રમતગમત

No

Block: Site: Subtree Block

    ભારતીય ક્રિકેટના ધોનીયુગનો અ

    ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટન ૩૯ વર્ષીય એમ. એસ. ધોનીએ તેની આગવી ઓળખસમાન કૂલ અંદાજમાં જ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરતી જાહેરાત કરી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની ત્રણેય ટ્રોફી - ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું બહુમાન ધરાવતા એકમાત્ર કેપ્ટનની નિવૃત્તિની જાહેરાતથી કરોડો ક્રિકેટચાહકોએ આઘાતનો આંચકો અનુભવ્યો છે. રાહુલ દ્રવિડે કેપ્ટનશિપ છોડ્યા બાદ ટીમ ઇંડિયાનું સુકાન ધોનીને સોંપાયું હતું. તેણે ૨૦૦૭માં પ્રથમ વખત રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં યુવા ભારતીય ટીમ સાથે સાઉથ આફ્રિકામાં ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. આ પછી ૨૦૧૧માં ભારતે વન-ડે વર્લ્ડ કપની યજમાની કરી હતી ત્યારે ધોની એન્ડ ટીમે ઘરઆંગણે વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. તો ૨૦૧૩માં તેના નેતૃત્વમાં ટીમ ઇંડિયાએ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત ભારતે ધોનીની કેપ્ટનશીપમાં જ બે વખત - ૨૦૧૦ અને ૨૦૧૬માં એશિયા કપ પણ જીત્યો હતો.

    WWEના વિખ્યાત રેસલર ‘કમાલા’ હેર

    એંશી અને નેવુંના દાયકાના ખૂબ જ લોકપ્રિય રેસલર અને વર્લ્ડ રેસલિંગ ફેડરેશનની કુસ્તીના દર્શકો વધારવામાં ઉલ્લેખનીય યોગદાન આપનાર જેમ્સ ‘કમાલા’ હેરિસનું ૭૦ વર્ષની વયે અમેરિકામાં નિધન થયું છે.

    ટી૨૦ વર્લ્ડ કપ: ૨૦૨૧માં ભારતમા...

    આઇસીસીની મેજર ઇવેન્ટ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપના યજમાન નક્કી થઇ ગયા છે. આ ટૂર્નામેન્ટ ૨૦૨૧માં ભારતમાં રમાશે જ્યારે ૨૦૨૨માં યોજાનારી આ ટૂર્નામેન્ટની ઓસ્ટ્રેલિયા યજમાની કરશે. 

    ૩૫મી વખત ઇંગ્લિશ ચેનલ પારઃ ઓસી...

    ઓસ્ટ્રેલિયાની મહિલા સ્વિમર કોલે મેકકાર્ડેલે મેન્સનો ૧૪ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ૩૫ વર્ષીય મેકકાર્ડેલ ૩૫મી વખત ઇંગ્લિશ ચેનલ પાર કરીને રવિવારે ફ્રાન્સની કાલિસ સિટી પહોંચી હતી.

    અફઘાનિસ્તાનના જાદુઇ સ્પિનર રાશિદ ખાને ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. અફઘાન લેગ સ્પિનર રાશિદ અત્યારે કેરેબિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે અને આ દરમિયાન તેણે ટી૨૦ લીગ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ પૂરી કરીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે.

    આપની નિવૃત્તિથી ૧૩૦ કરોડ ભારત

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ૧૫મી ઓગસ્ટે અચાનક જ નિવૃત્તિ જાહેર કરનાર ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પત્ર લખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત પત્ર પાઠવીને સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. મોદીએ લખ્યું હતું કે ક્રિકેટમાંથી આપના નિવૃત્ત થવાથી ૧૩૦ કરોડ ભારતીયો નિરાશ છે. જોકે ક્રિકેટમાં અલગ ઓળખ જમાવીને, આગવું યોગદાન આપીને દેશનું નામ રોશન કરવા માટે સમગ્ર દેશ આપનો આભારી છે. મોદીએ પત્રમાં ધોનીની વિનમ્રતા, હેરસ્ટાઇલ, હાર-જીત વખતે ઠંડું દિમાગ અને પુત્રીની સંભાળની પ્રશંસા કરી હતી.

    ત્રણ વર્લ્ડ રેકોર્ડ સાથે રાશિ

    અફઘાનિસ્તાનના જાદુઇ સ્પિનર રાશિદ ખાને ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. અફઘાન લેગ સ્પિનર રાશિદ અત્યારે કેરેબિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે અને આ દરમિયાન તેણે ટી૨૦ લીગ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ પૂરી કરીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે. રાશિદે એક સાથે ત્રણ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે.

    આઇપીએલ-સિઝન ૧૩ઃ ૧૯મીથી આરંભ ૩

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-૧૩નો કાર્યક્રમ જારી કર્યો છે. ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનારી આઇપીએલ ટૂર્નામેન્ટમાં ૧૦ નવેમ્બર સુધી ફાઇનલ સહિત કુલ ૬૦ મેચ રમાશે. પહેલી મેચ ૧૯ સપ્ટેમ્બરના રોજ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે અબુધાબીમાં રમાશે.

    શ્રીસંત આખરે પ્રતિબંધમુક્તઃ

    આઇપીએલ સ્પોટ ફિક્સિંગના મામલે દોષિત ઠર્યા બાદ સાત વર્ષના પ્રતિબંધની સજાનો સામનો કરી રહેલા પેસ બોલર એસ. શ્રીસંતની સજા રવિવારે પૂરી થઇ છે. હવે તે કોઇ પણ પ્રકારની ક્રિકેટ રમવા માટે મુક્ત છે. લાંબો પ્રતિબંધ પૂરો થતાં શ્રીસંત ખૂબ ખુશ છે.

    નાઓમી ઓસાકા યુએસ ઓપન ચેમ્પિયન

    વિશ્વની નવમી ક્રમાંકિત જાપાનની નાઓમી ઓસાકાએ વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે. જાપાનીઝ ખેલાડીએ ફાઇનલમાં બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કોને ૧-૬, ૬-૩, ૬-૩થી હરાવીને ત્રણ વર્ષના ગાળામાં બીજી વખત આ ગ્રાન્ડસ્લેમ જીત્યો છે.