી વન-ડે અને ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં સારી તૈયારી કરી શકીશ. હું દેશ તરફથી વન-ડે અને ટ્વેન્ટી૨૦ ક્રિકેટ રમતો રહીશ. 

    ઝિમ્બાબ્વેના કોચ અને કેપ્ટનન

    ભારત સામે ૧૧ જૂનથી શરૂ થઈ રહેલી વન-ડે અને ટ્વેન્ટી૨૦ સિરીઝ પૂર્વે જ ઝિમ્બાબ્વે ક્રિકેટે ટીમના કોચ ડેવ વોટમોર અને કેપ્ટન હેમિલ્ટન મસાકાડ્ઝાની હકાલપટ્ટી કરી છે. બોર્ડે સાઉથ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મખાયા એન્ટનીને કોચ બનાવ્યો છે જ્યારે ટીમની કમાન ગ્રીમ ક્રેમનરને સોંપી છે