ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટ સ્ટાર વિક્રમ સોલંકીને સરેના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં જન્મેલા સોલંકી ઈંગ્લિશ કાઉન્ટી ટીમનો ચાર્જ સંભાળનાર પ્રથમ એશિયન ક્રિકેટર બની રહેશે. ઉમદા બેટ્સમેન વિક્રમ સોલંકી ૨૦૦૦-૨૦૦૭ના ગાળામાં ઈંગ્લેન્ડ તરફથી મર્યાદિત ઓવરની ૫૪ મેચ રમ્યા છે. તેઓ ઘરઆંગણે ૩૨૫ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા છે. તેમણે તમામ ફોર્મેટ્સમાં થઈ ૩૧,૦૦૦થી વધુ રનનો સ્કોર કર્યો છે.
રમતગમત
Block: Site: Subtree Block
સંતાનનાં સ્વપ્ન માટે જીવતા ઝનૂની પિતાનું જીવતું-જાગતું ઉદાહરણ જોવું હોય તો પહોંચો વિજયવાડા અને મળો સત્યનારાયણ નામના આ મહાનુભાવને. સત્યનારાયણનું એક સપનું હતું કે તિરંદાજીમાં ચેમ્પિયન તેમના બન્ને સંતાન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી લાવશે. પુત્ર અને પુત્રી તિરંદાજીમાં એટલા તેજસ્વી હતા કે સત્યનારાયણનું સપનું સાકાર થવા વિશે ભાગ્યે જ કોઇને શંકા હતા. પરંતુ, સમય ક્યારેક કેવો કાળમુખો બની જાય છે તે જુઓ...
ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજય સંદર્ભે તૈયાર કરાયેલા એક પુસ્તકમાં ઘટસ્ફોટ કરાયો છે કે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ સામે ૨૦૧૯ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં સુપર ઓવર રમતાં પહેલાં પોતાને તણાવમુક્ત કરવા માટે સિગારેટ બ્રેક લીધો હતો. નોંધનીય છે કે બરાબર એક વર્ષ પહેલાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને વિવાદાસ્પદ બાઉન્ડ્રી નિયમની ગણતરીના આધારે હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.
ભારતની ચાર બાય ૪૦૦ મીટર મિક્સ રિલે ટીમે ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં જીતેલો સિલ્વર મેડલ હવે ગોલ્ડમાં બદલ્યો છે. બહેરીનની વિજેતા ટીમની સભ્ય ડોપિંગમાં કસૂરવાર ઠર્યા બાદ પ્રતિબંધિત જાહેર થતાં સમગ્ર ટીમ ડિસ્ક્વોલિફાય કરાઇ છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના ક્રિકેટ ઓપરેશન્સ ચીફ સબા કરીમના કામકાજથી નારાજ છે.
ભારત સરકારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની હાઈપ્રોફાઈલ આઇપીએલનું આયોજન યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)માં કરવા માટે મંજૂરી આપી દીધી છે. હવે ૧૯મી સપ્ટેમ્બરથી ૧૦મી નવેમ્બર દરમિયાન શારજાહ, અબુ ધાબી અને દુબઈમાં આઇપીએલનો ક્રિકેટજંગ જામશે.
ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટ હાર્દિક પંડ્યાની વિદેશી પાર્ટનર નતાશા સ્ટાન્કોવિચે તાજેતરમાં જ પુત્રને જન્મ આપ્યો હતો. આ પછી હાર્દિક, તેના પુત્ર અને નતાશાની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ બની હતી.
મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિ જાહેર કરી તેની થોડીક મિનિટોમાં જ ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને તમામને સ્તબ્ધ કરી દીધા હતા. ધોની છેલ્લા એક વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો નથી અને ટીમ ઇંડિયામાં તેનું પુનરાગમન લગભગ અશક્ય હતું. જ્યારે રૈના હજુ ૩૩ વર્ષનો છે અને તે આઇપીએલમાં સારો દેખાવ કરીને ટીમમાં પાછો ફરી શકતો હતો. જોકે રૈનાએ પોતાની ઇન્ટરનેશનલ કારકિર્દીને ધ્યાનમાં રાખ્યા વિના પોતાના ભૂતપૂર્વ કેપ્ટનના પગલે ચાલીને ક્રિકેટને અલવિદા કરી દીધી છે. રૈનાએ તેની મોટા ભાગની મેચો ધોની સાથે રમી હતી. ઓફ ધ ફિલ્ડ પણ બંનેની મિત્રતા ઘણી ગાઢ હતી જે જગજાહેર છે. બંનેએ એક જ દિવસે નિવૃત્તિ જાહેર કરતા વિવિધ અટકળો થઇ રહી છે.
આઇસીસીની મેજર ઇવેન્ટ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપના યજમાન નક્કી થઇ ગયા છે. આ ટૂર્નામેન્ટ ૨૦૨૧માં ભારતમાં રમાશે જ્યારે ૨૦૨૨માં યોજાનારી આ ટૂર્નામેન્ટની ઓસ્ટ્રેલિયા યજમાની કરશે. આ મામલે તાજેતરમાં દુબઇ ખાતે યોજાયેલી આઇસીસીની બેઠક દરમિયાન બીસીસીઆઇ અને ઓસ્ટ્રેલિયન બોર્ડે નિર્ણય લીધો હતો.
મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિ જાહેર કરી તેની થોડીક મિનિટોમાં જ ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને તમામને સ્તબ્ધ કરી દીધા હતા. ધોની છેલ્લા એક વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો નથી અને ટીમ ઇંડિયામાં તેનું પુનરાગમન લગભગ અશક્ય હતું. જ્યારે રૈના હજુ ૩૩ વર્ષનો છે અને તે આઇપીએલમાં સારો દેખાવ કરીને ટીમમાં પાછો ફરી શકતો હતો.
